રાજ્યસભાના સ્પીકર જગદીપ ધનખડનો કોંગ્રેસના નેતાને જવાબ-  હું 45 વર્ષથી પરિણીત છું, ગુસ્સે નથી થતો

રાજ્યસભાના સ્પીકર અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ગુરુવારે સંસદની કાર્યવાહી દરમિયાન નિવેદન આપ્યું કે, “45 વર્ષથી પરિણીત છું હું ગુસ્સે નથી થતો”. તેમના રમૂજી નિવેદનથી ગૃહનું વાતાવરણ હાસ્યાસ્પદ બન્યું હતુ. તેનાથી સત્રમાં ગરમાગરમી વચ્ચે એક વિરામ મળ્યો હતો. જો કે, આ બોલાચાલી ટૂંક સમયમાં આક્રોશમાં ફેરવાઈ ગઈ કારણ કે મલ્લિકાર્જુન ખડગેએ સ્પીકર પર PM નરેન્દ્ર મોદીનો […]

Share:

રાજ્યસભાના સ્પીકર અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ગુરુવારે સંસદની કાર્યવાહી દરમિયાન નિવેદન આપ્યું કે, “45 વર્ષથી પરિણીત છું હું ગુસ્સે નથી થતો”. તેમના રમૂજી નિવેદનથી ગૃહનું વાતાવરણ હાસ્યાસ્પદ બન્યું હતુ. તેનાથી સત્રમાં ગરમાગરમી વચ્ચે એક વિરામ મળ્યો હતો. જો કે, આ બોલાચાલી ટૂંક સમયમાં આક્રોશમાં ફેરવાઈ ગઈ કારણ કે મલ્લિકાર્જુન ખડગેએ સ્પીકર પર PM નરેન્દ્ર મોદીનો બચાવ કરવાનો આરોપ લગાવ્યો અને તીવ્ર પ્રતિક્રિયા આપી હતી. 

આ ઘટના ગુરુવારે બની હતી. કાર્યવાહી દરમિયાન, જ્યારે કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે નિયમ 267 હેઠળ મણિપુરમાં હિંસા પર ચર્ચા માટે દલીલ કરી રહ્યા હતા. જો કે, સ્પીકરે સૂચવ્યું હતું કે આ મુદ્દા પર નિયમ 176 હેઠળ ચર્ચા થઈ શકે છે, જે ટૂંકા ગાળાની ચર્ચા માટે છે.

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, “નિયમ 267 હેઠળની નોટિસમાં માંગ કરવામાં આવી છે કે અન્ય તમામ મુદ્દાઓને બાજુ પર રાખવામાં આવે અને આ મુદ્દાને પ્રાથમિકતા પર લેવામાં આવે. આ એક દાખલો રહ્યો છે. મને સમજાતું નથી કે આ પ્રતિષ્ઠાનો મુદ્દો કેવી રીતે બની ગયો. તમે અમને કહ્યું હતું કે નિયમ 267 હેઠળ ચર્ચા કરવાનું કારણ હોવું જોઈએ, અમે તમને કારણ જણાવ્યું છે.” 

તેમણે વધુમાં કહ્યું, “ગઈકાલે મેં તમને વિનંતી કરી હતી, પરંતુ તમે કદાચ ગુસ્સે થયા હતા.” આ ટિપ્પણીથી હાજર સભ્યોમાં હાસ્ય છવાઈ ગયું.

મલ્લિકાર્જુન ખડગેને જગદીપ ધનખડનો રમૂજી જવાબ

સ્પીકર હસી પડયા અને કહ્યું, “હું 45 વર્ષથી વધુ સમયથી પરિણીત પુરુષ છું. હું ક્યારેય ગુસ્સે થતો નથી.” આ સાથે જ ગૃહમાં હાસ્યનો બીજો રાઉન્ડ આવ્યો.

જગદીપ ધનખડ પછી કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમનો ઉલ્લેખ કર્યો અને કહ્યું, “મિસ્ટર ચિદમ્બરમ, ખૂબ જ પ્રતિષ્ઠિત વરિષ્ઠ વકીલ છે તેઓ જાણતા હશે કે વરિષ્ઠ વકીલ તરીકે, અમારો ગુસ્સો ઓથોરિટી સમક્ષ દર્શાવવાનો અમને કોઈ અધિકાર નથી અને તમે (મલ્લિકાર્જુન ખડગે) એક ઓથોરિટી છો, સર.”

સ્પીકરે કૉંગ્રેસના વડાને તેમની ટિપ્પણીમાં “સુધારા” માટે દબાણ કર્યા પછી, મલ્લિકાર્જુન ખડગેએ જવાબ આપ્યો, “તમે તે જણાવતા નથી, પરંતુ તમે અંદરથી ગુસ્સે છો.”

કૉંગ્રેસના નેતાએ PM નરેન્દ્ર મોદીનો બચાવ કરવાનો અધ્યક્ષ પર આરોપ મૂક્યો ત્યારે આ બબાલ ટૂંક સમયમાં ઉગ્ર બની ગઈ હતી.

જેમ જેમ તણાવ વધતો ગયો, મલ્લિકાર્જુન ખડગેએ સ્પીકર પર આકરા પ્રહારો શરૂ કર્યા, તેમના પર નાના સૂચનો નકારવાનો અને ગૃહમાં PMની ગેરહાજરીનો બચાવ કરવાનો આરોપ મૂક્યો. આ ટીપ્પણીના કારણે ભાજપના સભ્યોએ વિરોધ કર્યો હતો.

મલ્લિકાર્જુન ખડગેના આરોપના જવાબમાં સ્પીકરે કહ્યું કે તેમને કોઈના દ્વારા બચાવની જરૂર નથી કે જેને 2014 અને 2019માં વૈશ્વિક માન્યતા અને ચૂંટણી જનાદેશ મળ્યો હોય.

મણિપુરમાં હિંસા પર ચર્ચા હાથ ધરવાના નિયમ પરના મતભેદને કારણે ઉપલા ગૃહમાં લગભગ બે અઠવાડિયાથી કાર્યવાહી અવરોધિત છે.