રાહુલ ગાંધી પિતાની જન્મજયંતિની ઉજવણી માટે બાઈક રાઈડ પર લદ્દાખ પહોંચ્યા 

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી શનિવારે પૂર્વી લદ્દાખના પેંગોંગ લેક માટે બાઈક રાઈડ પર નીકળ્યા હતા, જ્યાં તેઓ પ્રવાસી શિબિરમાં રાત્રિ રોકાણ કરશે. રાહુલ ગાંધી 20 ઓગસ્ટે પેંગોંગ લેક પર તેમના પિતા અને પૂર્વ પીએમ રાજીવ ગાંધીનો જન્મજયંતિ ઉજવશે. રાહુલ ગાંધીએ શુક્રવારે લદ્દાખની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન લેહમાં 500 થી વધુ યુવાનો સાથે વાતચીત કરી હતી. […]

Share:

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી શનિવારે પૂર્વી લદ્દાખના પેંગોંગ લેક માટે બાઈક રાઈડ પર નીકળ્યા હતા, જ્યાં તેઓ પ્રવાસી શિબિરમાં રાત્રિ રોકાણ કરશે. રાહુલ ગાંધી 20 ઓગસ્ટે પેંગોંગ લેક પર તેમના પિતા અને પૂર્વ પીએમ રાજીવ ગાંધીનો જન્મજયંતિ ઉજવશે. રાહુલ ગાંધીએ શુક્રવારે લદ્દાખની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન લેહમાં 500 થી વધુ યુવાનો સાથે વાતચીત કરી હતી. કોંગ્રેસ દ્વારા તેના સત્તાવાર X (અગાઉ ટ્વિટર) હેન્ડલ પર બાઈક પર સવાર રાહુલ ગાંધીની તસવીરો શેર કરવામાં આવી હતી.

રાહુલ ગાંધીનો અલગ અંદાજ જોવા મળ્યો

આ દરમિયાન રાહુલ ગાંધીએ પણ તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેમની બાઈક રાઈડની તસવીરો શેર કરી હતી. તેમણે લખ્યું, “પૈંગોંગ તળાવ તરફ જવાના અમારા માર્ગ પર, જે મારા પિતા કહેતા હતા, તે વિશ્વની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે.” 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી KTM 390 એડવેન્ચર પર સવારી કરી રહ્યા છે. KTM 390 એડવેન્ચર એ 373cc બાઇક છે જે 43 bhp મહત્તમ પાવર અને 37 Nm પીક ટોર્ક ઉત્પન્ન કરે છે. એડવેન્ચર-ટુરર લગભગ 170 kmphની ટોપ સ્પીડ સુધી પહોંચી શકે છે.   

કોંગ્રેસના લેહ જિલ્લા પ્રવક્તા અને LAHDC-લેહમાં વિરોધ પક્ષના નેતા, ત્સેરિંગ નામગ્યાલે જણાવ્યું હતું કે, “શુક્રવારે લેહમાં ભરચક ઓડિટોરિયમમાં રાહુલ ગાંધીએ 500થી વધુ યુવાનો સાથે 40 મિનિટ લાંબુ ઈન્ટરેક્ટિવ સત્ર કર્યું હતું અને તે જિલ્લામાં ફૂટબોલ મેચ પણ રમ્યા હતા.”

રાહુલ ગાંધી 25 ઓગસ્ટ સુધી લદ્દાખમાં રોકાશે

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુરુવારે કેન્દ્રશાસિત પ્રદેશની બે દિવસની મુલાકાતે લેહ પહોંચ્યા હતા. જો કે તેમનો પ્રવાસ 25 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યો છે. 5 ઓગસ્ટ, 2019 ના રોજ કલમ 370 અને 35 (A) હટાવ્યા બાદ રાહુલ ગાંધીની લદ્દાખની પ્રથમ મુલાકાત 30 સભ્યોની લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ (LAHDC) કારગિલ અને આવતા વર્ષે સામાન્ય ચૂંટણીઓ પહેલા આવે છે.

રાહુલ ગાંધીએ શુક્રવારે કહ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દેશની દરેક સંસ્થામાં પોતાના લોકોને સ્થાન આપી રહ્યું છે. વાયનાડ સાંસદે કહ્યું કે RSS બધું જ ચલાવી રહ્યું છે. રાહુલ ગાંધીએ લદ્દાખમાં કહ્યું કે, “RSS દરેક સંસ્થામાં પોતાના લોકોને બેસાડી રહ્યું છે અને બધું ચલાવી રહ્યું છે.”

10 સપ્ટેમ્બરે યોજાનારી કારગિલ હિલ કાઉન્સિલની ચૂંટણી માટે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે ભારતીય જનતા પાર્ટી (BJP) વિરુદ્ધ ચૂંટણી પૂર્વે ગઠબંધન કર્યું છે. પાર્ટીના પ્રવક્તાએ એમ પણ કહ્યું કે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે કારગિલ ચૂંટણી માટે ચૂંટણી પૂર્વે ગઠબંધન કર્યું હોવાથી રાહુલ ગાંધી તેમની મુલાકાત દરમિયાન કારગિલના પક્ષના નેતાઓ સાથે બેઠક યોજે તેવી શક્યતા છે.