રૂપિયો અમેરિકી ડોલર સામે  6 પૈસા તૂટી 82.01એ બંધ રહ્યો

વૈશ્વિક કક્ષાએ થતી નાણાકીય હિલચાલની અસર ફરીથી ભારતીય રૂપિયાના મૂલ્ય પર જોવા મળી છે. અમેરિકી ડોલર સામે રૂપિયો ફરી એક વાર 6 પૈસા તૂટીને રૂ. 82.01 પર પહોંચ્યો છે. ડોલર સામે રૂપિયો 82 ના સ્તરે ખૂલી ઘરીને 82.01 પર પહોંચ્યો હતો જે તેના છેલ્લા બંધ સામે 6 પૈસાનો ઘટાડો સૂચવે છે. વિદેશી ભંડોળના પ્રવાહ અને […]

Share:

વૈશ્વિક કક્ષાએ થતી નાણાકીય હિલચાલની અસર ફરીથી ભારતીય રૂપિયાના મૂલ્ય પર જોવા મળી છે. અમેરિકી ડોલર સામે રૂપિયો ફરી એક વાર 6 પૈસા તૂટીને રૂ. 82.01 પર પહોંચ્યો છે. ડોલર સામે રૂપિયો 82 ના સ્તરે ખૂલી ઘરીને 82.01 પર પહોંચ્યો હતો જે તેના છેલ્લા બંધ સામે 6 પૈસાનો ઘટાડો સૂચવે છે. વિદેશી ભંડોળના પ્રવાહ અને સ્થાનિક ઇક્વિટીમાં નકારાત્મક વલણને કારણે તે રૂપિયો દબાણમાં હતો ભારતીય રૂપિયામાં ડોલર  સામે સુધારાને બ્રેક લાગીને મામૂલી ઘસારો જોવા મળ્યો હતો. જોકે રૂપિયો હજી પણ ૮૨નાં લેવલની અંદર છે અને મંગળવારે આખો દિવસ આ લેવલથી અંદર જ રહ્યો હતો, જે પોઝિટીવ સંકેત છે.

વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ઇંડેક્સ 0.37  ટકા વધીને બેરલ દીઠ 81.07 અમેરિકી ડોલર થયું હતું. 

ચીનની ક્રૂડે તેલની માંગ આગામી દિવસોમાં જો વધશે તો ક્રુડના ભાવમાં  ઘટાડો અટકી શકે છે. ઈકોનોમી ગ્રોથમાં ઘટાડો પણ ક્રૂડનાં વધતા ભાવ વધતાં અટકાવી શકે છે. 

હાલમાં વૈશ્વિક ધોરણે ચાલતી અરાજકતા અને જોખમ વચ્ચે ચલણના બંધ અને ચાલુ મોડમાં અચાનક ફેરફાર આવકાર્ય નથી. આ માટે સરકાર તરફથી પગલાં લેવવા જરૂરી છે. 

વૈશ્વિક ધોરણે ક્રૂડ તેલના પુરવઠાને થયેલી અસરને કારણે સમગ્ર વિશ્વમાં જ્યારે માલ સામાનની કિંમતો સતત વધી રહી છે, ત્યારે આ સાથે ફુગાવો પણ વધી રહ્યો છે. ક્રૂડ ઑઇલની માગ સંદર્ભે ચીન અને યુએસ પછી ત્રીજા ક્રમે ભારત છે.

ભારત તેની ક્રૂડ ઑઇલની જરૂરિયાતના 70 ટકા ભાગ આયાત કરે છે. આ આયાત યુએસ ડૉલરમાં થતી હોવાથી, ડૉલરના ભાવ વધે છે અ રૂપિયાનું મૂલ્ય ઘટે છે. માત્ર 2022ની જ વાત કરીએ તો આ વર્ષમાં જ રૂપિયાનું મૂલ્ય સાત ટકા ઘટ્યું છે.

સ્થાનિક ધોરણે ભારતીય શેર બજારમાં બીએસસી 30નો સૂચકાંક 157.29 પોઈન્ટ ઘટી 59,973 પર હતો જ્યારે નિફ્ટી 50.30 ટકા ઘટીને 17,718.95 એ પહોંચ્યો હતો. જેમાં, એફઆઇઆઇએ રૂ. 407 કરોડની ઇક્વિટીનું  વેચાણ કર્યું હતું. 

અત્રે ઉલ્લેખનીય છે કે ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં સતત બીજા સપ્તાહે ઉછાળો જોવા મળ્યો છે. 14 એપ્રિલ, 2023ના રોજ પૂરા થયેલા સપ્તાહ બાદ વિદેશી મુદ્રા ભંડાર વધીને $586.4 બિલિયન થઈ ગયો છે. એટલે કે આ સપ્તાહે વિદેશી મુદ્રા ભંડારમાં $1.65 બિલિયનનો વધારો થયો છે. 

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના હાલમાં જ જાહેર કરાયેલા ડેટા અનુસાર, વિદેશી ચલણની ભારતની સંપત્તિમાં $1.58 બિલિયનનો વધારો થયો છે અને તે વધીને $516.63 બિલિયન થઈ ગયો છે. ભારતના સોનાના ભંડારમાં $5.21 મિલિયનનો ઘટાડો થયો છે અને તે $46.17 બિલિયન પર આવી ગયો છે

Tags :