મચ્છરજન્ય રોગોમાં ઉછાળો, અમદાવાદ-ગાંધીનગરમાં વધ્યા  ડેન્ગ્યુના કેસ

છેલ્લા એક અઠવાડિયાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વાયરલ ઈન્ફેક્શન અને વેક્ટર-બોર્ન ડિસીઝથી થતાં તાવના કેસમાં 30%નો ઉછાળો જોવા મળી રહ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ડેન્ગ્યુના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.  અમદાવાદના પશ્ચિમી વિસ્તારમાં ડેન્ગ્યુના કેસ વધ્યા અમદાવાદમાં વધી રહેલા વેક્ટર બોર્ન ડિસીઝના ડેટા પરથી એક અન્ય તારણ પણ સામે આવ્યું છે. જે મુજબ અમદાવાદના પશ્ચિમ […]

Share:

છેલ્લા એક અઠવાડિયાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વાયરલ ઈન્ફેક્શન અને વેક્ટર-બોર્ન ડિસીઝથી થતાં તાવના કેસમાં 30%નો ઉછાળો જોવા મળી રહ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ડેન્ગ્યુના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. 

અમદાવાદના પશ્ચિમી વિસ્તારમાં ડેન્ગ્યુના કેસ વધ્યા

અમદાવાદમાં વધી રહેલા વેક્ટર બોર્ન ડિસીઝના ડેટા પરથી એક અન્ય તારણ પણ સામે આવ્યું છે. જે મુજબ અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં શહેરના પૂર્વ વિસ્તારની સરખામણીએ ડેન્ગ્યુના કેસની સંખ્યા લગભગ બમણી છે. અમદાવાદમાં 14 ઓગષ્ટથી 20 ઓગષ્ટ દરમિયાન ડેન્ગ્યુના 164 કેસ નોંધાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં નોંધાયેલા આ ડેટા પ્રમાણે 105 જેટલા કેસ એટલે આશરે 64% કેસ શહેરના પશ્ચિમી વિસ્તારોમાંથી નોંધાયા છે. 

અમદાવાદમાં ડેન્ગ્યુ ઉપરાંત મેલેરિયા અને સિઝનલ ફ્લુના કેસમાં પણ ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. નિષ્ણાતો શહેરમાં વધી રહેલા આ પ્રકારના કેસ માટે વાતાવરણ, ખુલ્લી જગ્યાઓમાં પાણીનો ભરાવો અને બાંધકામ સાઈટ્સની ઉંચી ઘનતાને જવાબદાર માને છે. 

AMC દ્વારા આરોગ્યલક્ષી પગલાં લેવાયા

અમદાવાદ શહેરમાં વધી રહેલા રોગોના પ્રસાર પૈકી ડેન્ગ્યુના 97 અને મેલેરિયાના 29 કેસ સરકારી સુવિધા કેન્દ્રો ખાતે નોંધાયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે મચ્છરજન્ય રોગો સામે શહેરીજનોના રક્ષણ માટે ફ્યુમિગેશન, મચ્છરોના ઉત્પત્તિ સ્થળોને સીલ કરવા અને પાણી ભરાયું હોય તેવા સ્થળોને કવર કરવા સહિતના પગલાં લીધા છે. 

ગાંધીનગરમાં પણ મચ્છરજન્ય રોગોનો પ્રસાર વધ્યો

રાજ્યની રાજધાની ગાંધીનગરમાં પણ આ પ્રકારની સ્થિતિ પ્રવર્તી રહી છે. ગાંધીનગરમાં માત્ર 2 અઠવાડિયામાં જ સરકારી દવાખાનાઓમાં ડેન્ગ્યુના 373 દર્દીઓ નોંધાયા હતા. જોકે શહેરમાં કેસની વાસ્તવિક સંખ્યા આનાથી પણ ઉંચી હોય તેવી શક્યતા છે કારણ કે, કેટાલક લોકોએ સારવાર માટે ખાનગી વિકલ્પોનો સહારો લીધો હોય તેમ બની શકે. ખાસ કરીને સરગાસણ, કુડાસણ, વાવોલ અને સેક્ટર 6, 12, 24 જેવા અર્બન વિસ્તારોમાંથી ડેન્ગ્યુના મોટી સંખ્યામાં કેસ સામે આવી રહ્યા છે. 

ડેન્ગ્યુના મચ્છર સ્થિર અને ચોખ્ખા પાણીમાં વિકસતા હોવાથી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને પાણી ભરાયેલું હોય તેવી સાઈટ્સ સામે એક્શન લેવાનું શરૂ કર્યું છે અને 25,000 રૂપિયા સુધીનો દંડ ઉઘરાવી રહી છે. એએમસીના આરોગ્ય વિભાગે પણ ફ્યુમિગેશન, મચ્છરોની ઉત્પત્તિ થતી હોય તેવા સ્થળોને સીલ કરવા અને પાણીનો સંચય થતો હોય તેવા વિસ્તારોને આવરી લેવા સહિતના પગલાં લીધા છે. 

આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં અમદાવાદમાં ડેન્ગ્યુના 788 અને મેલેરિયાના 471 કેસ નોંધાયા છે. જુલાઈ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં ફરી ઉછાળો નોંધાયો હતો અને ડેન્ગ્યુના તાવના 200 જેટલા કેસ નોંધાયા હતા.