Qatar: જાણો 8 ભારતીયોને ફાંસીના ફંદામાંથી બચાવવા ભારત પાસે ઉપલબ્ધ વિકલ્પો વિશે

Qatar: ઈન્ડિયન નેવીના 8 પૂર્વ સૈનિકોને કતાર (Qatar)માં ફાંસીની સજા સંભળાવવામાં આવતા ભારતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. તેઓ એક વર્ષથી કતારની કેદમાં હતા અને 26 ઓક્ટોબર, 2023ના રોજ 8 ભારતીયોને ફાંસી (Death penalty to 8 Indians)ની સજા સંભળાવવામાં આવી હતી.  Qatar દ્વારા કોઈ આરોપ સાર્વજનિક નથી કરાયા કતાર તરફથી ઈન્ડિયન નેવીના 8 પૂર્વ સૈનિકો […]

Share:

Qatar: ઈન્ડિયન નેવીના 8 પૂર્વ સૈનિકોને કતાર (Qatar)માં ફાંસીની સજા સંભળાવવામાં આવતા ભારતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. તેઓ એક વર્ષથી કતારની કેદમાં હતા અને 26 ઓક્ટોબર, 2023ના રોજ 8 ભારતીયોને ફાંસી (Death penalty to 8 Indians)ની સજા સંભળાવવામાં આવી હતી. 

Qatar દ્વારા કોઈ આરોપ સાર્વજનિક નથી કરાયા

કતાર તરફથી ઈન્ડિયન નેવીના 8 પૂર્વ સૈનિકો પર શું આરોપ છે તે વિશે કોઈ જ માહિતી સાર્વજનિક નથી કરવામાં આવી. તેમની ગત વર્ષે જાસૂસીના આરોપસર ધરપકડ કરાઈ હતી. ત્યારે હાલ ભારત સરકાર સામે સૌથી મોટો પડકાર 8 ભારતીયોને ફાંસી (Death penalty to 8 Indians)ની સજામાંથી કઈ રીતે બચાવી લેવા તે છે. 

વધુ વાંચો: Gujarat HCએ યુટ્યુબને ન્યાયાધીશની માફીનો વીડિયો હટાવવાનો આદેશ આપ્યો

8 ભારતીયો પર શું આરોપ છે?

આ તમામ 8 ભારતીયો અલ દાહરા કંપનીના કર્મચારી હતા જે કતારના સશસ્ત્ર દળોને ટેક્નિકલ કન્સલ્ટન્સી સર્વિસ પૂરી પાડે છે. 30 ઓગષ્ટ 2022ના રોજ તેમની ધરપકડ કરાઈ હતી અને તેમને ઈઝરાયલ માટે એક સબમરીન પ્રોગ્રામની જાસૂસી મામલે દોષી ઠેરવવામાં આવ્યા હોવાના અહેવાલ છે. 

વિદેશ મંત્રાલય ચોંકી ઉઠ્યુ

કતાર (Qatar)ની કોર્ટના આ નિર્ણય બાદ ભારતીય વિદેશ મંત્રાલય ચોંકી ઉઠ્યું છે. સાથે જ વિદેશ મંત્રાલયે ભારતીયોને ફાંસીના ફંદામાંથી બચાવવા માટે કાયદાકીય રસ્તાઓ શોધવામાં આવી રહ્યા હોવાની ખાતરી પણ આપી છે. કાયદાકીય જાણકારોના કહેવા પ્રમાણે સરકાર પાસે હાલ પણ એવા અમુક રસ્તાઓ છે જે 8 પૂર્વ સૈનિકોને ફાંસીની સજામાંથી બચાવી શકે છે. 

1. કાયદાકીય લડત

ભારત સરકાર પોતાના નાગરિકોને સજામાંથી બચાવવા માટે આંતરરાષ્ટ્રીય કોર્ટની મદદ લઈ શકે છે. અથવા તો કતાર પર રાજકીય દબાણ લાવીને પણ નાગરિકોને ફાંસીની સજામાંથી બચાવી શકાય તેમ છે. આ સિવાય સંયુક્ત રાષ્ટ્રની મદદ પણ લઈ શકાય. ભારત સરકાર કતારની ઉપરી અદાલતમાં ફાંસીની સજા વિરૂદ્ધ અરજી પણ કરી શકે છે. 

જો આ મામલે ઉચિત પ્રક્રિયાઓનું પાલન ન થાય અથવા અપીલની સુનાવણી ન થાય તો ભારત સરકાર આંતરરાષ્ટ્રીય કોર્ટના બારણે ટકોરા મારી શકે છે. આંતરરાષ્ટ્રીય કાયદા અને ઈન્ટરનેશનલ કોન્વેન્ટ ઓન સિવિલ એન્ડ પોલિટિકલ રાઈટ્સની જોગવાઈ પ્રમાણે સામાન્ય રીતે અમુક ખાસ કેસને છોડીને ફાંસીની સજા ન આપી શકાય. 

વધુ વાંચો:રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષના નિવાસસ્થાન અને કોચિંગ સેન્ટર પર EDએ દરોડા પાડયા

2. ડિપ્લોમેટિક ઉકેલ

આ મુદ્દાને ડિપ્લોમેટિક રીતે પણ ઉકેલી શકાય. આ માટે ભારતે સીધી કતારના અધિકારીઓ સાથે વાત કરવી પડે અથવા તેના મિત્ર દેશો સાથે વાત કરીને કતાર સરકાર સમક્ષ પોતાના નાગરિકોને છોડાવવા અપીલ કરી શકાય.

3. રાજકીય દખલ

ઈન્ડિયન નેવીના 8 પૂર્વ સૈનિકોને છોડાવવા માટે વડાપ્રધાનના સ્તરે રાજકીય દખલની વાત પણ ચાલી રહી છે. આ માટે કતાર સરકાર સમક્ષ ક્ષમા યાચના કરી શકાય.