દિલ્હીના જહાંગીરપુરીમાં ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે એક વિશાળ રામ નવમી શોભાયાત્રા યોજાઇ

દિલ્હીના જહાંગીરપુરીમાં ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે એક વિશાળ રામનવમી શોભાયાત્રા યોજાઇ. 30 માર્ચે રામનવમી નિમિત્તે આ ઉજવણી કરાઇ.   રામનવમી નિમિત્તે યોજાયેલી રેલીમાં કોઈ રમખાણ ના થાય તે માટે આગમચેતી રૂપે રેલી પહેલા આ વિસ્તારમાં પોલીસ અને રમખાણ નિયંત્રણ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા આ શોભાયાત્રાને મંજૂરી આપવામાં આવી નહતી તેમ છતાં સેંકડો લોકોએ […]

Share:

દિલ્હીના જહાંગીરપુરીમાં ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે એક વિશાળ રામનવમી શોભાયાત્રા યોજાઇ. 30 માર્ચે રામનવમી નિમિત્તે આ ઉજવણી કરાઇ.  

રામનવમી નિમિત્તે યોજાયેલી રેલીમાં કોઈ રમખાણ ના થાય તે માટે આગમચેતી રૂપે રેલી પહેલા આ વિસ્તારમાં પોલીસ અને રમખાણ નિયંત્રણ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા આ શોભાયાત્રાને મંજૂરી આપવામાં આવી નહતી તેમ છતાં સેંકડો લોકોએ આ શોભાયાત્રામાં ભાગ લીધો હતો. 

પોલીસે જણાવ્યું કે, “અમે કાયદો અને વ્યવસ્થા જાળવવા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક પોલીસ, રમખાણ નિયંત્રણ દળ અને બહારના દળોની ચાર કંપનીઓ તૈનાત કરી છે. પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને લોકો પણ સહકાર આપી રહ્યા છે,” એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું કે રમઝાન દરમિયાન પાર્કમાં નમાજ પઢવાની પરવાનગી પણ નકારી દેવામાં આવી હતી.

આ જૂથે ઉત્તર-પશ્ચિમ દિલ્હીના જહાંગીરપુરીમાં ‘શ્રી રામ ભગવાન પ્રતિમા યાત્રા’ યોજવાની પરવાનગી માંગી હતી, પોલીસે ગઈકાલે આ વિસ્તારમાં 5 કિલોમીટરની રેલી યોજવાની જૂથની વિનંતીને નકારી કાઢી હતી. પોલીસે તેમને તેમની ઉજવણીને પાર્ક સુધી મર્યાદિત રાખવા કહ્યું હતું. 

 ગયા વર્ષે હનુમાન જયંતિની શોભાયાત્રા દરમિયાન હિંસાથી ભડકી હતી. ગયા વર્ષે, 16 એપ્રિલના રોજ રાષ્ટ્રીય રાજધાનીના જહાંગીરપુરીમાં હનુમાન જયંતિની શોભાયાત્રા દરમિયાન બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં આઠ પોલીસ કર્મચારીઓ અને એક સ્થાનિક રહેવાસી ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, અથડામણ દરમિયાન પથ્થરમારો અને આગચંપી થઈ હતી અને કેટલાક વાહનોને પણ સળગાવી દેવામાં આવ્યા હતા.

અત્રે એ ઉલ્લેખનીય છે કે રામનવમી એ ભગવાન રામનો જન્મદિવસ છે અને એક હિન્દુ તહેવાર તરીકે ઉજવાય છે કેટલાંક સ્થળોએ તે નિમિત્તે પૂજા અર્ચના તેમજ આરતી અને નદીમાં સ્નાન જેવા કાર્યક્રમો યોજાતા હોય છે તેમાં મોટી સાંખ્યામાં લોકો ભાગ લે છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે, જ્યારે ધરતી ઉપર સત્ય, પ્રામાણિકતા સદાચારનો પ્રભાવ ઘટવા લાગ્યો ઋષિ સંસ્કૃતિ પર દૈત્ય શક્તિ હાવી થવા લાગી ત્યારે શ્રી રામે તેનો નાશ કરવા જન્મ લીધો.  ચૈત્ર સુદ નવમી રામના જન્મ દિવસને લોકો ધામધૂમથી ઊજવતાં આવ્યા છે.  જો કે, આ વખતે દેશમાં અનેક સ્થળે જેમકે, વડોદરા હાવડા સહિતના સ્થળોએ પથ્થરમારો થવાના બનાવો બન્યા હતા અને તેને કારણે પોલીસ વધુ સતર્ક બની તેને નિયંત્રણમાં રાખી રહી છે.