ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારમાં રાઘવ ચઢ્ઢાએ CM કેજરીવાલના ફિલ્મી સ્ટાઈલમાં વખાણ કર્યાં

ગુજરાતના કાંકરેજ વિધાનસભા મતવિસ્તારમાં, રાજ્યસભાના સાંસદ અને ગુજરાત આમ આદમી પાર્ટીના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢાએ ચૂંટણી પ્રચાર  દરમિયાન ફિલ્મી ડાયલોગનો ઉપયોગ કરતા કહ્યું હતું કે, ‘…સો જા બેટા સો જા, નહીં તો કેજરીવાલ આ જાયેગા’. ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારનો ઝંઝાવાત હવે શરુ થઇ ગયો છે, ત્યારે રાજ્યમાં પ્રચાર – પ્રસાર પૂર ઝડપે ચાલી રહ્યો છે. તમામ […]

Share:

ગુજરાતના કાંકરેજ વિધાનસભા મતવિસ્તારમાં, રાજ્યસભાના સાંસદ અને ગુજરાત આમ આદમી પાર્ટીના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢાએ ચૂંટણી પ્રચાર  દરમિયાન ફિલ્મી ડાયલોગનો ઉપયોગ કરતા કહ્યું હતું કે, ‘…સો જા બેટા સો જા, નહીં તો કેજરીવાલ આ જાયેગા’. ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારનો ઝંઝાવાત હવે શરુ થઇ ગયો છે, ત્યારે રાજ્યમાં પ્રચાર – પ્રસાર પૂર ઝડપે ચાલી રહ્યો છે. તમામ પાર્ટીઓના નેતા જાહેરસભાનું આયોજન કરી રહ્યા છે. હવે લોકોમાં એવો સવાલ જાગી રહ્યો છે કે, રાઘવ ચઢ્ઢાએ આવું શા માટે કહ્યું?

ગુજરાતમાં આપનો પ્રચાર કરતા રાઘવ ચઢ્ઢાએ આપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ફિલ્મી રીતે પ્રશંસા કરી હતી. રાઘવ ચઢ્ઢાએ બૉલીવુડ ફિલ્મ ‘શોલે’ના ડાયલોગનો ઉપયોગ કરીને તેણે કહ્યું કે, ‘શોલે પિક્ચરમાં એક ડાયલોગ હતો, સો જા બેટા સો જા, નહી તો ગબ્બર આયેગા. આજે ગુજરાતથી માઈલો દૂર એક ભ્રષ્ટાચારી રડે છે ત્યારે તેની માતા કહે છે કે, સો જા બેટા સો જા, નહીં તો કેજરીવાલ આ કે જેલ મેં ડાલ દેંગે. નોંધનીય છે કે, રાઘવ ચઢ્ઢાએ પંજાબ વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ મહત્વની ભૂમિકા ભજવી હતી, તેથી આમ આદમી પાર્ટીએ તેમને ગુજરાતના સહ-પ્રભારી બનાવ્યા છે. રાઘવ ચઢ્ઢા ગુજરાત ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા છે અને પાર્ટીની તરફેણમાં વાતાવરણ બનાવવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી. રાઘવ ચઢ્ઢાએ વધુમાં કહ્યું કે, ‘અરવિંદ કેજરીવાલ ભારતમાંથી મોંઘવારી અને ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે જ જન્મ્યા છે. ‘ગુજરાતના ધ્રાંગધ્રામાં 21 નવેમ્બર, 2022ના રોજ રોડ શોની વાત કરતા વખતે રાઘવ ચઢ્ઢાએ કહે છે કે, ‘એકવાર અરવિંદ કેજરીવાલ ગેરંટી આપે તો પછી તેઓ પોતાની વાત પણ સાંભળતા નથી.’

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી  શિક્ષણ, વીજળી, સ્વાસ્થ્ય અને ભ્રષ્ટાચારનો મુદ્દો જોર જોરથી ઉઠાવીને જીતનો દાવો કરી રહી છે. પાર્ટીનો દાવો છે કે ગુજરાતના લોકો ‘પરિવર્તન’ ઈચ્છે છે. એટલે કે પાર્ટીનો દાવો છે કે આ વખતે રાજ્યની જનતા તેમને ભાજપને મત નહીં આપીને આપને તક આપશે.