કેદારનાથમાં Rahul Gandhiએ પિતરાઈ ભાઈ વરુણ ગાંધી સાથે મુલાકાત કરી

Rahul Gandhi: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) અને વરુણ ગાંધીની મંગળવારે કેદારનાથ ખાતે મુલાકાત થઈ હતી.  રાહુલ ગાંધીની તેમના પિતરાઈ ભાઈ તેમજ ભાજપના નેતા વરુણ ગાંધી વચ્ચે અચાનક જ મુલાકાત થઈ હતી. બંને વચ્ચેની બેઠક ખૂબ જ ટૂંકી હતી. કેદારનાથ-બદ્રીનાથ મંદિર સમિતીના અધ્યક્ષ અજયેન્દ્રએ પૃષ્ટી કરી હતી કે બંને ભાઇઓની મુલાકાત વીઆઈપી હેલીપેડના રસ્તામાં […]

Share:

Rahul Gandhi: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) અને વરુણ ગાંધીની મંગળવારે કેદારનાથ ખાતે મુલાકાત થઈ હતી.  રાહુલ ગાંધીની તેમના પિતરાઈ ભાઈ તેમજ ભાજપના નેતા વરુણ ગાંધી વચ્ચે અચાનક જ મુલાકાત થઈ હતી. બંને વચ્ચેની બેઠક ખૂબ જ ટૂંકી હતી. કેદારનાથ-બદ્રીનાથ મંદિર સમિતીના અધ્યક્ષ અજયેન્દ્રએ પૃષ્ટી કરી હતી કે બંને ભાઇઓની મુલાકાત વીઆઈપી હેલીપેડના રસ્તામાં આવતા પુજારીના નિવાસ સ્થાન પર થઈ હતી.

Rahul Gandhi રવિવારે કેદારનાથ પહોંચ્યા હતા

રાહુલ ગાંધી (Rahul Gandhi) રવિવારે કેદારનાથ ધામ પહોંચ્યા હતા. તેઓ અહી બે દિવસ માટે રોકાયા હતા. રાહુલ ગાંધીએ સોમવારે કેદારનાથ મંદિરમાં રુદ્રાભિષેક કર્યો હતો તો બીજી તરફ વરૂણ ગાંધી પણ મંગળવારે પોતાના પરિવારની સાથે કેદારનાથ ધામ પહોંચ્યા હતા. બંને ભાઈઓ વચ્ચેની મુલાકાત સંક્ષિપ્ત હતી. રાહુલ ગાંધી આ દરમિયાન વરુણ ગાંધીની પુત્રી અનુસુઈયાને મળીને ખુબ જ ખુશ થયા હતા. બંને ભાઈઓ વચ્ચે સર્વનિક જગ્યાએ મુલાકાત ઘણી જ ઓછી થાય છે.  

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેદારનાથમાં સોમવારે ભંડારામાં ભક્તોને પ્રસાદ પણ પીરસ્યો હતો. તેમણે સોમવારે સવારે કેદારનાથ મંદિરની પાસે આદિ શંકરાચાર્યજીની પ્રતિમાના દર્શન કર્યા અને પુજા-અર્ચના કરી. કોંગ્રેસની તરફથી મંદિર પાસે એક ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અહીં રાહુલ ગાંધીએ ભક્તો અને સાધુઓને પ્રસાદ આપ્યો અને તેમના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

આ દરમિયાન યુવા ભક્ત રાહુલ ગાંધી (Rahul Gandhi) સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. કેદારનાથ તીર્થ પુરોહિત આચાર્ય સંતોષ ત્રિવેદીએ જણાવ્યું કે ભંડારામાં લગભગ 1500 ભક્ત જોડાયા હતા. 

વધુ વાંચો: રાહુલ ગાંધીએ વડાપ્રધાનને ઈઝરાયલની ચિંતા વધારે હોવાનો કટાક્ષ કર્યો

રાહુલ ગાંધી કેદારનાથ મંદિરની પાછળ રહેલી ભીમશિલાના દર્શન માટે પહોંચ્યા હતા. એવું માનવામાં આવે છે કે, જુન 2013માં ઉતરાખંડમાં આવેલા પુર દરમિયાન આ વિશાળ શિલા પહાડો પરથી નીચે આવી ગઇ હતી. રાહુલ ગાંધી રવિવારે કેદારનાથ પહોંચ્યા હતા. અહીં તેમણે સાંજે આરતીમાં પણ ભાગ લીધો હતો. 

આ વર્ષની શરૂઆતમાં, જ્યારે રાહુલ ગાંધી (Rahul Gandhi) તેમની ભારત જોડો યાત્રા કરી રહ્યા હતા, ત્યારે તેમને વરુણ ગાંધી વિશે પૂછવામાં આવ્યું હતું કે શું વરુણ ગાંધીનું ભારત જોડો પદયાત્રામાં સ્વાગત છે? તે સમયે તેમણે કહ્યું હતું કે તે તેના પિતરાઈ ભાઈને પ્રેમથી મળી શકે છે અને ગળે લગાવી શકે છે પરંતુ તેમની વિચારધારાઓ મેળ ખાતી નથી.

વધુ વાંચો: Chhattisgarh Election 2023: રાહુલ ગાંધી 2 દિવસના પ્રવાસ દરમિયાન નવી જાહેરાતો કરે તેવી શક્યતા

રાહુલ ગાંધીએ કહ્યું, “વરુણ ગાંધી બીજેપીમાં છે. જો તેઓ અહીંયા આવશે, તો તે તેમના માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. મારી વિચારધારા તેમની વિચારધારા સાથે મેળ ખાતી નથી. હું ક્યારેય RSS ઓફિસમાં જઈ શકતો નથી. મારા પરિવારમાં એક વિચારધારા છે, એક વિચાર પ્રણાલી છે.” 

Tags :