RBIએ સામાન્ય માણસને આપી મોટી રાહત, રેપો રેટ યથાવત રાખ્યો

RBI (રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા) દ્વારા રેપો રેટ સંદર્ભે એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે જે અનેક વ્યાવસાયિક ક્ષેત્રે મહત્વનો નિર્ણય સાબિત થશે. આ અંતર્ગત RBIએ રેપો રેટ યથાવત રખવાનું નક્કી કર્યું છે. દરોને અકબંધ રાખવાથી સુનિશ્ચિત થાય છે કે વૃદ્ધિને ટેકો આપતી વખતે ફુગાવો ક્રમશઃ લક્ષ્ય સાથે સંરેખિત થાય છે. છેલ્લા 11 મહિનામાં રેપો […]

Share:

RBI (રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા) દ્વારા રેપો રેટ સંદર્ભે એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે જે અનેક વ્યાવસાયિક ક્ષેત્રે મહત્વનો નિર્ણય સાબિત થશે. આ અંતર્ગત RBIએ રેપો રેટ યથાવત રખવાનું નક્કી કર્યું છે. દરોને અકબંધ રાખવાથી સુનિશ્ચિત થાય છે કે વૃદ્ધિને ટેકો આપતી વખતે ફુગાવો ક્રમશઃ લક્ષ્ય સાથે સંરેખિત થાય છે. છેલ્લા 11 મહિનામાં રેપો રેટમાં 250 બેસિસ પોઈન્ટ્સ (bps)નો વધારો કરવામાં આવ્યો છે. ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે બેંકિંગ અને ગેર બેકિંગ નાણાંકિય પ્રણાલી સ્વસ્થ્ય બની છે. અને અત્યારના નાણાંકિય વર્ષ 7 ટકાથી અપેક્ષિત વૃદ્ધિની સાથે ભારતની આર્થિક ગતિવિધિ સરળ બનેલી છે. ગવર્નરે કહ્યું કે રેપો રેટ નહીં વધારવાનો નિર્ણય આ મીટિંગમાં લેવાયો છે. આગળની મીટિંગમાં કંઇક અલગ નિર્ણય લઇ શકે છે.

રેપો રેટ પ્રમાણે ભારતીય રિઝર્વ બેન્ક અને સેન્ટ્ર બેન્ક ઓફ ઇન્ડિયા અન્ય કોમર્શિયલ બેન્કોને પૈસા ઉધાર આપે છે. જ્યારે રિવર્સ રેપો દર એવો દર છે જેના આધારે કોમર્શિયલ બેન્ક RBIને પોતાની પાસે બચેલા વધારાના નાણાં જમા કરાવે છે અને વ્યાજદર અર્જીત કરે છે. નાણાંકિય વર્ષ 2024 માટે RBIએ આર્થિક વિકાસ દરમાં વધારો ના કરતા 6.4 ટકાથી 6.5 ટકા કરી દીધો છે. આમ RBIને ગ્રોથમાં વધારો થવાનો વિશ્વાસ છે.

RBI Repo Rateને ઘટાડવા અથવા વધારવા માટે દર બે મહિનાના અંતરાલ પર દ્વિ-માસિક સમીક્ષા કરે છે. આ સમીક્ષા RBIની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકમાં કરવામાં આવી છે. MPCની બેઠક સામાન્ય રીતે ત્રણ દિવસ માટે યોજવામાં આવે છે, પરંતુ ખાસ સંજોગોમાં, તે પણ એક દિવસમાં પૂર્ણ થાય છે. તેવી જ રીતે, દ્વિ-માસિક સમીક્ષા સામાન્ય રીતે બે મહિનાના અંતરાલ પર યોજાય છે, પરંતુ ખાસ સંજોગોમાં તે હોઈ શકે છે. એક મહિનાના અંતરાલ પર કરવામાં આવે છે. જેમ કે, તે મે 2022 માં કરવામાં આવ્યું હતું. અગાઉ, RBIએ પોલિસી વ્યાજ દર નક્કી કરવા એપ્રિલ મહિનામાં દ્વિ-માસિક સમીક્ષા કરી હતી. તે અનુસાર, જૂનમાં દ્વિ-માસિક સમીક્ષા થવી જોઈતી હતી, પરંતુ RBIએ અર્થતંત્રમાં રોકડના પ્રવાહને રોકવા અને લોનને મોંઘી કરીને ખર્ચ ઘટાડવા માટે મે મહિનામાં જ નીતિગત વ્યાજ દરોની સમીક્ષા કરવા MPCની બેઠક બોલાવી હતી અને વ્યાજ દરોમાં 0.40 ટકા અથવા 40 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરવામાં આવ્યો હતો.