ગુજરાતમાં હવે આગામી સપ્તાહમાં ચોક્કસ પ્રદેશોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ જણાઈ રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) જણાવે છે કે ચક્રવાત મધ્ય પ્રદેશથી પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું તેમજ પૂર્વથી પશ્ચિમ તરફનો શીયર ઝોન ગુજરાતમાંથી પસાર થાય છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ શનિવાર, જુલાઈ 22 સુધી સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરી […]

Share:

ગુજરાતમાં હવે આગામી સપ્તાહમાં ચોક્કસ પ્રદેશોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ જણાઈ રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) જણાવે છે કે ચક્રવાત મધ્ય પ્રદેશથી પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું તેમજ પૂર્વથી પશ્ચિમ તરફનો શીયર ઝોન ગુજરાતમાંથી પસાર થાય છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ શનિવાર, જુલાઈ 22 સુધી સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશમાં ભારે વરસાદ તેમજ 18 અને 19 જુલાઇના રોજ સમગ્ર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આજે વીજળીના ચમકારા સાથે વાવાઝોડાની શક્યતા છે, આગામી 4-5 દિવસ સુધી ઝાકળવાળું વાતાવરણ રહેવાની આશંકા IMDએ વ્યક્ત કરી છે.

IMD એ ગુજરાતના વિવિધ વિસ્તારો માટે કલર-કોડેડ એલર્ટ જારી કર્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર હાલમાં યલો એલર્ટ હેઠળ છે. તેનાથી વિપરિત, ગુજરાતના બીજા વિસ્તારોમાં આજથી ઓરેન્જ એલર્ટ અમલી બનશે, જે બાદમાં શુક્રવારથી યલો એલર્ટમાં પરિવર્તિત થઈ જશે. ગુજરાતમાં 1થી 17 જુલાઈની વચ્ચે 224.2 મીમી વરસાદ નોંધાયો છે, જે 66% જેટલો છે.

IMDએ આગામી થોડા દિવસો દરમિયાન રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પ્રદેશોના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

ગુરુવારે સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, મહિસાગર, વડોદરા, ભરૂચ, ડાંગ, પોરબંદર અને જૂનાગઢમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે અને રાજ્યભરમાં ભારે પવન સાથે હળવા વાવાઝોડાની શક્યતા છે.

શુક્રવારે અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, ખેડા, મહિસાગર, અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. તેમજ પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, વલાડ, સુરેન્દ્રનગર અને બોટાદમાં ભારે વરસાદની સંભાવના છે. શનિવારે, બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની અપેક્ષા છે, જ્યારે મહેસાણા, સાબરકાંઠા, જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની અપેક્ષા છે. 

રવિવારે ડાંગ, નવસારી, વલસાડ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદથી રાજ્યના 134 રસ્તા વાહન-વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યાં છે તો 9 સ્ટેટ હાઈવે અને 111 પંચાયત હસ્તકના રોડ બંધ કરવાની ફરજ પડી છે. 

દરિયાની સ્થિતિ અને  વરસાદી હવામાનને કારણે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. તદુપરાંત, આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વોટરશેડ અને પાડોશી વિસ્તારોમાં અચાનક પૂરનું મધ્યમ જોખમ જાહેર કરાયું છે. તેના કારણે નીચાણવાળા પ્રદેશોમાં પાણી ભરવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ રવિવાર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ યથાવત રહેશે. NDRFની ટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. તેથી આકસ્મિક પૂરની પરિસ્થિતિ સામે રેસ્ક્યુ ઓપેરશન કરવામાં સરળતા રહે.