RSS chief Bhagwat: ભારત 5,000 વર્ષથી ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર, આ એકતાની વિવિધતા છે

RSS chief Bhagwat: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવત (RSS chief Bhagwat) બુધવારે એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં સામેલ થવા માટે દિલ્હી પહોંચ્યા હતા. આ પ્રસંગે તેમણે ભારત 5,000 વર્ષોથી એક ધર્મનિરપેક્ષ (Secular) રાષ્ટ્ર છે તેમ જણાવ્યું હતું અને લોકોને એકજૂથ રહીને વિશ્વ સમક્ષ માનવ વ્યવહારનું સર્વોત્તમ ઉદાહરણ રજૂ કરવા માટે આહ્વાન કર્યું હતું.  RSS […]

Share:

RSS chief Bhagwat: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવત (RSS chief Bhagwat) બુધવારે એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં સામેલ થવા માટે દિલ્હી પહોંચ્યા હતા. આ પ્રસંગે તેમણે ભારત 5,000 વર્ષોથી એક ધર્મનિરપેક્ષ (Secular) રાષ્ટ્ર છે તેમ જણાવ્યું હતું અને લોકોને એકજૂથ રહીને વિશ્વ સમક્ષ માનવ વ્યવહારનું સર્વોત્તમ ઉદાહરણ રજૂ કરવા માટે આહ્વાન કર્યું હતું. 

RSS chief Bhagwatનું સંબોધન

RSS પ્રમુખ ભાગવતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પદાધિકારી આર હરિ દ્વારા લખવામાં આવેલા પુસ્તક ‘પૃથ્વી સૂક્ત – એન ઓડ ટુ મધર અર્થ’ના વિમોચન કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન પોતાના સંબોધનમાં RSS પ્રમુખ ભાગવતે લોકોને પોતાની માતૃભૂમિ માટે ભક્તિ, પ્રેમ અને સમર્પણની ભાવના દાખવવા અપીલ કરી હતી અને કહ્યું હતું કે, “આપણે માતૃભૂમિને આપણી રાષ્ટ્રીય એકતાનું અનિવાર્ય ઘટક માનીએ છીએ.”

RSS પ્રમુખ ભાગવતે (RSS chief Bhagwat) કહ્યું હતું કે, “આપણી 5,000 વર્ષ પુરાણી સંસ્કૃતિ ધર્મનિરપેક્ષ (Secular) છે… તમામ તત્વજ્ઞાનનો આ જ નિષ્કર્ષ છે. આખી દુનિયા એક પરિવાર છે, એ જ આપણી લાગણી છે. આ કોઈ સિદ્ધાંત નથી… તેને જાણો, અનુભવો અને પછી તે પ્રમાણે વ્યવહાર કરો.”

વધુ વાંચો: ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે ગુરદાસ માનની કેનેડા કોન્સર્ટ સ્થગિત કરવામાં આવી

વધુમાં પોતાની વાત આગળ વધારતા તેમણે એમ પણ કહ્યું હતું કે, “દેશમાં ખૂબ વિવિધતા છે. એકબીજા સાથે લડશો નહીં. આપણા દેશને દુનિયાને એ શીખવવા સક્ષમ બનાવો કે, આપણે એક છીએ.” આ વાતને RSS પ્રમુખ ભાગવતે (RSS chief Bhagwat) ભારતના અસ્તિત્વના એક માત્ર ઉદ્દેશ્ય સમાન ગણાવી હતી. 

નવી દિલ્હીના ડૉ. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન સંઘના પ્રમુખ મોહન ભાગવતે એ વાત પર પણ ભાર મુક્યો હતો કે, ભારતનું મિશન વિશ્વ સમક્ષ એ પ્રદર્શિત કરવાનું છે કે, વિવિધતા અને એકતા વિરોધાભાસી નથી પણ એકતા હકીકતમાં વિવિધતાની અંદરથી જ વિકસે છે. 

વધુ વાંચો: PM મોદીએ ઈઝરાયલ પર આતંકવાદી હુમલાને લઈને દુઃખ વ્યક્ત કરતાં કહ્યું- ભારત ઈઝરાયલ સાથે છે 

આપણે પૃથ્વીના માલિક નહીં પણ પુત્ર

સંઘ પ્રમુખ મોહન ભાગવતે ભારતની ધર્મનિરપેક્ષ (Secular) સંસ્કૃતિના ઈતિહાસની વાત કરવાની સાથે જ પૃથ્વીના સંરક્ષણ માટે પણ સલાહ આપી હતી. RSS પ્રમુખે જણાવ્યું હતું કે, પૃથ્વી આપણા સૌની માતા છે. આપણે તેના પુત્ર છીએ, માલિક નહીં. આપણે ભારતીય લોકોએ પોતાના જીવન દ્વારા સમગ્ર વિશ્વને આ સંદેશો પાઠવવાનો છે. 

મોહન ભાગવતે કહ્યું હતું કે, પ્રાચીન સમયમાં ભારતમાં કોઈ નહોતું આવી શકતું માટે આપણને બહાર કે આપણી અંદર ઝગડો કરવાની કોઈ જરૂર ન પડી. માટે આપણે સકારાત્મકતા તરફ ડગ માંડ્યા. આપણે એક છીએ એ જ વસ્તુસ્થિતિ છે. આપણે માનીએ છીએ કે સમગ્ર વિશ્વ આપણું કુટુંબ છે અને અહીં જ સમગ્ર તૃષ્ણાનો અંત આવે છે.

Tags :