અન્ન ભાગ્ય યોજના હેઠળ ચોખાના વિતરણમાં વિલંબ થઈ શકે છે

ચુંટણી પહેલા કોંગ્રેસ સરકાર દ્વારા મફતમાં ચોખા આપવાની અન્ન ભાગ્ય યોજના 1 જુલાઈએ ચાલુ થઈ શકે તેની શક્યતા ઘટી રહી છે. કારણ કે આ યોજના માટે આવશ્યક 2.29 લાખ મેટ્રિક ટન ચોખાની જોગવાઈ કરવામાં અનેક મુશ્કેલીઓ આવી રહી છે. કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ જણાવ્યું કે, ચોખા માટે વિવિધ સ્ત્રોત્તની શોધ ચાલી રહી છે.  કર્ણાટકની સરકાર દ્વારા […]

Share:

ચુંટણી પહેલા કોંગ્રેસ સરકાર દ્વારા મફતમાં ચોખા આપવાની અન્ન ભાગ્ય યોજના 1 જુલાઈએ ચાલુ થઈ શકે તેની શક્યતા ઘટી રહી છે. કારણ કે આ યોજના માટે આવશ્યક 2.29 લાખ મેટ્રિક ટન ચોખાની જોગવાઈ કરવામાં અનેક મુશ્કેલીઓ આવી રહી છે. કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ જણાવ્યું કે, ચોખા માટે વિવિધ સ્ત્રોત્તની શોધ ચાલી રહી છે. 

કર્ણાટકની સરકાર દ્વારા ગરીબોને મહિને પાંચ કિલો ચોખા પહેલી જુલાઈથી આપવામાં આવશે તેવી જાહેરાત કરાઈ હતી. આ યોજનાના અમલ માટે રાજ્યને 2.29 લાખ મેટ્રિક ટન ચોખા ખરીદવાના લક્ષ્ય પાર કરવો મુશ્કેલ છે. ખાદ્ય મંત્રાલયે તેની પાસે પુરવઠો નથી હોવાનું જણાવતા રાજ્ય દ્વારા વિવિધ કેન્દ્રીય એજન્સીઓ સમક્ષ આ માટે રજૂઆત કરાઈ છે. કર્ણાટકના મુખ્યપ્રધાને જણાવ્યું કે, કેન્દ્ર સરકાર કર્ણાટક સરકારને ઓછા ખર્ચે ચોખાના પુરવઠાથી વંચિત રાખી રહી છે. તેમણે શનિવારે જણાવ્યું કે, રાજ્યએ ક્વોટેશન મંગાવ્યું હતું અને એક વર્ષ માટે ચોખાનો પુરવઠો મળી રહે તે માટે કેન્દ્રીય એજન્સીઓ સાથે વાટાઘાટો પણ કરી રહ્યું છે. જેમાં નેશનલ કન્ઝ્યુમર્સ કો-ઓપરેટિવ ફેડરેશન, કેન્દ્રીય ભંડાર અને નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન સાથે વાટાઘાટો ચાલી રહી છે.

સિદ્ધારમૈયાએ જણાવ્યું કે, અમે મફત ચોખા આપવાની યોજના 1 જુલાઈથી શરૂ કરવા માંગતા હતા પણ અમને આ માટે પર્યાપ્ત માત્રામાં ચોખાનો જથ્થો મળ્યો નથી. 

અમે ચોખા મેળવવા માટે પંજાબ અને છત્તીસગઢ પાસે માંગણી કરી હતી. અમે તેલાંગણા સાથે વાત કરી પરંતુ અમને જરૂરી જથ્થો મળ્યો નથી. 

અન્ન ભાગ્ય યોજના હેઠળ અમને 2.29 લાખ મેટ્રિક ટન ચોખાની આવશ્યકતા છે. આટલા પ્રમાણમાં કોઈ રાજ્ય પાસે ચોખા નથી. તેલાંગણાના કહેવા પ્રમાણે તેઓ ચોખા નહીં પરંતુ અન્ય કોઈ ધાન્ય આપી શકશે. છત્તીસગઢ એક મહિના માટે પુરવઠો આપી શકશે પરંતુ અન્ય મહિનામાં યોજના કેમ ચલાવવી? પંજાબ પાસે હાલમાં કોઈ સ્ટોક નથી પણ તેઓ નવેમ્બરમાં સપ્લાય કરી શકશે. આંધ્રપ્રદેશમાં પણ પર્યાપ્ત પુરવઠો નથી તેમ તેમણે જણાવ્યું હતું.  

કેન્દ્રીય અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન પિયુષ ગોયલે જ્યારે કર્ણાટકના અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન એચ. મુનિયપ્પાને કહ્યું કે, કેન્દ્ર સરકારે ફુગાવાને નિયંત્રિત કરવા માટે ચોખાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હોવાથી ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા આ યોજના માટે ચોખા ફાળવી શકશે નહીં.