Ram Temple Inauguration: 22મી જાન્યુઆરીએ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠામાં વડાપ્રધાન મોદી રહેશે હાજર

Ram Temple Inauguration: અયોધ્યામાં હિન્દુઓની આસ્થાના પ્રતીક રામ મંદિરના ઉદ્ઘાટન (Ram Temple Inauguration)ની તારીખ નક્કી થઈ ગઈ છે. આગામી 22 જાન્યુઆરી, 2024ના રોજ રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. વડાપ્રધાન મોદી (PM Modi) આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે. આ માટે તેમણે રામ મંદિર તીર્થ ક્ષેત્રના નિમંત્રણનો સ્વીકાર કર્યો છે.  રામ જન્મભૂમિ તીર્થ […]

Share:

Ram Temple Inauguration: અયોધ્યામાં હિન્દુઓની આસ્થાના પ્રતીક રામ મંદિરના ઉદ્ઘાટન (Ram Temple Inauguration)ની તારીખ નક્કી થઈ ગઈ છે. આગામી 22 જાન્યુઆરી, 2024ના રોજ રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. વડાપ્રધાન મોદી (PM Modi) આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે. આ માટે તેમણે રામ મંદિર તીર્થ ક્ષેત્રના નિમંત્રણનો સ્વીકાર કર્યો છે. 

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના પ્રતિનિધિ મંડળે બુધવારના રોજ વડાપ્રધાન મોદીની મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિ મંડળમાં ઉડુપી, કર્ણાટકના પીઠાધીશ્વર જગતગુરૂ માધવાચાર્ય, સ્વામી ગોવિંદદેવ ગિરિ અને નૃપેન્દ્ર મિશ્ર સામેલ હતા. પ્રતિનિધિ મંડળે વડાપ્રધાન મોદી (PM Modi)ને ફરી એક વખત અયોધ્યા માટે આમંત્રણ પાઠવ્યું હતું જેનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વીકાર કર્યો છે. 

વધુ વાંચો: જાન્યુઆરી મહિનાના ત્રીજા સપ્તાહમાં થશે શ્રી રામ જન્મભૂમિ મંદિરનું ઉદ્ઘાટનઃ જાણો વધુ વિગતો!

Ram Temple Inaugurationની તૈયારીઓ

અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટના ચંપક રાયે જણાવ્યું હતું કે, જાન્યુઆરી મહિનામાં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન મોદી સામેલ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત દેશભરના પ્રમુખ સાધુ-સંતો અને પ્રખ્યાત હસ્તિઓને પણ આ પ્રસંગે આમંત્રિત કરવામાં આવશે. તે સિવાય વિવિધ રાજકીય પાર્ટીઓના નેતાઓને પણ આમંત્રિત કરવામાં આવશે. 

PM Modiએ ટ્વિટ કરીને આપી જાણકારી

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના નિમંત્રણનો સ્વીકાર કરવાની જાણકારી આપી હતી. તેમણે લખ્યું હતું કે, “જય સીયારામ! આજનો દિવસ ખૂબ ભાવનાઓથી ભરેલો છે. હાલ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પદાધિકારીઓ મને મારા નિવાસસ્થાને મળવા આવ્યા હતા. તેમણે મને શ્રીરામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના અવસર પર અયોધ્યા આવવા માટે નિમંત્રણ પાઠવ્યું છે. હું મારી જાતને ખૂબ ધન્ય અનુભવી રહ્યો છું. આ મારૂં સૌભાગ્ય છે કે મારા જીવનકાળમાં હું આ ઐતિહાસિક અવસરનો સાક્ષી બનીશ.”

બિનરાજકીય કાર્યક્રમ

ટ્રસ્ટ દ્વારા રામ મંદિરના ઉદ્ઘાટન (Ram Temple Inauguration) સમારંભ માટે 136 સનાતન પરંપરાઓના 25,000થી વધારે હિન્દુ ધાર્મિક નેતાઓને આમંત્રિત કરવાની યોજના બનાવવામાં આવી છે. ચંપક રાયે જણાવ્યું હતું કે, મુખ્ય કાર્યક્રમને બિનરાજકીય રાખવા પ્રયત્ન કરવામાં આવશે. કાર્યક્રમમાં કોઈ સ્ટેજ નહીં હોય અને કોઈ સાર્વજનિક બેઠક નહીં થાય. 

વધુ વાંચો: PM Modi 30 અને 31 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાત લેશે

દેશભરમાં થશે ઉજવણી

રામલલ્લાના ભવ્ય મંદિરમાં વિરાજમાન થવાના પ્રસંગની દેશભરમાં ઉજવણી કરવામાં આવશે. આ માટે ટ્રસ્ટ રામ ભક્તોને અપીલ કરીને દેશના દરેક મઠ મંદિરમાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવા માટે કહેશે. 

રામલલ્લાના મંદિરની છતનું કામકાજ 90% પૂર્ણ

રામલલ્લાના મંદિરની છતનું કામ લગભગ 90%થી વધારે પૂરૂ થઈ ચુક્યું છે. નિર્માણાધીન મંદિરને ફાઈનલ ટચ આપવામાં આવી રહ્યો છે અને ટૂંક સમયમાં જ બારી-બારણા લગાવવાનું શરૂ કરી દેવાશે. ઉલ્લેખનીય છે કે, 5 ઓગષ્ટ, 2020ના રોજ વડાપ્રધાન મોદીએ રામ મંદિરનું ભૂમિ પૂજન કર્યું હતું.