રાજકોટઃ સુદાનથી પરત આવેલા લોકોને યુદ્ધની ભયાનકતા યાદ છે

રાજકોટ: સુદાનથી એરલિફ્ટ કરાયેલા પ્રથમ બેચમાંથી ત્રીસ લોકો શુક્રવારે સરકાર દ્વારા ગોઠવવામાં આવેલી બસમાં તેમના વતન રાજકોટ પહોંચ્યા હતા. તેમના વતનમાં પાછા ફરવાની પરિવારજનોની ખુશી શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નહોતી. આ પ્રસંગે લોકોએ ભગવાનનો આભાર માન્યો કે તેઓ આફ્રિકન દેશમાં અરાજકતામાંથી સુરક્ષિત રીતે પાછા ફરવામાં સફળ થયા. મહત્વનું છે કે, રાજકોટના પાંચ જણના પરિવાર […]

Share:

રાજકોટ: સુદાનથી એરલિફ્ટ કરાયેલા પ્રથમ બેચમાંથી ત્રીસ લોકો શુક્રવારે સરકાર દ્વારા ગોઠવવામાં આવેલી બસમાં તેમના વતન રાજકોટ પહોંચ્યા હતા. તેમના વતનમાં પાછા ફરવાની પરિવારજનોની ખુશી શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નહોતી. આ પ્રસંગે લોકોએ ભગવાનનો આભાર માન્યો કે તેઓ આફ્રિકન દેશમાં અરાજકતામાંથી સુરક્ષિત રીતે પાછા ફરવામાં સફળ થયા.

મહત્વનું છે કે, રાજકોટના પાંચ જણના પરિવાર સાથે પરત ફરેલા વિપિન મહેતાએ કહ્યું કે, ‘અમને ખબર નહોતી કે અમે સુદાનમાંથી સુરક્ષિત કેવી રીતે બહાર નીકળીશું. અમે અમારા દરવાજા ખોલવાની હિંમત પણ નહોતા કરી શકતા. અમારા મહોલ્લાની ચારેબાજુ બોમ્બ ધડાકા અને ગોળીબાર ચાલુ હતા અને ફાઈટર જેટ આકાશમાં ગર્જના કરી રહ્યા હતા. તે એક નરક જેવી પરિસ્થિતિ હતી અને અમને ખરેખર ખબર ન હતી કે અમે આ દિવસ જોવા માટે જીવિત હોઈશું કે કેમ!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાન એસ. જયશંકરનો આભાર માનતા, વિપિન મહેતાએ કહ્યું કે સુરક્ષિત અને સ્વસ્થ રીતે ઘરે પહોંચાડવા બદલ તેમનો આભાર વ્યક્ત કરતી વખતે શબ્દો નિષ્ફળ જાય છે.વિપિન મહેતા અને તેમનો પરિવાર ઓપરેશન કાવેરી હેઠળ બચાવી લેવામાં આવેલા જૂથનો એક ભાગ હતા. યુદ્ધગ્રસ્ત રાષ્ટ્રમાં તેમની દુર્દશા વર્ણવતા, રાજકોટ જીએસઆરટીસી ડેપો ખાતે બસમાંથી ઉતર્યા પછી સ્થળાંતર કરાયેલા લોકોએ જણાવ્યું હતું કે તેઓએ પોતાને તેમના ઘરોમાં બંધ કરી દીધા હતા અને તેમની પાસે પાણી કે ખોરાક ન હતો કારણ કે સ્થાનિક લોકો તેમને લૂંટી રહ્યા હતા અને મારી રહ્યા હતા. અમારી પરિસ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ હતી કે જાણે અમારા માટે બધા દરવાજા બંધ થઈ ગયા હોય.

80 વર્ષીય રંજનબેન અંબાલાલે જણાવ્યું હતું કે, “અમે પાંચ દિવસની કપરી મુસાફરી પછી ઘરે પહોંચ્યા છીએ, પરંતુ ક્યારેય આટલો આનંદ થયો નથી જેટલો આનંદ આ વખતે ઘરે આવીને થઈ રહ્યો છે.” વધુ એક પ્રવાસી વિરાજ કામદારે કહ્યું કે “સુદાનમાં પરિસ્થિતિ સૌથી ખરાબ છે. સદનસીબે, અમે અમારા તમામ દસ્તાવેજો સાથે સુરક્ષિત રીતે ઘરે પહોંચી ગયા.”

કામદારના જણાવ્યા મુજબ, સુદાનમાં કુલ 635 ગુજરાતી લોકો છે. જેમાંથી ચોથા ભાગથી પણ ઓછા ગુજરાતીઓ પહેલા બેંચમાં આવી શક્યા છે. આ બેચ ગુરુવારે પહોંચ્યોહતો, જ્યારે અન્યને હજુ પણ એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત વધુ એક સ્થળાંતર કરનાર નિરલ મહેતાએ જણાવ્યું હતું કે, “અમે ત્યાં જે કંઈ કમાયા હતા તે બધું જ છોડીને માત્ર અમારો જીવ લઈને ભારત પાછા ફર્યા છીએ.”