જયપુર-મુંબઈ એક્સપ્રેસમાં ચાલતી ટ્રેને RPFના જવાનનું ફાયરિંગ, 4નાં મોત

મુંબઈમાં આજે સવારે જયપુર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં ફાયરિંગની ઘટના બની છે. ચાલતી ટ્રેનમાં થયેલું આ શૂટઆઉટ મહારાષ્ટ્રના પાલઘર સ્ટેશન પાસે થયું. જયપુર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં ફાયરિંગની ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. આ ફાયરિંગમાં એક પોલીસકર્મીનું પણ મોત થયું છે. આ ટ્રેન રાજસ્થાનથી મુંબઈ સેન્ટ્રલ જઈ રહી હતી. મૃતકોમાં RPFના જવાન સહિત અન્ય મુસાફરો સામેલ જયપુર-મુંબઈ એક્સપ્રેસ […]

Share:

મુંબઈમાં આજે સવારે જયપુર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં ફાયરિંગની ઘટના બની છે. ચાલતી ટ્રેનમાં થયેલું આ શૂટઆઉટ મહારાષ્ટ્રના પાલઘર સ્ટેશન પાસે થયું. જયપુર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં ફાયરિંગની ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. આ ફાયરિંગમાં એક પોલીસકર્મીનું પણ મોત થયું છે. આ ટ્રેન રાજસ્થાનથી મુંબઈ સેન્ટ્રલ જઈ રહી હતી.

મૃતકોમાં RPFના જવાન સહિત અન્ય મુસાફરો સામેલ

જયપુર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં ચાલતી ટ્રેને RPFના કોન્સ્ટેબલ ચેતને ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં ચાર લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં RPFના ASI સહિત 3 મુસાફરો છે. 

આ ઘટના મહારાષ્ટ્રના પાલઘર રેલવે સ્ટેશન પાસે સવારે 5 વાગ્યાની આસપાસ બની હતી. આરોપી જવાન દહિસર સ્ટેશન પાસે ટ્રેનમાંથી નીચે ઉતરીને ભાગી ગયો હતો. પશ્ચિમ રેલવેએ જણાવ્યું છે કે આરોપી જવાનને તેના હથિયાર સાથે ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસ જવાનને પૂછપરછ માટે બોરીવલી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. પોલીસ આરોપીએ આવું શા માટે કર્યું તે જાણવાનો પ્રયાસ કરી રહી છે.

વહેલી સવારે જવાને ફાયરિંગ કર્યું

આ ઘટના જયપુર-મુંબઈ એક્સપ્રેસ (ટ્રેન નંબર 12956)ના કોચ નંબર B5માં બની હતી. આ ઘટના આજે સવારે 5.23 કલાકે બની હતી. RPF જવાન અને ASI બંને ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન કોન્સ્ટેબલ ચેતને અચાનક ASI પર ગોળીબાર કર્યો હતો, જેના કારણે મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. DCP પશ્ચિમ રેલવે, મુંબઈના સંદીપ વીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીની માનસિક સ્થિતિ સારી નથી. પરંતુ સવાલ એ ઊઠી રહ્યો છે કે જો તેની માનસિક સ્થિતિ સારી ન હતી તો તેને ફરજ પર કેમ રાખવામાં આવ્યો હતો.

આરોપી અને સિનિયર ASI વચ્ચે ઝઘડો થયો હતો

હાલ તો ફાયરિંગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ એવાં અહેવાલ છે કે, RPF કોન્સ્ટેબલ અને તેના સિનિયર ASI વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. જે બાદ કોન્સ્ટેબલે ગુસ્સામાં ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ પાલઘર અને મુંબઈ દહિસર વિસ્તાર વચ્ચે ટ્રેનમાં થયું હતું. RPF કોન્સ્ટેબલ ચેતન માનસિક તણાવમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

ફાયરિંગ કરનાર આરોપીની ધરપકડ

મીરા રોડ બોરીવલી વચ્ચે GRP મુંબઈના જવાનોએ આરોપી કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી અને ત્યાર બાદ આરોપીને બોરીવલી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. બંને RPFના જવાનો ફરજ પર હતા અને ઓફિશિયલ કામ માટે મુંબઈ આવી રહ્યા હતા. આરોપી જવાને પોતાની સર્વિસ ગનથી જ ફાયરિંગ કર્યું હતું.