ગુજરાત હાઇકોર્ટે રાહુલ ગાંધીની માનહાનિ કેસની અરજી ફગાવી

ગુજરાત હાઇકોર્ટે આજે રાહુલ ગાંધી દ્વારા માનહાનિ કેસમાં કરવામાં આવેલી અરજી ફગાવી હતી. આ કેસમાં રાહુલ ગાંધીના વકીલ પંકજ ચાંપાનેરીએ જણાવ્યું કે, રાહુલ ગાંધી દ્વારા દાખલ કરવામાં આવેલી રિવિઝન અરજીમાં ગુજરાત હાઇકોર્ટે અંતિમ ચુકાદો લગભગ 80 થી 90 પાનાંનો આપ્યો છે. આ ચુકાદો હજુસુધી અપલોડ થયો નથી. રાહુલ ગાંધીએ તેમની સામેના ફોજદારી માનહાનિનાં કેસમાં તેમની […]

Share:

ગુજરાત હાઇકોર્ટે આજે રાહુલ ગાંધી દ્વારા માનહાનિ કેસમાં કરવામાં આવેલી અરજી ફગાવી હતી. આ કેસમાં રાહુલ ગાંધીના વકીલ પંકજ ચાંપાનેરીએ જણાવ્યું કે, રાહુલ ગાંધી દ્વારા દાખલ કરવામાં આવેલી રિવિઝન અરજીમાં ગુજરાત હાઇકોર્ટે અંતિમ ચુકાદો લગભગ 80 થી 90 પાનાંનો આપ્યો છે. આ ચુકાદો હજુસુધી અપલોડ થયો નથી. રાહુલ ગાંધીએ તેમની સામેના ફોજદારી માનહાનિનાં કેસમાં તેમની સજા પર સ્ટે મૂકવાની માંગ કરતી અપીલ કરી હતી. 

રાહુલ ગાંધી દ્વારા 2019ની ચુંટણીમાં એક રેલીને સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અટકને લઈને કરવામાં આવેલી ટિપ્પણી બદલ માર્ચ મહિનામાં બે વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી. તેટલું જ નહીં આ સજા બાદ તેમણે સાંસદ પદેથી પણ ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. 

વર્ષ 2019 માં કર્ણાટક રાજ્યમાં એક ચૂંટણી રેલી દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “આ બધા ચોરોની અટક મોદી કેમ છે? નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી.” જેને અનુલક્ષીને ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુરતની નીચલી અદાલતમાં રાહુલ ગાંધી સામે કેસ કર્યો હતો. ત્યારબાદ રાહુલ ગાંધી એક રિવિઝન પિટિશન હાઇકોર્ટમાં દાખલ કરી હતી. અપીલને હાઇકોર્ટ દ્વારા ખારીજ કરતાં કોંગ્રેસ પક્ષ દ્વારા જણાવાયું કે, આ આદેશ સામે રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે. જ્યાં સુધી તેઓ તમામ કાનૂની અપીલ પૂરી ના કરે ત્યાં સુધી તેમની ધરપકડ કરવામાં આવશે નહીં. 

ગુજરાત હાઇકોર્ટ દ્વારા શુક્રવારે અપાયેલો ચુકાદો કોંગ્રેસ પક્ષ માટે આંચકારૂપ છે. કારણકે, તેનો સીધો અર્થ એ છે કે, તેઓ આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી નહીં લડી શકે. હાઇકોર્ટે અરજી ફગાવતા કહ્યું કે, રાહુલ ગાંધીની સજા વ્યાજબી અને યોગ્ય હતી. આ ચુકાદાના એક દિવસ પછી કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે,  આ કેસ “ભાષણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો મામલો” છે. આ ફરિયાદો શાસક ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકરો દ્વારા કરવામાં આવી છે. સરકારનો  ઉદ્દેશ્ય અભિવ્યક્તિની સ્વતંત્રતા પર નિયંત્રણ કરવાનો છે, તેથી જ માનહાનિના કાયદાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે.”

પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, ગાંધી “સત્ય માટે લડી રહ્યા હતા” અને આ લડાઈ ચાલુ રાખશે.

23 માર્ચે નીચલી કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને દોષિત ઠેરવવામાં આવ્યાના એક દિવસ પછી ગાંધીએ સંસદમાં તેમની બેઠક ગુમાવી હતી.  નિયમાનુસાર, ગુનામાં દોષિત અને બે કે તેથી વધુ વર્ષની જેલની સજા પામેલા ધારાસભ્યને તાત્કાલિક અસરથી ગેરલાયક ઠેરવવામાં આવે છે. હાઈકોર્ટના આ ચુકાદા બાદ રાહુલ ગાંધી તેમની અરજી સુપ્રમી કોર્ટમાં કરશે.