QIAએ મુકેશ અંબાણીના રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં $1 બિલિયનનું રોકાણ કર્યું

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ, જે ભારતીય બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો એક ભાગ છે, તે કતાર ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (QIA) તરફથી 82.7 અબજ રૂપિયા ($1 બિલિયન)નું નોંધપાત્ર રોકાણ મેળવશે. બુધવારના રોજ QIAના એક અહેવાલ મુજબ, ઈન્વેસ્ટમેન્ટને લિસ્ટ કર્યા વિના રિલાયન્સ રિટેલ વેન્ચર્સના 0.99% હિસ્સામાં સંપૂર્ણપણે રૂપાંતરિત કરવામાં આવશે, જે ભારતીય કંપનીને લગભગ $100 બિલિયનનું […]

Share:

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ, જે ભારતીય બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો એક ભાગ છે, તે કતાર ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (QIA) તરફથી 82.7 અબજ રૂપિયા ($1 બિલિયન)નું નોંધપાત્ર રોકાણ મેળવશે. બુધવારના રોજ QIAના એક અહેવાલ મુજબ, ઈન્વેસ્ટમેન્ટને લિસ્ટ કર્યા વિના રિલાયન્સ રિટેલ વેન્ચર્સના 0.99% હિસ્સામાં સંપૂર્ણપણે રૂપાંતરિત કરવામાં આવશે, જે ભારતીય કંપનીને લગભગ $100 બિલિયનનું મૂલ્યાંકન આપશે.

QIAના CEO મન્સૂર ઈબ્રાહિમ અલ-મહમૂદે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “QIA ભારતના ઝડપથી વિકસતા રિટેલ માર્કેટમાં ઉચ્ચ વૃદ્ધિની સંભાવના ધરાવતી નવીન કંપનીઓને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે.” 

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ કહે છે કે તે ભારતનું સૌથી મોટું રિટેલ નેટવર્ક ચલાવે છે અને તેના માર્ચના અંતમાં 65.6 મિલિયન ચોરસ ફૂટના કુલ રિટેલ વિસ્તાર સાથે 7,000 કરતાં વધુ શહેરોમાં 18,040 સ્ટોર્સ હતા. કંપનીએ માર્ચમાં સમાપ્ત થયેલા નાણાકીય વર્ષ માટે 2.6 ટ્રિલિયન રૂપિયા ($31.7 બિલિયન)ની આવક નોંધાવી હતી, જે પાછલા વર્ષ કરતાં 30% વધુ છે.

રિલાયન્સ રિટેલ વેન્ચર્સના ડિરેક્ટર ઈશા મુકેશ અંબાણીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે QIAના વૈશ્વિક અનુભવ અને મૂલ્ય નિર્માણના મજબૂત ટ્રેક રેકોર્ડનો લાભ મેળવવા આતુર છીએ કારણ કે અમે રિલાયન્સ રિટેલ વેન્ચર્સને એક વિશ્વ-સ્તરની સંસ્થામાં વિકસિત કરીએ છીએ, જે ભારતીય રિટેલ ક્ષેત્રના પરિવર્તનને આગળ ધપાવે છે. QIA દ્વારા ઈન્વેસ્ટમેન્ટ એ ભારતીય અર્થતંત્ર અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ બિઝનેસ મોડલ, વ્યૂહરચના અને અમલીકરણ ક્ષમતાઓ પ્રત્યેના સકારાત્મક દૃષ્ટિકોણનું મજબૂત સમર્થન છે.”

એક અહેવાલમાં જણાવ્યા અનુસાર, મુકેશ અંબાણી રિલાયન્સ રિટેલ વેન્ચર્સને લિસ્ટ કરવા માગે છે, પરંતુ કંપનીએ હજુ સુધી તે વિષય પર કોઈ જાહેરાત કરી નથી. આ મહિનાની શરૂઆતમાં, મુકેશ અંબાણીએ ગ્રુપની ડી-મર્જ કરેલ બિઝનેસ, જિયો ફાઈનાન્સિયલ સર્વિસીસને લિસ્ટ કર્યું હતું.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, જે રિલાયન્સ રિટેલ વેન્ચર્સની માલિકીની છે અને ભારતમાં સૌથી મોટી કંપની છે. QIA તરફથી આ ઈન્વેસ્ટરમેન્ટ એવા સમયે આવ્યું છે જ્યારે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ નવી કેટેગરીમાં વિસ્તરણ કરી રહી છે, જેમાં ઓછા ખર્ચે ફાસ્ટ-ફેશનનો સમાવેશ થાય છે. 

રિલાયન્સ રિટેલ એ તાજેતરના વર્ષોમાં ઈ-કોમર્સમાં ઝપલાવ્યું છે, જેમાં ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ દ્વારા ગ્રોસરી આઈટમ્સનું વેચાણ કરવા માટે મેટાના વોટ્સએપ સાથે જોડાણ કર્યું છે. જો કે ફ્લિપકાર્ટ અને એમેઝોન ઈન્ડિયા હાલમાં સ્થાનિક ઈ-કોમર્સ માર્કેટનું નેતૃત્વ કરે છે, વિશ્લેષકો માને છે કે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ આખરે બંને કંપનીઓને પાછળ છોડી દેશે.

ફોર્બ્સ એશિયા દ્વારા જાહેર કરાયેલ ઓક્ટોબર 2022માં ભારતના 100 સૌથી ધનિક લોકોની યાદીમાં મુકેશ અંબાણી બીજા ક્રમે છે. મુકેશ અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન છે, જેની 2022-23 નાણાકીય વર્ષમાં $110 બિલિયનની આવક હતી.