મનોજ મોદીને રિલાયન્સ તરફથી ₹1500 કરોડની ભેટ 

લાંબા સમયથી રિલાયન્સમાં સેવા આપતા અને તેની દરેક કંપનીઓમાં મહત્વના નિર્ણયોમાં ભાગ ભજવનાર મનોજ મોદીને રિલાયન્સના વડા મુકેશ અંબાણીએ અનેક મંજિલા ધરાવતો એક ફ્લેટ ભેટમાં આપ્યો છે. જેની કિંમત રૂ. 1500 કરોડને આંબે છે.  આ સમાચાર સાંભળતા જ લોકોને સવાલ થાય કે, કોણ છે આ કર્મચારી જેને રિલાયન્સ દ્વારા આટલી મોટી ભેટ આપવામાં આવી.  આજ […]

Share:

લાંબા સમયથી રિલાયન્સમાં સેવા આપતા અને તેની દરેક કંપનીઓમાં મહત્વના નિર્ણયોમાં ભાગ ભજવનાર મનોજ મોદીને રિલાયન્સના વડા મુકેશ અંબાણીએ અનેક મંજિલા ધરાવતો એક ફ્લેટ ભેટમાં આપ્યો છે. જેની કિંમત રૂ. 1500 કરોડને આંબે છે. 

આ સમાચાર સાંભળતા જ લોકોને સવાલ થાય કે, કોણ છે આ કર્મચારી જેને રિલાયન્સ દ્વારા આટલી મોટી ભેટ આપવામાં આવી. 

આજ કાલ મનોજ મોદી બહુ ચર્ચામાં છે. તેઓ લાંબા સમયથી કંપની સાથે જોડાયેલા છે અને 65 વર્ષીય મનોજ મોદી મુકેશ અંબાણીના એન્જિનિયરિંગ કોલેજના સહાધ્યાયી હતા. તેઓએ  કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.  તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં દરેક મહત્વપૂર્ણ પગલાં અંગે નિર્ણય લેવામાં ભાગ ભજવે છે. રિલાયન્સનાં અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી તેમનું અંગત જીવન ખૂબ સાદગીપૂર્ણ જીવન જીવે છે અને તેઓ પૈસાથી અમીર જ નહીં પણ દિલદાર પણ છે. કંપની માટે નોંધપાત્ર કામ કરનારા કોઈ પણ કર્મચારીઓને તેમના દરેક સારા પ્રસંગે યાદ કરીને ભેટ આપવાનું ચૂકતા નથી. તેમણે તેમના મિત્ર અને જૂના કર્મચારીને  તાજેતરમાં જ મુંબઈમાં રૂ. 1,500 કરોડની કિંમતની 22 માળની મિલકત ભેટમાં આપી હતી. `વૃંદાવન’ નામનો આ વૈભવી ફ્લેટ નેપિયન સી રોડ પર  આવેલી છે, અને તે મુંબઇનો પોશ વિસ્તાર પૈકી એક છે. અહીં મિલકતના ભાવ ઘણા ઊંચા છે અને એક સ્ક્વેરફીટના ભાવ 45,000 થી લઈને 70,000 સુધીના છે. આ બિલ્ડિંગનો દરેક ફ્લોર 8000 સ્ક્વેર ફિટમાં વિસ્તરેલો છે અને સમગ્ર બિલ્ડિંગ  1.7 લાખ સ્ક્વેર ફિટની બનેલી છે. જેના પ્રથમ સાત માળ  માત્ર કાર પાર્કિંગના છે અને આ જગ્યા માટે કેટલુંક ફર્નિચર ઇટલીથી મંગાવવામાં આવ્યું છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે મનોજ મોદી રિલાયન્સની શરૂઆતથી જ કંપનીની સાથે છે અને તેમણે મુકેશભાઈના જમણા હાથ માનવામાં આવે છે. મોદી રિલાયન્સ માટેના મોટા પ્રોજેક્ટ્સની કામગીરી સફળતાપૂર્વક કરવામાં તેઓ માહેર છે હજીરા પેટ્રોકેમિકલ કોમ્પ્લેકસ , જામનગર રિફાઇનરી, ટેલિકોમ બિઝનેસ તેમણે સફળતાપૂર્ણ પૂર્ણ કર્યા, તેઓ રિલાયન્સ જીઓના લૉન્ચિંગમાં પણ હતા,  તેમણે જામનગર રિફાઈનરીમાં  સપ્લાયરો અને કોન્ટ્રાક્ટરો સાથે કુશળતાપૂર્વક વાટાઘાટો કરી કંપનીને આગળ ધપાવવામાં મદદ કરી હતી. 

રિલાયન્સનું સુકાન જ્યારે ધીરૂભાઈ અંબાણીના હાથમાં હતું તે સમયે 80ના દાયકામાં મનોજ મોદી કંપનીમાં જોડાયાં હતાં.રિલાયન્સના તમામ સોદાઓની સફળતા પાછળ તેમની મહત્વની ભૂમિકા હોય છે. એપ્રિલ, 2020માં ફેસબૂક સાથેના રિલાયન્સ જિઓના સોદામાં તેમની ભૂમિકા અત્યંત મહત્વની હતી. મનોજ મોદીએ તાજેતરમાં જ મુંબઈમાં આવેલા તેમના બે વૈભવી એપાર્ટમેન્ટ્સ વેચ્યાં હતાં. મહાલક્ષ્મી સ્થિત રાહેજા વિવારીઆમાં આવેલા આ ફ્લેટનું મૂલ્ય રૂ. 41 કરોડ હોવાનું માનવામાં આવે છે.