Rahul Gandhi: 2024ની ચૂંટણી જીતીશું તો 2 કલાકમાં જાતિ આધારીત વસ્તી ગણતરી કરાવીશું

Rahul Gandhi: છત્તીસગઢમાં આગામી 7 નવેમ્બરના રોજ 20 બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન થશે જ્યારે બાકીની 70 બેઠકો માટે 17 નવેમ્બરના રોજ મતદાન યોજાશે. ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ શનિવારે છત્તીસગઢના બસ્તર ખાતે એક મહત્વની જાહેરાત કરી હતી. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, જો તેમની પાર્ટી 2024ની લોકસભા ચૂંટણી જીતી જશે તો 2 […]

Share:

Rahul Gandhi: છત્તીસગઢમાં આગામી 7 નવેમ્બરના રોજ 20 બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન થશે જ્યારે બાકીની 70 બેઠકો માટે 17 નવેમ્બરના રોજ મતદાન યોજાશે. ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ શનિવારે છત્તીસગઢના બસ્તર ખાતે એક મહત્વની જાહેરાત કરી હતી. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, જો તેમની પાર્ટી 2024ની લોકસભા ચૂંટણી જીતી જશે તો 2 કલાકમાં જ જાતિ આધારીત વસ્તી ગણતરી (Caste census) કરાવશે. 

છત્તીસગઢના બસ્તરમાં Rahul Gandhiની રેલી

રાહુલ ગાંધીએ છત્તીસગઢના બસ્તર ક્ષેત્રમાં એક સાર્વજનિક રેલી દરમિયાન જાહેરાત કરી હતી કે, જો તેમની પાર્ટી 2024ની લોકસભા ચૂંટણી જીતી જશે તો 2 કલાકમાં જાતિ આધારીત વસ્તી ગણતરી કરાવશે અને જો તેઓ આગામી મહિને યોજાનારી વિધાનસભા ચૂંટણી જીતશે તો છત્તીસગઢમાં પણ જાતિ આધારીત વસ્તી ગણતરી કરાવશે. આ સાથે જ તેમણે સરકારી શાળાઓમાં કેજીથી પીજી સુધી મફત શિક્ષણનું નવું વચન પણ જાહેર કર્યું હતું. 

વધુ વાંચો… Chandrayaan-3: વિક્રમ લેન્ડરે ઉડાડેલી 2.06 ટન ધૂળથી ચંદ્ર પર ચમકદાર આભામંડળ સર્જાયેલું

2018ની ચૂંટણીના વચનો યાદ અપાવ્યા

રાહુલ ગાંધીએ પોતાના ભાષણની શરૂઆત રાજ્યમાં 2018માં સત્તામાં આવ્યા તે પહેલા કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા 3 મહત્વના વચનો યાદ કરાવીને ચૂંટણી જીત્યા બાદ તરત તે કઈ રીતે પૂરા કરાયા તે જણાવીને કરી હતી. રાહુલ ગાંધીએ જાતિ આધારીત વસ્તી ગણતરી (Caste census) અને ગરીબો અને પછાત લોકોને બદલે ઉદ્યોગપતિઓની મદદ કરવા મામલે વડાપ્રધાન મોદી પર પણ નિશાન સાધ્યું હતું. 

વડાપ્રધાન મોદીની સરકાર પર પ્રહાર

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, “કોઈ પણ સરકાર 2 પ્રકારે કામ કરે છે. એક રીત છે રાજ્યમાં ધનિકોની મદદ કરવાની અને બીજું રાજ્યમાં ગરીબ લોકોની મદદ કરવાની. અમે ગરીબો, મજૂરો, ખેડૂતો, બેરોજગારો, આદિવાસીઓ, દલિતો અને પછાતોની મદદ કરીએ છીએ. તેમની સરકાર મોટા મોટા દાવાઓ કરે છે અને અંતમાં અદાણીજીની મદદ કરે છે.”

વધુ વાંચો… Shashi Tharoorને આગામી પેલેસ્ટાઈન સમર્થિત કાર્યક્રમના ગેસ્ટ લિસ્ટમાંથી હટાવાયા

પોતાની વાત આગળ વધારતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “જે પ્રકારે બઘેલજીએ જણાવ્યું, અદાણીને ખાણો, વિમાન મથકો, પોર્ટ આપવામાં આવે છે. અદાણીની મદદ માટે કૃષિ કાયદા બનાવાયા. હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં સફરજનનો વેપાર અદાણીને આપવામાં આવ્યો છે.”

ગરીબો અને નબળા વર્ગની મદદ નહીં કરીએ ત્યાં સુધી…

કોંગ્રેસી નેતાએ જણાવ્યું હતું કે, ખેડૂતોને આપવામાં આવેલા રૂપિયા બજારમાં આવે છે અને ગામડા, નાના શહેરોને સમૃદ્ધ કરવામાં મદદ કરે છે. પણ ઉદ્યોગપતિઓને આપવામાં આવેલા પૈસા વિદેશમાં સંપત્તિ ખરીદવામાં વપરાય છે.” આ સાથે જ વડાપ્રધાન મોદીને સવાલ કર્યો હતો કે, તમે દરેક જગ્યાએ OBC શબ્દનો ઉપયોગ કરો છો તો પછી ભાષણમાં જાતિ આધારીત વસ્તી ગણતરી (Caste census) શબ્દ કેમ નથી વાપરતા? કારણ કે તમને ખબર છે કે સરકારમાં તેમનું પ્રતિનિધિત્વ ખૂબ ઓછું છે. તમે આ વાસ્તવિકતા જાણો છો અને ઈચ્છો છો કે, OBC યુવાનોને આની ખબર ન પડે.