1 સપ્ટેમ્બરે લોન્ચ થશે રોયલ એનફીલ્ડ બુલેટ 350, જાણો ફીચર્સ

રોયલ એનફીલ્ડ કંપની આગામી 1 સપ્ટેમ્બરના રોજ ભારતીય માર્કેટમાં નવું અને અપડેટેડ રોયલ એનફીલ્ડ બુલેટ 350 લોન્ચ કરવા જઈ રહી છે. આ કંપનીએ તાજેતરમાં જ એક ટીઝર રિલીઝ કર્યું હતું જેમાં બાઈકના એક્ઝોસ્ટ નોટ સાથે લોન્ચ ડેટ જાહેર કરવામાં આવી હતી.  રોયલ એનફીલ્ડ બુલેટ 350ની કિંમત 2 લાખ રૂપિયાથી (એક્સ શોરૂમ) શરૂ થાય તેવી શક્યતા […]

Share:

રોયલ એનફીલ્ડ કંપની આગામી 1 સપ્ટેમ્બરના રોજ ભારતીય માર્કેટમાં નવું અને અપડેટેડ રોયલ એનફીલ્ડ બુલેટ 350 લોન્ચ કરવા જઈ રહી છે. આ કંપનીએ તાજેતરમાં જ એક ટીઝર રિલીઝ કર્યું હતું જેમાં બાઈકના એક્ઝોસ્ટ નોટ સાથે લોન્ચ ડેટ જાહેર કરવામાં આવી હતી. 

રોયલ એનફીલ્ડ બુલેટ 350ની કિંમત 2 લાખ રૂપિયાથી (એક્સ શોરૂમ) શરૂ થાય તેવી શક્યતા છે અને લોન્ચિંગ બાદ તરત જ તેની ડિલિવરી શરૂ કરી દેવામાં આવે તેવી શક્યતા છે. આ બાઈક અનેક વખત ભારતીય રસ્તાઓ પર ટેસ્ટિંગ દરમિયાન જોવા મળ્યું છે. 

રોયલ એનફીલ્ડ બુલેટ 350ની એક્સપેક્ટેડ પ્રાઈઝ

કંપનીના પોર્ટફોલિયોમાં હંટર 350ની કિંમત 1.50થી 1.75 લાખ રૂપિયા વચ્ચેની છે. જ્યારે ક્લાસિક 350ની કિંમત 1.93થી 2.25 લાખ રૂપિયા સુધી જાય છે. ન્યૂ જનરેશન રોયલ એનફીલ્ડ બુલેટ 350ની કિંમતો 1.50 લાખથી 2.50 લાખ રૂપિયા વચ્ચે રાખવામાં આવે તેવી શક્યતા છે. લોન્ચિંગ બાદ તે ભારતમાં સૌથી સસ્તી રોયલ એનફીલ્ડ મોટરસાઈકલ બની શકે છે. 

રોયલ એનફીલ્ડ બુલેટ 350નું પર્ફોર્મન્સ

અપકમિંગ રોયલ એનફીલ્ડ બુલેટ 350માં 349ccનું સિંગલ સિલિન્ડર, એર ઓઈલ કૂલ્ડ, ફ્યુઅલ ઈન્જેક્ટેડ એન્જિન મળશે જે 6100 rpm પર  20.2 bhpનો પાવર અને 4000 rpm પર 27 NMનો ટોર્ક જનરેટ કરે છે. એન્જિનને 5-સ્પીડ ગિયરબોક્સ સાથે ટ્યૂન કરવામાં આવ્યું છે. 

આ એન્જિન યૂનિટ હંટર, મેટિયોર અને ક્લાસિક 350માં પણ મળે છે. જોકે બુલેટના એન્જિનને ફરી ટ્યૂન કરવામાં આવશે. નવું એન્જિન પોતાના રિફાઈનમેન્ટ અને ટોર્ક માટે ઓળખાય છે માટે તેને અપગ્રેડ કરવામાં આવે તેવી શક્યતા છે. રોયલ એનફીલ્ડે ગિયરમાં પણ સુધારો કર્યો છે. 

રોયલ એનફીલ્ડ બુલેટ 350ના ફીચર્સ

ડિઝાઈન મામલે ન્યૂ જનરેશન બુલેટ 350 પોતાના જૂના મોડલની અપડેટેડ એડિશન હશે. મોટરસાઈકલ સિંગલ-પીસ સીટ, સ્પોક રિમ્સ, એક અલગ ટેલલેમ્પ અને બોડી ગ્રાફિક્સ સાથે આવશે. તે સિવાય તેમાં ક્લાસિક 350ના ડિઝાઈન એલિમેન્ટ્સ મળશે. 

ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર એનાલોગ સ્પીડોમીટર સાથે આવશે. ફ્યુઅલ ગેજ માટે એક નાનકડા ડિજિટલ રીડઆઉટ સાથે આવે તેવી શક્યતા છે. તેમાં ટેલિસ્કોપિક ફ્રંટ ફોર્ક્સ અને રિયરમાં ડ્યુઅલ-સ્પ્રિંગ લોડેડ શોક એબ્ઝોર્બર આવશે. બ્રેકિંગ માટે ફ્રન્ટમાં ડિસ્ક બ્રેક અને રિયરમાં સિંગલ ચેઈન ABS સાથે ડ્રમ યુનિટ મળશે. 

ક્લાસિક, હંટર અને મીટિયર બાદ જે-પ્લેટફોર્મ પર બેઝ્ડ આ કંપનીનું ચોથુ 350 સીસી મોટરસાઈકલ હશે. બુલેટ દેશના સૌથી જૂના મોટરસાઈકલ્સ પૈકીનું એક છે અને 1931થી તેનું પ્રોડક્શન થઈ રહ્યું છે.