ઓડિશાના સંબલપુર શહેરના છ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કર્ફ્યુ 

પશ્ચિમ બંગાળ અને બિહારમાં રામ નવમી પર હિંસા બાદ હવે ઓડિશાના સંબલપુરમાં મોટરસાઇકલ રેલી દરમિયાન હિંસા જોવા મળી છે. બુધવારે ફાટી નીકળેલી હિંસામાં 10 જેટલા પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાનું કહેવાય છે. હિંસા બાદ સમગ્ર જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. આ હિંસા ત્યારે જોવા મળી હતી જ્યારે રાજ્યમાં હનુમાન જયંતિના બે દિવસ પહેલા […]

Share:

પશ્ચિમ બંગાળ અને બિહારમાં રામ નવમી પર હિંસા બાદ હવે ઓડિશાના સંબલપુરમાં મોટરસાઇકલ રેલી દરમિયાન હિંસા જોવા મળી છે. બુધવારે ફાટી નીકળેલી હિંસામાં 10 જેટલા પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાનું કહેવાય છે. હિંસા બાદ સમગ્ર જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. આ હિંસા ત્યારે જોવા મળી હતી જ્યારે રાજ્યમાં હનુમાન જયંતિના બે દિવસ પહેલા એટલે કે બુધવારે નીકળેલી મોટરસાઈકલ રેલી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. રેલીમાં પથ્થરમારાની ઘટના બાદ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને હંગામો શરૂ થયો હતો. તમને જણાવી દઈએ તો  ઓડિશામાં મહા વિશુઆ સંક્રાંતિના દિવસે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. આ વખતે મહા વિશુઆ સંક્રાંતિ 14મી એપ્રિલે આવી રહી છે. આવી સ્થિતિમાં બે દિવસ પહેલા આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

અહેવાલ મુજબ હિંસા દરમિયાન એક દુકાન સિવાય અનેક દ્વિચક્રી વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. રસ્તાના બાજુ એ પાર્ક કરેલી ઘણી બધી ગાડીઓને પણ નુકસાન કરવામાં આવ્યું છે. આ રેલીમાં લગભગ 1000 લોકોએ ભાગ લીધો હતો. આ ઘટના બાદ સંબલપુરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. સંબલપુરમાં પણ ઘણા સંવેદનશીલ વિસ્તારો છે જ્યાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. ઓડિશાના આ નગરમાં 48 કલાકથી નાગરિકોની ઇન્ટરનેટ સુવિધા પણ સસ્પેન્ડ કરવામાં આવી હતી. જિલ્લા વહીવટીતંત્રે શુક્રવારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે શહેરના છ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કર્ફ્યુ લાદી દીધો હતો. આ આગામી આદેશો સુધી લાગુ રહેશે. આ સમય દરમિયાન કોઈ પણ વ્યક્તિ અથવા લોકોના સમૂહને તેમના ઘરની બહાર નીકળવાની મંજૂરી નથી. જો કે, સંબલપુર એસડીએમ પ્રવેશ ચંદ્ર દંડાસન દ્વારા એક સત્તાવાર આદેશ જણાવે છે કે આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી સવારે 8 થી 10 અને બપોરે 3.30 થી સાંજના 5.30 સુધી કરી શકાય છે.

વહીવટીતંત્રે કોઈપણ તબીબી કટોકટી માટે જિલ્લા મુખ્ય મથક હોસ્પિટલમાં હેલ્પલાઈન (7655800760) પણ જારી કરી છે. કર્ફ્યુના આદેશનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહીની પણ ચેતવણી આપવામાં આવી છે. SDMએ કહ્યું કે આ આદેશનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ પણ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે હિંસા કેવી રીતે શરૂ થઈ.