રાહુલ ગાંધીએ લામાયુરુ પહોંચવા માટે બાઈક પર 130 કિમીનું અંતર કાપ્યું

કોંગ્રેસના નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી મંગળવારે લેહ શહેરમાંથી મોટરસાઈકલ પર સવાર થઈને પ્રાચીન મઠ અને અદ્ભુત લેન્ડસ્કેપ માટે જાણીતા લામાયુરુ પહોંચ્યા હતા. રાહુલ ગાંધી હાલ કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના પ્રવાસે છે. લામાયુરુ પહોંચવા માટે તેમણે લગભગ 130 કિમીનું અંતર કાપ્યું છે. આજે કારગિલ જિલ્લાના એક તાલુકા ઝંસ્કરમાં જતા પહેલા તે લામાયુરુમાં રાત્રિ રોકાણ કરશે. […]

Share:

કોંગ્રેસના નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી મંગળવારે લેહ શહેરમાંથી મોટરસાઈકલ પર સવાર થઈને પ્રાચીન મઠ અને અદ્ભુત લેન્ડસ્કેપ માટે જાણીતા લામાયુરુ પહોંચ્યા હતા. રાહુલ ગાંધી હાલ કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના પ્રવાસે છે. લામાયુરુ પહોંચવા માટે તેમણે લગભગ 130 કિમીનું અંતર કાપ્યું છે. આજે કારગિલ જિલ્લાના એક તાલુકા ઝંસ્કરમાં જતા પહેલા તે લામાયુરુમાં રાત્રિ રોકાણ કરશે. રાહુલ ગાંધી ગુરુવારે કારગિલ શહેરમાં રહેશે.

કોંગ્રેસના પ્રવક્તા અને લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ (LAHDC) ના વિપક્ષના નેતા ત્સેરિંગ નામગ્યાલે લેહમાં જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી સોમવારે મોટરસાઈકલ પર નુબ્રા વેલીથી લેહ પરત ફર્યા હતા અને સાંજે મુખ્ય બજારમાં લોકો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. 

17 ઓગસ્ટથી રાહુલ ગાંધી લદ્દાખમાં છે

53 વર્ષીય કોંગ્રેસના નેતા, રાહુલ ગાંધી 17 ઓગસ્ટના રોજ લદ્દાખ પહોંચ્યા હતા અને પ્રદેશના તેમના અઠવાડિયાના લાંબા પ્રવાસ દરમિયાન આગામી બે દિવસમાં કારગીલની મુલાકાત લેવાના છે. ઓગસ્ટ 2019માં જમ્મુ અને કાશ્મીરમાંથી અલગ થયા બાદ પ્રદેશને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો મળ્યા પછી તેમની આ પ્રથમ મુલાકાત હતી.

રાહુલ ગાંધીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું, “ભારત જોડો યાત્રા દરેક ભારતીયના હૃદય અને મગજમાં ઊંડે ઊંડે સુધી જડેલી છે. લેહની શેરીઓમાં ‘ભારત માતા કી જય’ નો ગુંજતો અવાજ આ એકતાનું મજબૂત ઉદાહરણ છે. સ્નેહ અને સહાનુભૂતિથી ભરેલા આ અવાજને કોઈ શક્તિ દબાવી શકશે નહીં.” 

રાહુલ ગાંધીએ તસવીરો અને એક વિડિયો પણ શેર કર્યો જેમાં તે એક ઈમારતના પહેલા માળે નિવૃત્ત સૈનિકોના જૂથને મળતા અને લેહના મુખ્ય બજારની શેરીઓમાં ભેગા થયેલા ઉત્સાહી ભીડનું અનુવાદન કરતા જોવા મળ્યા હતા.

એક અહેવાલમાં જણાવાયું છે કે ત્સેરિંગ નામગ્યાલે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી લામાયુરુના રસ્તાના કિનારે કેટલાક ફળ વિક્રેતાઓ પાસે મોંઘવારીના સમયમાં તેમની સમસ્યાઓ જાણવા માટે ગયા હતા. ત્સેરિંગ નામગ્યાલે વધુમાં જણાવ્યું હતું કે, “લામાયુરુમાં આજુબાજુ ભેગા થયેલા લોકોએ રાહુલ ગાંધીની પ્રશંસામાં સૂત્રોચ્ચાર કર્યા અને તેમની સાથે સેલ્ફી પણ લીધી હતી. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ લામાયુરુમાં રહેતા પરિવાર સાથે વાતચીત પણ કરી હતી.

શનિવારે, રાહુલ ગાંધીએ લેહથી પેંગોંગ લેક સુધી મોટરસાઈકલ ચલાવી અને બીજા દિવસે તેમના પિતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિની ઉજવણી કરવા માટે રાત્રે ત્યાં રોકાયા હતા. 

મોટરસાઈકલ પર નુબ્રા ખીણમાંથી પરત ફરતી વખતે, રાહુલ ગાંધીએ 18,380 ફૂટની ઊંચાઈએ વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ રોડ, ખારદુંગલા ખાતે પિક્ચર્સ લીધા હતા.

ત્સેરિંગ નામગ્યાલ, જેઓ આ પ્રવાસમાં રાહુલ ગાંધીની સાથે હતા તેમણે જણાવ્યું કે લેહ-કારગિલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર લામાયુરુ જતા સમયે, રાહુલ ગાંધી પ્રખ્યાત મેગ્નેટિક હિલ પર રોકાયા હતા અને પ્રખ્યાત અલ્ચી કિચનમાં બપોરનું ભોજન લીધું હતું.