રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના નવા CFO તરીકે વેંકટચારી શ્રીકાંત નિમાયા

દેશ જાણીતી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં છેલ્લા કેટલા સમયથી ઘટાડો નોંધાઇ રહ્યો છે. જેથી કંપનીએ પોતાના મેનેજમેન્ટમાં મોટા ફેરફાર કરી નવા CFO નિમ્યા છે. તાજેતરમાંજ કંપનીએ આલોક અગ્રવાલની જગ્યાએ વેંકટચારી શ્રીકાંતની ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર એટલે કે CFO તરીકે નિમણૂંક કરી છે. રિલાયન્સે પોતાની જાહેરાતમાં કહ્યું કે, બોર્ડે આલોક અગ્રવાલની આગેવાની હેઠળ કંપનીની પરિવર્તનકારી યાત્રામાં યોગદાન […]

Share:

દેશ જાણીતી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં છેલ્લા કેટલા સમયથી ઘટાડો નોંધાઇ રહ્યો છે. જેથી કંપનીએ પોતાના મેનેજમેન્ટમાં મોટા ફેરફાર કરી નવા CFO નિમ્યા છે. તાજેતરમાંજ કંપનીએ આલોક અગ્રવાલની જગ્યાએ વેંકટચારી શ્રીકાંતની ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર એટલે કે CFO તરીકે નિમણૂંક કરી છે. રિલાયન્સે પોતાની જાહેરાતમાં કહ્યું કે, બોર્ડે આલોક અગ્રવાલની આગેવાની હેઠળ કંપનીની પરિવર્તનકારી યાત્રામાં યોગદાન બદલ પ્રશંસા કરી છે.

છેલ્લા કેટલાય સમયથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં ઘટાડો યથાવત રહ્યો છે. શેરોના ઘટાડા વચ્ચે જ કંપનીએ પોતાના મેનેજમેન્ટમાં મોટા ફેરફાર કરી આલોક અગ્રવાલની જગ્યાએ વેંકટચારી શ્રીકાંતની ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર તરીકે નિમણૂંક કરી છે. વેંકટચારી આગામી 1 જૂનથી પોતાનો ચાર્જ સંભાળશે. જોકે, આ પદ પર પહેલા આલોક અગ્રવાલ હતા. જે હવે રિલાયન્સના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટરના વરિષ્ઠ સલાહકારની જવાબદારી સંભાળશે. અગ્રવાલ પણ ૧ જૂનથી તેમના નવા પદનો ચાર્જ સંભાળશે.

મહત્વનું છે કે, આલોક અગ્રવાલે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં 30 વર્ષ પૂર્ણ કર્યા છે. 2005માં RILના CFO તરીકે આલોક અગ્રવાલની નિમણૂંક કરાઇ હતી. આલોક અગ્રવાલ IIT કાનપુર અને IIM અમદાવાદના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. અગ્રવાલ 1993માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં જોડાયા હતા અને 2005માં CFO બન્યા હતા. રિલાયન્સ પહેલા અગ્રવાલે બેંક ઓફ અમેરિકામાં 12 વર્ષ સુધી કામ કર્યુ હતું.

જોકે, હવે રિલાયન્સ કંપનીએ 18 વર્ષ બાદ પોતાના CFOને બદલ્યા છે. નવા CFO તરીકે વેંકટચારી શ્રીકાંતની નિમણૂક કરાઇ છે. જે છેલ્લા 14 વર્ષથી કંપની સાથે જોડાયેલા છે. વેંકટચારી શ્રીકાંત 2011થી છેલ્લા કેટલાક વર્ષોથી આલોક અગ્રવાલ સાથે CFO પદની જવાબદારી સાથે કામ કરી રહ્યા હતા. શ્રીકાંત અગાઉ ફોરેક્સ ટ્રેડિંગ અને ડેરિવેટિવ્ઝમાં સિટી ગ્રુપ સાથે બે દાયકા સુધી કામ કર્યુ હતું, જે બાદ માર્કેટ હેડ બનાવાયા હતા.

અહીં નોંધનીય છે કે, ગત સપ્તાહમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર 52 સપ્તાહની નીચલી સપાટીને સ્પર્શી 2203.50 રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. જોકે, એક દિવસ પહેલાની સરખામણીમાં શેરની કિંમતમાં 1.96 ટકાનો ઘટાડો થયો હતો. ડિસેમ્બર 2022માં ત્રિમાસિક ગાળામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 15,792 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો મેળવ્યો હતો. જે 2021ના આ જ સમયગાળાનાં 18,549 કરોડ રૂપિયાની સરખામણીમાં 14.8 ટકા ઓછો હતો. વળી, ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીની આવક 15 ટકા વધીને 2.20 લાખ કરોડ રૂપિયા થઈ છે. જે અગાઉના વર્ષે 1.91 લાખ કરોડ રૂપિયા હતી.