કેનેડિયન સિંગર શુભના મુંબઈ કોન્સર્ટ પહેલા હંગામો, વિરાટ કોહલીએ અનફોલો કર્યો

ખાલિસ્તાનીઓને લઈને વધી રહેલા હોબાળા વચ્ચે ભારતમાં કેનેડિયન ગાયક શુભના કોન્સર્ટને લઈને ભારે હોબાળો થયો છે. કેનેડા સ્થિત પંજાબી ગાયક શુભનીત સિંહ, જેઓ શુભ તરીકે જાણીતા છે, તેમના મુંબઈ કોન્સર્ટ સામે ભારે વિરોધનો સામનો કરી રહ્યા છે.ભારતીય જનતા યુવા મોરચા (BJYM) ના કેટલાક સભ્યોએ આરોપ લગાવ્યો છે કે ગાયક શુભ અલગતાવાદી ખાલિસ્તાની તત્વોને સમર્થન આપે […]

Share:

ખાલિસ્તાનીઓને લઈને વધી રહેલા હોબાળા વચ્ચે ભારતમાં કેનેડિયન ગાયક શુભના કોન્સર્ટને લઈને ભારે હોબાળો થયો છે. કેનેડા સ્થિત પંજાબી ગાયક શુભનીત સિંહ, જેઓ શુભ તરીકે જાણીતા છે, તેમના મુંબઈ કોન્સર્ટ સામે ભારે વિરોધનો સામનો કરી રહ્યા છે.ભારતીય જનતા યુવા મોરચા (BJYM) ના કેટલાક સભ્યોએ આરોપ લગાવ્યો છે કે ગાયક શુભ અલગતાવાદી ખાલિસ્તાની તત્વોને સમર્થન આપે છે.

શા માટે થઈ રહ્યો છે શુભનો વિરોધ? 

BJYM સભ્યોએ તાજેતરમાં શુભના પોસ્ટરો ફાડી નાખ્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે ગાયક શુભ અલગતાવાદી ખાલિસ્તાની તત્વોને સમર્થન આપે છે.પંજાબ, જમ્મુ અને કાશ્મીરને બાદ કરતા ભારતના વિકૃત નકશાને દર્શાવતી શુભની સોશિયલ મીડિયા પોસ્ટ પણ વાયરલ થઈ છે, જેનાથી બધા નિરાશ થઈ ગયા છે.

વાયરલ પોસ્ટ શુભ દ્વારા શેર કરવામાં આવી હતી જ્યારે પંજાબ પોલીસ અમૃતપાલ સિંહ નામના ભાગેડુની શોધમાં હતી.

કેનેડિયન પંજાબી ગાયકે કેમ શેર કર્યો ખોટો નકશો?

શુભે પંજાબ માટે પ્રાર્થના કરતી વખતે સોશિયલ મીડિયા પર ભારતનો વિકૃત નકશો શેર કર્યો હતો. શુભ ખાલિસ્તાની સમર્થક છે. ખાલિસ્તાની આતંકવાદીઓ ભિંડરાવાલેને પોતાનો હીરો માને છે. ઓપરેશન બ્લુસ્ટાર બાદ ખાલિસ્તાની આતંકવાદીઓને પાકિસ્તાન અને કેનેડામાં આશ્રય મળ્યો હતો. પાકિસ્તાનની સાથે સાથે કેનેડાની ધરતી પરથી પણ ભારત વિરોધી ગતિવિધિઓ સતત જોવા મળી રહી છે.

વિરાટ કોહલીએ શુભને કેમ અનફોલો કર્યો?

શુભ “એલિવેટેડ,” “ઓજી,” અને “ચેક્સ” જેવા ગીતો માટે જાણીતો છે. શુભ એક સમયે કોહલીનો ફેવરિટ સિંગર હતો.અહેવાલ મુજબ, ક્રિકેટર કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાએ પણ શુભને સોશિયલ મીડિયા પર અનફોલો કરી દીધો છે. 

શુભનો શો મુંબઈમાં 23-25 ​​સપ્ટેમ્બર વચ્ચે યોજાવાનો હતો

શુભ 23-25 ​​સપ્ટેમ્બરના રોજ કોર્ડેલિયા ક્રૂઝ પર યોજાનારા ‘ક્રુઝ કંટ્રોલ 4.0’ કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યો છે. આ સિવાય તે ત્રણ મહિના સુધી ભારતમાં અલગ-અલગ શો કરવાનો પ્રોગ્રામ નક્કી કરા.ો છે. આ અંતર્ગત તે નવી દિલ્હી, બેંગલુરુ અને હૈદરાબાદ સહિત અનેક સ્થળોની મુલાકાત લઈ શકશે.

મુંબઈમાં પર્ફોર્મ કરવાની મંજૂરી આપીશું નહીં: BJYM પ્રમુખ

“ભારતની અખંડિતતા અને એકતાના દુશ્મન એવા ખાલિસ્તાનીઓ માટે કોઈ જગ્યા નથી. અમે કેનેડિયન ગાયક શુભને છત્રપતિ શિવાજી મહારાજની પવિત્ર ભૂમિ, મુંબઈમાં પરફોર્મ કરવાની મંજૂરી આપીશું નહીં. જો કોઈ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો આયોજકોએ અમારા વિરોધનો સામનો કરવો પડશે,” BJYM એ ભારતમાં શુભના શોને રદ કરવાની માંગ પણ કરી છે. જોકે વિરોધના વંટોળ વચ્ચે છેવટે તેનો શૉ રદ્દ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલ કેનેડા અને ભારત વચ્ચે ખાલિસ્તાની મુદ્દાને લઈ ડિપ્લોમસી બોલાચાલી રહી છે. તેવામાં સિંગરે ભારતનો ખોટો નકશો જાહેર કરતા ભારે વિવાદ સર્જાયો છે.