રાજસ્થાનઃ સાસરીયાઓએ મહિલાને નગ્ન કરી, આખા ગામમાં દોડાવી 

રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના એક ગામમાં 21 વર્ષીય આદિવાસી મહિલાને તેના પતિ અને સાસરિયાઓ દ્વારા કથિત રીતે માર મારવામાં આવ્યો હતો અને નગ્ન પરેડ કરવામાં આવી હતી. તેનો વીડિયો ઓનલાઈન સામે આવ્યા બાદ આ ઘટના સામે આવી હતી. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ ક્રૂર ઘટનાની નિંદા કરી હતી. અશોક ગેહલોતના જણાવ્યા અનુસાર, ગુનેગારો સામે કડક કાર્યવાહી […]

Share:

રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના એક ગામમાં 21 વર્ષીય આદિવાસી મહિલાને તેના પતિ અને સાસરિયાઓ દ્વારા કથિત રીતે માર મારવામાં આવ્યો હતો અને નગ્ન પરેડ કરવામાં આવી હતી. તેનો વીડિયો ઓનલાઈન સામે આવ્યા બાદ આ ઘટના સામે આવી હતી. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ ક્રૂર ઘટનાની નિંદા કરી હતી. અશોક ગેહલોતના જણાવ્યા અનુસાર, ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.  

મહિલાની ઈજ્જત લૂંટાઈઃ CM ગહેલોત એક્શનમાં

અશોક ગેહલોતે ટ્વિટ કર્યું હતું કે,”DGPને ADG ક્રાઈમને સ્થળ પર મોકલવા અને મહિલાને નગ્ન પરેડ કરવાના  મામલે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. સંસ્કારી સમાજમાં આવા ગુનેગારો માટે કોઈ સ્થાન નથી.  ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ગુનેગારોને શક્ય હોય તેટલી વહેલી તકે જેલમાં ધકેલી દેવામાં આવશે અને ત્યારબાદ તેમને સજા આપવામાં આવશે. આ કેસની કાર્યવાહી ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સાસરીયાઓએ મહિલાને કરાવી નગ્ન પરેડ

મહત્વનું છે કે, રાજસ્થાનની એક મહિલાને તેના સાસરિયાઓ દ્વારા નગ્ન પરેડ કરવામાં આવી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, આ મહિલાને નગ્ન પરેડ કરવાની ઘટના ધારિયાવાડ પોલીસ સ્ટેશનની હદમાં જિલ્લાના પહાડા ગ્રામ પંચાયતના નિચલકોટા ગામમાં બની હતી. 

DGP (પોલીસ મહાનિર્દેશક ) ઉમેશ મિશ્રાએ જણાવ્યું હતું કે, રાજસ્થાનની આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ શુક્રવારે સાંજે આ મામલો પોલીસના ધ્યાન પર આવ્યો હતો. થોડા સમય પછી, જિલ્લાના SP, પોલીસ મહાનિરીક્ષક અને સંબંધિત પોલીસ સ્ટેશનના SHO સહિત અન્ય પોલીસ કર્મચારીઓ તુરંત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ મહિલાના લગ્ન એક વર્ષ પહેલા થયા હતા. તેના પર ગામમાં અન્ય વ્યક્તિ સાથે રહેવાનું શરૂ કર્યું હોવાનો આરોપ છે. પોલીસે જણાવ્યું કે પીડિતાનું અપહરણ કર્યા બાદ તેના પતિએ મારપીટ કરી હતી. મહિલાને નગ્ન કરીને ગામમાં લગભગ એક કિલોમીટર સુધી નગ્ન પરેડ કરાવવામાં આવી હતી.

DGP ઉમેશ મિશ્રાએ જણાવ્યું હતું કે, “પીડિતાના સાસરિયા પક્ષની કેટલીક મહિલાઓ પણ આ નગ્ન પરેડ કરવાની ઘટનામાં સામેલ જોવા મળી હતી અને આ કેસના આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ આ ઘટનામાં સામેલ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે.
પોલીસે શનિવારે માહિતી આપી હતી કે આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રતાપગઢના SP અમિત કુમારે જણાવ્યું હતું કે રાજસ્થાનના પ્રતાપગઢની મહિલાને નગ્ન પરેડ કરવાના સંબંધમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેમનો પીછો કરતાં આરોપીઓ ભાગવાનો પ્રયાસ કરતાં ઘાયલ થયા હતા. તેઓની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.”