દાવા વગરની થાપણો શોધવા માટે RBIએ ‘UDGAM’ પોર્ટલ લોન્ચ કર્યું

RBIએ થાપણો વગરની ડિપોઝિટ સ્કીમનો ઉકેલ શોધવા માટે UDGAM પોર્ટલ લોન્ચ કર્યું છે. UDGAMનું આખું નામ ‘અનક્લેમેડ ડિપોઝિટ્સ ગેટવે ટુ એક્સેસ ઈન્ફોર્મેશન’ છે. આનો અર્થ એ છે કે, જે બેંકોમાં જમા રકમ લાવારિસ પડેલી છે અને તે રકમ પર કોઈએ દાવો કર્યો નથી, તે રકમના હક્કદાર ક્લેઈમ કરીને આ રકમ પરત મેળવી શકે છે. RBIએ […]

Share:

RBIએ થાપણો વગરની ડિપોઝિટ સ્કીમનો ઉકેલ શોધવા માટે UDGAM પોર્ટલ લોન્ચ કર્યું છે. UDGAMનું આખું નામ ‘અનક્લેમેડ ડિપોઝિટ્સ ગેટવે ટુ એક્સેસ ઈન્ફોર્મેશન’ છે. આનો અર્થ એ છે કે, જે બેંકોમાં જમા રકમ લાવારિસ પડેલી છે અને તે રકમ પર કોઈએ દાવો કર્યો નથી, તે રકમના હક્કદાર ક્લેઈમ કરીને આ રકમ પરત મેળવી શકે છે. RBIએ કુલ 7 બેંકોના નામો આપ્યા છે, જેમાં અનક્લેમ્ડ ડિપોઝિટ પર ગ્રાહક દાવો કરી શકે છે. 15 ઓક્ટોબર સુધી આ 7 બેંકો ઉપરાંત અન્ય બેંકોને પણ જોડવામાં આવી શકે છે.

ભારતીય રિઝર્વ બેંકે કહ્યું કે, RBI અનક્લેમ્ડ ડિપોઝિટની વધતી પ્રવૃત્તિ અંગે લોકોને જાગૃત કરવા જનજાગૃતિ અભિયાન ચલાવતું રહે છે. બેંકે કહ્યું કે, લાવારિસ જમા રકમ પર દાવો કરવા, તેમની સંબંધિત બેંકોની ઓળખ કરવા અને તે બેંકોનો સંપર્ક કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરી રહ્યું છે.

RBIના UDGAM પોર્ટલથી ગ્રાહકોને થશે ફાયદો

RBIએ કહ્યું કે, ગ્રાહકો તેમના દાવા વગરના જમા-એકાઉન્ટની ઓળખ કરી શકે અને જમા રકમ પર દાવો કરી શકે અથવા તેમના ડિપોઝિટ એકાઉન્ટને સંબંધિત બેંકોમાં શરૂ કરાવી શકે, તે માટે આ વેબ પોર્ટલ ખુબ ઉપયોગી સાબિત થશે. RBI દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રીલીઝ મુજબ આ પ્લેટફોર્મ સહભાગી સંસ્થાઓ, રિઝર્વ બેંક ઓફ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડ (REBIT) અને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ફાઈનાન્સિયલ ટેકનોલોજી એન્ડ એલાઈડ સર્વિસીસ (IFTAS) સાથે ભાગીદારીમાં બનાવવામાં આવ્યું હતું. 

બેંકો તેમની વેબસાઇટ પર દાવો ન કરાયેલ રકમનો ડેટા શેર કરતી હતી. હવે રિઝર્વ બેંક તેમને એક પ્લેટફોર્મ પર લાવી છે. આ વેબ પોર્ટલ દ્વારા કોઈપણ વ્યક્તિ સરળતાથી તેનું એકાઉન્ટ જાણી શકશે. સેન્ટ્રલ બેંકની અખબારી યાદી અનુસાર, 6 એપ્રિલ 2023 સુધીનો ડેટા આ વેબ પોર્ટલ પર ઉપલબ્ધ રહેશે.

આ બેંકને UDGAM સાથે લિંક કરાઈ

  • SBI
  • પંજાબ નેશનલ બેંક
  • સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા
  • ધનલક્ષ્મી બેંક લિમિટેડ
  • સાઉથ ઈન્ડિયન બેંક લિમિટેડ
  • ડીબીએસ બેંક ઈન્ડિયા લિમિટેડ
  • સિટી બેંક 

વેબ પોર્ટલ લોન્ચ કરવાની સાથે જ ગ્રાહકો તેમની બિનઉપયોગી થાપણો અને ખાતાઓને સરળતાથી શોધી શકશે. તેનો ઉપયોગ કરીને તેઓ કાં તો તેમની વ્યક્તિગત બેંકોમાં તેમના થાપણ ખાતા સક્રિય કરી શકે છે અથવા નહિ વપરાયેલ થાપણની રકમ મેળવી શકે છે.  હાલમાં ગ્રાહકો પોર્ટલ પર સૂચિબદ્ધ સાત બેંકો સાથે તેમની દાવા વગરની થાપણો વિશેની માહિતી જોઈ શકશે. જોકે પોર્ટલ પર બાકીની બેંકો માટે શોધ સુવિધા 15 ઓક્ટોબર 2023 સુધીમાં શરૂ કરવામાં આવશે.