સરકારી આવાસની ફાળવણી રદ્દ થયા બાદ રાઘવ ચઢ્ઢાએ ભાજપ પર લગાવ્યો ષડયંત્રનો આરોપ

રાજ્યસભા સચિવાલય દ્વારા ફાળવવામાં આવેલો બંગલો રદ્દ થયા બાદ આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ ભાજપ પર નિશાન સાધ્યું છે. હકીકતે પંજાબમાં આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાને સરકારી બંગલો ખાલી કરવા મામલે દિલ્હી પટિયાલા હાઉસ કોર્ટ તરફથી ભારે મોટો આંચકો લાગ્યો છે.  કોર્ટે રાઘવ ચઢ્ઢાને બંગલો ખાલી કરવા આદેશ આપ્યો કોર્ટે રાઘવ ચઢ્ઢાને ટાઈપ […]

Share:

રાજ્યસભા સચિવાલય દ્વારા ફાળવવામાં આવેલો બંગલો રદ્દ થયા બાદ આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ ભાજપ પર નિશાન સાધ્યું છે. હકીકતે પંજાબમાં આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાને સરકારી બંગલો ખાલી કરવા મામલે દિલ્હી પટિયાલા હાઉસ કોર્ટ તરફથી ભારે મોટો આંચકો લાગ્યો છે. 

કોર્ટે રાઘવ ચઢ્ઢાને બંગલો ખાલી કરવા આદેશ આપ્યો

કોર્ટે રાઘવ ચઢ્ઢાને ટાઈપ 7 બંગલો ખાલી કરવા માટે આદેશ આપ્યો છે. રાજ્યસભા સચિવાલયના વકીલે પોતાની દલીલમાં કહ્યું હતું કે, રાજ્યસભાના સાંસદ હોવાના નાતે રાઘવ ચઢ્ઢાને ટાઈપ 6 બંગલો ફાળવવો જોઈએ, ટાઈપ 7 નહીં. કોર્ટે રાજ્યસભા સચિવાલય દ્વારા પાઠવવામાં આવેલી બંગલો ખાલી કરવા માટેની નોટિસને પણ યોગ્ય ઠેરવી છે. 

રાઘવ ચઢ્ઢા બંગલો ખાલી કરવા માટેની રાજ્યસભા સચિવાલયની નોટિસના વિરોધમાં કોર્ટમાં પહોંચ્યા હતા. ત્યારે પટિયાલા હાઉસ કોર્ટે રાઘવ ચઢ્ઢાને બંગલો ખાલી કરવા મામલે લગાવવામાં આવેલી અંતિમ રોક દૂર કરી દીધી છે. પટિયાલા હાઉસ કોર્ટે રાઘવ ચઢ્ઢાને બંગલો ખાલી કરવા માટે જણાવવાની સાથે જ રાજ્યસભા સચિવાલયની બંગલો ખાલી કરવા માટેની નોટિસને પણ યોગ્ય ઠેરવી હતી.

રાઘવ ચઢ્ઢાના ભાજપ પર પ્રહારો

રાજ્યસભા સચિવાલય દ્વારા ફાળવવામાં આવેલું આવાસ રદ્દ થયું તે અંગે આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, “સૌથી પહેલા તો મારા માટે ફાળવવામાં આવેલું સત્તાવાર આવાસ કોઈ પણ પ્રકારની સૂચના વગર રદ્દ થયું તે મનમાની હતી. 

રાજ્યસભાના 70થી પણ વધારે વર્ષોના ઈતિહાસમાં આ એક એવી આશ્ચર્યજનક ઘટના છે જેમાં એક વર્તમાન રાજ્યસભા સદસ્યને તેના વિધિવત ફાળવાયેલા આવાસથી દૂર કરવા માગણી કરવામાં આવી રહી છે. એ સદસ્ય ત્યાં થોડા સમયથી રહી જ રહ્યો છે અને રાજ્યસભાના સદસ્ય તરીકે તેનો કાર્યકાળ 4 વર્ષથી વધારેનો હોવાથી હજુ તેના પાસે સમય છે.” 

ભાજપ પર હેરાનગતિનો આક્ષેપ

રાઘવ ચઢ્ઢાએ ભાજપ દ્વારા સાંસદોને ટાર્ગેટ કરવાનો આક્ષેપ લગાવવાની સાથે જ પોતાને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તે ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે આ સમગ્ર કાર્યવાહી ભાજપના આદેશ પર થઈ હોવાનો દાવો કર્યો હતો. આ સાથે જ રાઘવ ચઢ્ઢાએ 240માંથી 118 જેટલા રાજ્યસભા સદસ્યને તેમની પાત્રતા કરતા ઉંચા આવાસની ફાળવણી થઈ હોવાનું જણાવીને માત્ર સદનમાં ભાજપનો વિરોધ કરનારા સામે કાર્યવાહીનો આરોપ લગાવ્યો હતો. 

આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ તેમને ફાળવવામાં આવેલો બંગલો રદ્દ કરવામાં આવ્યો તેને મનમાની અને અભૂતપૂર્વ પગલું ગણાવ્યું હતું. ઉપરાંત રાઘવ ચઢ્ઢાએ બંગલાની ફાળવણી રદ્દ કરવાની કાર્યવાહી ભાજપના આદેશ પર કરવામાં આવી હોવાનું જણાવીને પોતે ઉચિત સમયે કાયદાને આધીન ઉચિત કાર્યવાહી કરશે તેમ કહ્યું હતું.