અદાણીની કંપનીમાં 20 હજાર કરોડનો માલિક કોણ?

અદાણી કેસને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર ભાજપ સરકારને ઘેરી છે. આ વખતે રાહુલે સવાલ કરતા કહ્યું કે, અદાણીની શેલ કંપનીમાં 20 હજાર કરોડ કોના છે?. ભાજપે આનો જવાબ આપવો જોઈએ. છેલ્લે કેટલાય સમયથી અદાણીના મામલામાં રાહુલ સવાલો ઉઠાવી રહ્યા છે. હાલમાં જ એક પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મારી સાથે […]

Share:

અદાણી કેસને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર ભાજપ સરકારને ઘેરી છે. આ વખતે રાહુલે સવાલ કરતા કહ્યું કે, અદાણીની શેલ કંપનીમાં 20 હજાર કરોડ કોના છે?. ભાજપે આનો જવાબ આપવો જોઈએ. છેલ્લે કેટલાય સમયથી અદાણીના મામલામાં રાહુલ સવાલો ઉઠાવી રહ્યા છે. હાલમાં જ એક પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મારી સાથે તમે ગમે એ કરો, પણ હું પ્રશ્નો પૂછવાનું બંધ નહીં કરૂ.

પ્રેસ કોન્ફરન્સમાં અદાણી અને ભાજપ સરકાર વિશે સવાલ કરતા કોંગ્રેસના નેતાએ રાહુલ ગાંધીએ કહ્યું કે, અદાણીની શેલ કંપનીમાં 20,000 કરોડ રૂપિયા છે. ભાજપ જવાબ આપે કે આ પૈસા કોના છે. મહત્વનું છે કે, મોદી સરનેમને લઈને બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધીને સુરતની સેશન્સ કોર્ટમાંથી જામીન મળ્યા છે. આ સિવાય રાહુલને જે 2 વર્ષની સજા સંભળાવવામાં આવી છે, જેના સામેની અરજી પર આગામી સુનાવણી 13 એપ્રિલે હાથ ધરાશે. આ કેસમાં સજા સંભળાવ્યાના 11 દિવસ બાદ રાહુલે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. સુરત કોર્ટમાંથી જામીન મળ્યા બાદ રાહુલે ટ્વીટ કર્યું હતું કે, આ લોકશાહી બચાવવાની લડાઈ છે, આ સંઘર્ષમાં સત્ય એ મારું શસ્ત્ર છે અને સત્ય જ મારો આશ્રય છે.

નોંધનીય છે કે, 2 એપ્રિલે પણ સોશિયલ મીડિયાથી રાહુલે એક વિડીયો જાહેર કર્યો હતો. જેમાં રાહુલે સવાલ સવાલ પૂછ્યો હતો કે, અદાણીની શેલ કંપનીમાં 20 હજાર કરોડ રૂપિયા કોના છે. અદાણીના મામલામાં રાહુલ ગાંધી સતત સવાલો કરી રહ્યા છે. તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં અદાણીનો મુદ્દો ઉઠાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, હું સવાલ પૂછવાનું બંધ નહીં કરું. નરેન્દ્ર મોદી સાથે અદાણીનો શું સંબંધ છે? હું આ લોકોથી ડરતો નથી. જો તેઓ વિચારે છે કે મારું સભ્યપદ રદ કરીને, ડરાવી-ધમકાવીને, મને જેલમાં મોકલીને, તેઓ મને શાંત કરી શકે, એ એણની ભૂલ છે, હું ભારતના લોકતંત્ર માટે લડી રહ્યો છું અને લડતો રહીશ.

રાહુલ વધુમાં કહ્યું કે, હું સંસદની અંદર હોઉં કે બહાર તેનાથી મને કોઈ ફરક પડતો નથી. મારે લોકો માટે લડવું છે અને હું લડતો રહીશ. મને મારી નાખશે કે મને જેલમાં ધકેલી દેશે, તો પણ હું ડરવાનો નથી, હું લડતો રહીશ. આ સમગ્ર ડ્રામા માત્ર પ્રધાનમંત્રીને એક સાદા પ્રશ્નથી બચાવવા માટે કરી રહ્યા છે.