Mukesh Ambani: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી મળી

Mukesh Ambani: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી (death threats) મળી છે. મુકેશ અંબાણીને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે, જેમાં 20 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી છે અને કહ્યું છે કે જો પૈસા આપવામાં નહીં આવે તો તેણે પોતાનો જીવ ગુમાવવો પડશે. મુકેશ અંબાણીને આ ધમકી 27 ઓક્ટોબરે સાંજે મળી હતી.  ઈમેલમાં લખ્યું […]

Share:

Mukesh Ambani: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી (death threats) મળી છે. મુકેશ અંબાણીને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે, જેમાં 20 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી છે અને કહ્યું છે કે જો પૈસા આપવામાં નહીં આવે તો તેણે પોતાનો જીવ ગુમાવવો પડશે. મુકેશ અંબાણીને આ ધમકી 27 ઓક્ટોબરે સાંજે મળી હતી. 

ઈમેલમાં લખ્યું હતું, “જો તમે અમને 20 કરોડ રૂપિયા નહીં આપો તો અમે તમને મારી નાખીશું, અમારી પાસે ભારતના શ્રેષ્ઠ શૂટર્સ છે.” આ ઈમેલ મળ્યા બાદ મુકેશ અંબાણીના સુરક્ષા ઈન્ચાર્જની ફરિયાદના આધારે ગામદેવી પોલીસે IPCની કલમ 387 અને 506 (2) હેઠળ અજાણી વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધીને તપાસ શરૂ કરી છે. 

વધુ વાંચો: વડાપ્રધાને કહ્યું, વિશ્વનાં ટોપ-3 સ્ટાર્ટઅપ્સ ઈકોસિસ્ટમમાં ભારત સામેલ

Mukesh Ambaniને ધમકી મળતાં સુરક્ષા વધારાઈ

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 29 સપ્ટેમ્બરે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ની સુરક્ષા વધારી દીધી હતી. તેમને Z+ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી. સિક્યોરિટી પર આવતા ખર્ચની ચુકવણી મુકેશ અંબાણી આપશે. આ ખર્ચ 40થી 45 લાખ રૂપિયા પ્રતિ માસ થાય છે. અગાઉ તેમને Z કેટેગરીની સુરક્ષા મળી હતી. એક અહેવાલ અનુસાર, IBની ભલામણ પર ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો છે. IBએ મુકેશ અંબાણી પર જોખમ હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

અગાઉ, 15 ઓગસ્ટ 2022ના રોજ પણ મુકેશ અંબાણીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી (death threats) મળી હતી. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ડિસ્પ્લે નંબર પર ધમકીભર્યા ફોન કોલ્સ કરવામાં આવ્યા હતા. ફોન કરનારે ધમકી આપી હતી કે ત્રણ કલાકમાં તેમના આખા પરિવારને ખતમ કરી દેવાશે. 

વધુ વાંચો: Gujarat HCએ યુટ્યુબને ન્યાયાધીશની માફીનો વીડિયો હટાવવાનો આદેશ આપ્યો

આ પછી 5 ઓક્ટોબર 2022ના રોજ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. હોસ્પિટલના લેન્ડલાઈન નંબર પર અજાણી વ્યક્તિનો બે વખત કોલ આવ્યો હતો, જેમાં કોલ કરનારે અંબાણી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી (death threats) આપી હતી. પહેલો કોલ લગભગ 1 વાગ્યે આવ્યો હતો અને બીજો કોલ સાંજે 5 વાગ્યે આવ્યો હતો. આ પછી હોસ્પિટલ અને મુકેશ અંબાણી (Mukesh Ambani)ના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. આ કેસમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. ધમકી આપનાર વ્યક્તિની ઓળખ રાકેશ કુમાર મિશ્રા તરીકે થઈ હતી. 

10 જાન્યુઆરી, 2023ના રોજ મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં બોમ્બ હોવાની ધમકી આપવામાં આવી હતી. મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે સાંજે 4.30 વાગ્યે સ્કૂલના લેન્ડલાઈન પર કોલ આવ્યો હતો. ફોન કરનારે સ્કૂલમાં ટાઈમ-બોમ્બ પ્લાન્ટ કર્યો હોવાનો દાવો કર્યો હતો. આ પછી ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો હતો.

Tags :