Ambani: મુકેશ અંબાણીએ બદ્રીનાથ ધામમાં પૂજા બાદ કર્યું ₹ 5 કરોડનું દાન

Ambani: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Ambani)એ ગુરૂવારના રોજ પરિવારના કેટલાક સદસ્યો સાથે ઉત્તરાખંડના બદ્રીનાથ ધામની મુલાકાત લીધી હતી. શ્રી બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિ (BKTC)ના ઉપાધ્યક્ષ કિશોર પવારે મુકેશ અંબાણીનું સ્વાગત કર્યું હતું.  મુકેશ અંબાણીએ ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે નાની પુત્રવધૂ રાધિકા સાથે બદ્રીનાથ ધામ ખાતે દર્શન કર્યા હતા અને મંદિરમાં પૂજા-અર્ચના કરી […]

Share:

Ambani: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Ambani)એ ગુરૂવારના રોજ પરિવારના કેટલાક સદસ્યો સાથે ઉત્તરાખંડના બદ્રીનાથ ધામની મુલાકાત લીધી હતી. શ્રી બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિ (BKTC)ના ઉપાધ્યક્ષ કિશોર પવારે મુકેશ અંબાણીનું સ્વાગત કર્યું હતું. 

મુકેશ અંબાણીએ ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે નાની પુત્રવધૂ રાધિકા સાથે બદ્રીનાથ ધામ ખાતે દર્શન કર્યા હતા અને મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. ભગવાનના આશીર્વાદ મેળવ્યા બાદ મુકેશ અંબાણી (Ambani)એ મંદિર સમિતિને ચેકના માધ્યમથી 5 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. મુકેશ અંબાણીએ બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજયને 5 કરોડ રૂપિયાના દાન માટેના ચેકની સોંપણી કરી હતી. 

મુકેશ અંબાણી પોતાના ચાર્ટર્ડ હેલિકોપ્ટર દ્વારા સિવિલ હેલિપેડ બદ્રીનાથ પહોંચ્યા હતા જ્યાં બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષે તેમનું ફૂલની માળા પહેરાવીને સ્વાગત કર્યું હતું. મુકેશ અંબાણી (Ambani)ની સાથે તેમના નાના દીકરાની જેના સાથે સગાઈ થઈ છે તે રાધિકા મર્ચન્ટ પણ જોવા મળી હતી. 

વધુ વાંચો: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ભારતમાં AI સુપર કમ્પ્યુટર્સ બનાવવા માટે NVIDIA સાથે ભાગીદારીની જાહેરાત કરી

બદ્રીનાથ ધામ ખાતે દર્શન કર્યા બાદ મુકેશ અંબાણી હેલિકોપ્ટર દ્વારા કેદારનાથ ધામ પહોંચ્યા હતા જ્યાં બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના પદાધિકારીઓ અને પંડા સમાજના લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું. મુકેશ અંબાણીએ કેદારનાથ ધામ ખાતે ભગવાન શિવનો મહાભિષેક કર્યો હતો અને વિશેષ પૂજા અર્ચના કરી હતી. ત્યાર બાદ તેઓ ગંતવ્ય સ્થળે રવાના થયા હતા. 

મુકેશ અંબાણી બદ્રીનાથ ધામ પહોંચ્યા હોવાથી ત્યાં સુરક્ષાની વિશેષ સઘન વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી. ગત વર્ષે પણ મુકેશ અંબાણીએ બદ્રીનાથ ધામ ખાતે 5 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. તેમના દીકરા અનંત અંબાણીને 2019માં બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના સદસ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. 

નોંધનીય છે કે, મુકેશ અંબાણી દર વર્ષે ઉત્તરાખંડના ધામ ખાતે ભગવાનના દર્શન કરવા આવતા હોય છે. ગત વર્ષે પણ તેમણે પરિવારના કેટલાક સદસ્યો સાથે બદ્રીનાથ અને કેદારનાથ બાબાના દર્શન કર્યા હતા. 

વધુ વાંચો: QIAએ મુકેશ અંબાણીના રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં $1 બિલિયનનું રોકાણ કર્યું

બુધવારના રોજ ‘360 વન વેલ્થ હુરૂન ઈન્ડિયા’ની ભારતીય અમીરોની 2023ના વર્ષની યાદી સામે આવી હતી. જેમાં મુકેશ અંબાણી (Ambani) ફરી એક વખત અદાણી ગ્રુપને પછાડીને દેશના સૌથી વધુ ધનિક ભારતીય બની ગયા છે. આ યાદી પ્રમાણે 66 વર્ષીય મુકેશ અંબાણીની સંપત્તિમાં 2 ટકાના વધારા સાથે તે 8.08 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. 

તાજેતરમાં જ દિગ્ગજ ક્રિકેટર સુરેશ રૈનાએ પણ બદ્રીનાથ ધામના દર્શન કર્યા હતા અને વિશેષ પૂજા કરી હતી. બુધવારે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ મુલાયમ સિંહ યાદવના નાના દીકરા પ્રતીક યાદવે પણ બદ્રીનાથ ધામમાં દર્શન કર્યા હતા અને ત્યાર બાદ બ્રહ્મકપાલમાં પોતાના દિવંગત પિતા અને માતાનું પિંડદાન કર્યું હતું.