RBI imposes penalties: ICICI અને કોટક મહિન્દ્રા બેંક સામે એક્શન, ગ્રાહકો પર અસર પડશે કે નહીં

RBI imposes penalties: ભારતીય રિઝર્વ બેંક (RBI)એ લોન રિકવરી નિયમોના ઉલ્લંઘન, છેતરપિંડી મામલે રિપોર્ટિંગને લઈ આઈસીઆઈસીઆઈ (ICICI) અને કોટક મહિન્દ્રા બેંક (Kotak Mahindra Bank) સામે કાર્યવાહી કરી છે. આ બંને બેંકને 16 કરોડ રૂપિયાની RBI દ્વારા પેનલ્ટી (RBI imposes penalties) ફટકારવામાં આવી છે.  RBIના કહેવા પ્રમાણે ICICI અને કોટક મહિન્દ્રા બેંક દ્વારા નિયમોના પાલનમાં ચૂક […]

Share:

RBI imposes penalties: ભારતીય રિઝર્વ બેંક (RBI)એ લોન રિકવરી નિયમોના ઉલ્લંઘન, છેતરપિંડી મામલે રિપોર્ટિંગને લઈ આઈસીઆઈસીઆઈ (ICICI) અને કોટક મહિન્દ્રા બેંક (Kotak Mahindra Bank) સામે કાર્યવાહી કરી છે. આ બંને બેંકને 16 કરોડ રૂપિયાની RBI દ્વારા પેનલ્ટી (RBI imposes penalties) ફટકારવામાં આવી છે. 

RBIના કહેવા પ્રમાણે ICICI અને કોટક મહિન્દ્રા બેંક દ્વારા નિયમોના પાલનમાં ચૂક થઈ હોવાથી તેમને નાણાકીય દંડ કરવામાં આવ્યો છે. અગાઉ સપ્ટેમ્બર મહિનાથી અત્યાર સુધીમાં RBI દ્વારા પેટીએમ બેંક સહિત આશરે 20 બેંકો, એનબીએફસી કંપનીઓ અને સહકારી સમિતિઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. 

RBI imposes penalties

RBIએ બેંકો દ્વારા નાણાકીય સેવાઓના આઉટસોર્સિંગ, બેંકો દ્વારા નિયુક્ત રિકવરી એજન્ટ્સ, બેંકોમાં ગ્રાહક સેવા અને લોન એડવાન્સ જોખમ પ્રબંધન અને આચાર સંહિતા મામલે નિર્દેશોના ઉલ્લંઘનને લઈ કોટક મહિન્દ્રા બેંકને 3.95 કરોડ રૂપિયાનો નાણાકીય દંડ કર્યો છે. 

RBIના કહેવા પ્રમાણે આ કાર્યવાહી બેંક દ્વારા કરવામાં આવેલી ભૂલને આધીન છે અને બેંક દ્વારા તેમના ગ્રાહકો સાથે કરવામાં આવેલી કોઈ પણ પ્રકારની લેવડ દેવડ કે કરારને પ્રભાવિત કરવાનો કોઈ ઈરાદો નથી. 

ઉપરાંત બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની કલમ 20ની પેટા કલમ (1)ના ઉલ્લંઘન બદલ ICICI બેંકને RBI દ્વારા પેનલ્ટી (RBI imposes penalties) ફટકારવામાં આવી છે. ICICI બેંકને 12.19 કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. સર્વોચ્ય બેંકના કહેવા પ્રમાણે ICICI બેંક નિર્ધારિત સમય મર્યાદાની અંદર સંસ્થાને છેતરપિંડીનો રિપોર્ટ સોંપવામાં અસફળ રહી છે. સર્વોચ્ય બેંક દ્વારા એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ કાર્યવાહીઓ ઉણપ કે ભૂલને આધારીત છે અને તેની ગ્રાહકો સાથેની લેવડદેવડ કે કરારની કાયદેસરતા પર કોઈ અસર નહીં પડે. 

વધુ વાંચો: દાવા વગરની થાપણો શોધવા માટે RBIએ ‘UDGAM’ પોર્ટલ લોન્ચ કર્યું

KYC માટે નિર્દેશ

આમ ICICI બેંકને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની જોગવાઈઓનું યોગ્ય પાલન ન કરવાને લઈ દંડ ફટકારવામાં આવ્યો છે જ્યારે કોટક મહિન્દ્રા બેંકને રિઝર્વ બેંકની અનેક ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરવા બદલ કરવા બદલ 3.95 કરોડ રૂપિયાનો નાણાકીય દંડ કર્યો છે. 

કેન્દ્રીય બેંકે ICICI બેંક પર ફ્રોડનું ક્લાસિફિકેશન કરવામાં અને તેની જાણકારી આપવામાં ઢીલ વર્તવાને લઈ દંડ ફટકાર્યો છે. સર્વોચ્ય બેંકના કહેવા પ્રમાણે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ અંતર્ગત તેને આ પ્રકારની કાર્યવાહી કરવાની શક્તિ મળેલી છે જેનો ઉપયોગ કરીને તેના દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. 

નોંધનીય છે કે, RBIની આ કાર્યવાહીની ગ્રાહકો પર કોઈ અસર નહીં પડે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આ કાર્યવાહી બેંકો સામે કરવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંકે ગ્રાહકોની તપાસ વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે પહેલ કરી છે. તેના અંતર્ગત બેંકો અને નોન બેન્કિંગ નાણાકીય કંપનીઓને થોડા થોડા સમયે KYC મામલે વિવિધ તપાસ કરવા કહેવામાં આવ્યું છે. 

વધુ વાંચો: નાણાકીય વર્ષ 2047 સુધીમાં ભારતની માથાદીઠ આવક 7.5 ગણી વધશે