હિમાચલ પ્રદેશમાં નદીમાં આવ્યું પૂર, કુલ્લુમાં વાદળ ફાટતા 1નું મોત

હિમાચલ પ્રદેશના કુલ્લુના કિયાસ ગામમાં વાદળ ફાટવાને કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. ડીએસપી હેડક્વાર્ટર રાજેશ ઠાકુરે જણાવ્યું હતું કે સોમવારે ભારે વરસાદ થવાને કારણે અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા અને 9 વાહનોને નુકસાન થયું હતું. ત્રણ ઘાયલમાં વ્યક્તિઓમાં ખેમ ચંદ બડોગી ગામના, સુરેશ શર્મા અને કપિલ કુલ્લુ જિલ્લાના ચાંસરી ગામના હતા. હિમાચલ પ્રદેશમાં […]

Share:

હિમાચલ પ્રદેશના કુલ્લુના કિયાસ ગામમાં વાદળ ફાટવાને કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. ડીએસપી હેડક્વાર્ટર રાજેશ ઠાકુરે જણાવ્યું હતું કે સોમવારે ભારે વરસાદ થવાને કારણે અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા અને 9 વાહનોને નુકસાન થયું હતું. ત્રણ ઘાયલમાં વ્યક્તિઓમાં ખેમ ચંદ બડોગી ગામના, સુરેશ શર્મા અને કપિલ કુલ્લુ જિલ્લાના ચાંસરી ગામના હતા.

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે પહાડી ક્ષેત્રમાં વ્યાપક વિનાશ સર્જ્યો છે, પરિણામે વાદળ ફાટવું, ભૂસ્ખલન અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. હિમાચલમાં સ્થિતિ ખુબ જ વણસી ગઈ છે. ગયા અઠવાડિયે જાહેર કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર 108 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઉત્તર ભારતમાં અસરગ્રસ્ત તમામ રાજ્યોમાં, હિમાચલ પ્રદેશ સૌથી વધુ અસરગ્રસ્ત છે. જેના કારણે  કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રાજ્ય આપત્તિ રિસ્પોન્સ ફંડ (SDRF)ના કેન્દ્રીય હિસ્સાના બીજા હપ્તા તરીકે ₹180.40 કરોડને રાહત દરે આપવાનો આદેશ કર્યો છે. 

હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે વિવિધ કુદરતી આફતો સર્જાઈ છે, જેના કારણે બોટ અને અન્ય જરૂરી સાધનોથી સજ્જ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની 11 ટીમોને તૈનાત કરવામાં આવી છે. વધુમાં, નાગરિકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા માટે પાઓંટા સાહિબ ખાતે 1 PARA SF અને 205 આર્મી એવિએશન સ્ક્વોડ્રનની એક ટુકડી તૈનાત કરવામાં આવી છે, અને બે MI-17V5 હેલિકોપ્ટરને નાગરિકોને સ્થળાંતર કરાવવા  માટે તૈનાત કરવામાં આવ્યા છે.

હિમાચલ પ્રદેશમાં આગામી કેટલાક દિવસો સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની આશંકા છે, ભારતીય હવામાન વિભાગ (IMD) એ કેટલાક વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. IMD શિમલાએ પણ ચેતવણી આપતાં જણાવ્યું કે, 17 અને 18 જુલાઈ સુધી ચંબા, કાંગડા, સિરમૌર, શિમલા અને કુલ્લુ જિલ્લાના તેમજ અમુક વોટરશેડ વિસ્તારમાં પૂરનું જોખમ મધ્યમથી વધારે રહેશે.

ઉત્તર ભારતમાં મુશળધાર વરસાદને કારણે અનેક ભૂસ્ખલન થયા છે, જેના પરિણામે રસ્તાઓ બંધ થઈ ગયા છે અને ઘણા લોકો ફસાયેલા છે. પૂરના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા હોવાથી NDRFની ટીમો અને અન્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ કર્મચારીઓએ છેલ્લા કેટલાક દિવસોમાં હજારો લોકોને બચાવ્યા હતા.

અત્યાર સુધીમાં વાદળ ફાટવા, ભૂસ્ખલન અને પૂરમાં 108 લોકોએ જીવ ગુમાવ્યા છે. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ શનિવારે કહ્યું કે ભારે વરસાદને કારણે રાજ્યને લગભગ 8,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ભારે વરસાદ અને નદીઓમાં પૂરને કારણે હિમાચલના ઘણા વિસ્તારોમાં જનજીવન ખોરવાઈ ગયું છે. મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતાં હાલ સમગ્ર જિલ્લામાં તારાજીના દ્વશ્યો જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં લોકો સ્થિતિ સામાન્ય બને તેવી આશા સેવી રહ્યા છે.