રાહુલ ગાંધી 25 ઓગસ્ટ સુધી લદ્દાખમાં રોકાશે, દિવંગત પિતા રાજીવ ગાંધીનો જન્મ દિવસ પેન્ગોગમાં ઉજવશે 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલ લદ્દાખના બે દિવસીય પ્રવાસે છે. ગુરુવારે બપોરે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ લેહ પહોંચ્યા હતા. કાર્યક્રમ પ્રમાણે રાહુલ ગાંધી ગુરુવાર અને શુક્રવાર બે દિવસ લદ્દાખ ના પ્રવાસે હતા, કોંગ્રેસ સૂત્રો અનુસાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો લદ્દાખ પ્રવાસ 25 ઓગસ્ટ સુધી વધારવામાં આવ્યો છે. રાહુલ ગાંધી લદ્દાખમાં જ ઉજવશે પિતાનો જન્મ દિવસ પાર્ટી […]

Share:

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલ લદ્દાખના બે દિવસીય પ્રવાસે છે. ગુરુવારે બપોરે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ લેહ પહોંચ્યા હતા. કાર્યક્રમ પ્રમાણે રાહુલ ગાંધી ગુરુવાર અને શુક્રવાર બે દિવસ લદ્દાખ ના પ્રવાસે હતા, કોંગ્રેસ સૂત્રો અનુસાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો લદ્દાખ પ્રવાસ 25 ઓગસ્ટ સુધી વધારવામાં આવ્યો છે.

રાહુલ ગાંધી લદ્દાખમાં જ ઉજવશે પિતાનો જન્મ દિવસ

પાર્ટી સૂત્રો પ્રમાણે રાહુલ 20 ઓગસ્ટ સુધી પેન્ગોગ તળાવ પર પોતાના પિતા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનો જન્મ દિવસ ઉજવશે. રાહુલ ગાંધી ગુરુવારે લદ્દાખ પહોંચ્યા અને લેહ એરપોર્ટ પર પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓએ તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું. 5 ઓગસ્ટ 2019ના આર્ટિકલ 370 અને 35 એ ને હટાવ્યા બાદ જમ્મુ- કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશો, લદ્દાખ અને જે કે વિભાજીત કર્યા બાદ રાહુલ ગાંધીનો આ પહેલો લદ્દાખ પ્રવાસ છે.

કારગિલ મેમોરિયલ જશે રાહુલ ગાંધી

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ તે પોતાના પ્રવાસ દરમિયાન કારગિલ મેમોરિયલ પણ જશે અને ત્યાં તેઓ યુવાઓ સાથે વાતચીત કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેઓ લેહમાં એક ફૂટબોલ મેચ પણ જોશે. રાહુલ પોતાના કોલેજ દિવસોમાં ફૂટબોલ પ્લેયર રહ્યા છે.

રાહુલ ગાંધી 25 ઓગસ્ટે 30 સદસ્યીય લદ્દાખ સ્વાયત્ત પહાડી વિકાસ પરિષદ કારગિલ ચૂંટણીની બેઠકમાં પણ ભાગ લશે. આ બેઠક 10 સપ્ટેમ્બર થનારી છે. કોંગ્રેસ અને નેશનલ કોન્ફેન્સે કારગિલ પરિષય ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ ચૂંટણી પહેલા ગઠબંધન બનાવ્યું છે.

લદ્દાખ પ્રવાસે રવાના થતાં પહેલાં રાહુલ ગાંધીએ નહેરુ મેમોરિયલ મ્યુઝિયમના નામ બદલવા પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે નહેરુની ઓળખ તેમના કાર્યો છે તેમનું નામ નથી.

સ્વતંત્રતા દિવસના અવસરે નવી દિલ્હીમાં તીન મૂર્તિ કોમ્પ્લેક્સમાં નહેરુ મેમોરિયલ મ્યુઝિયમનું નામ બદલીને પીએમ મ્યુઝ્યિમ એન્ડ લાઈબ્રેરી રાખવામાં આવ્યું હતું, આ મામલે નિર્ણય 15 જૂન 2023ના રોજ રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો.

રાહુલ ગાંધી તેમની મુલાકાત દરમિયાન કારગીલની મુલાકાત પણ લેશે. કારગીલમાં આગામી મિહને હિલ કાઉન્સિલની ચૂંટણી યોજાવાની છે. તેના કારણે રાહુલની આ મુલાકાત મહત્ત્વની માનવામાં આવી રહી છે. સમગ્ર મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ વધારશે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન કર્યું છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સંસદનું સભ્ય પદ પરત મળ્યા બાદ તેમને વધુ એક જવાબદારી સોંપાઈ છે. રાહુલ ગાંધીની સંરક્ષણ પરની સંસદીય સ્થાયી સમિતિમાં નિમણૂક કરાઈ છે. લોકસભા સચિવાલય તરફથી જણાવાયું કે, કોંગ્રેસ સાંસદ અમરસિંહને પણ સમિતિમાં નોમિનેટ કરાયા છે. માર્ચમાં સાંસદ તરીકે અયોગ્ય જાહેર કરાયા પહેલા રાહુલ ગાંધી સંરક્ષણ પરની સંસદીય પેનલના સભ્ય હતા. રાહુલ ગાંધીને તેમનું સંસદીય સભ્ય પદ 7મી ઓગસ્ટે પરત અપાયું હતું.