S Jaishankar: ગાઝામાં યુદ્ધવિરામ અંગેના જોર્ડનના પ્રસ્તાવમાં હિસ્સો ન લેવા મામલે કરી મહત્વની સ્પષ્ટતા

S Jaishankar: ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા 3 સપ્તાહ કરતા પણ વધારે સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધના કારણે 9.5 હજારથી પણ વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ લડાઈમાં મોટા ભાગના દેશો ઈઝરાયલના પક્ષે છે ત્યારે આ બધા વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે (S Jaishankar) આતંકવાદ મામલે સુસંગત વલણ અપનાવવાની જરૂરિયાત પર ભાર […]

Share:

S Jaishankar: ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા 3 સપ્તાહ કરતા પણ વધારે સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધના કારણે 9.5 હજારથી પણ વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ લડાઈમાં મોટા ભાગના દેશો ઈઝરાયલના પક્ષે છે ત્યારે આ બધા વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે (S Jaishankar) આતંકવાદ મામલે સુસંગત વલણ અપનાવવાની જરૂરિયાત પર ભાર મુકવાની સાથે જ એક મહત્વની સ્પષ્ટતા પણ કરી હતી. 

આતંકવાદ મુદ્દે S Jaishankarની સ્પષ્ટતા

વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે, આતંકવાદ (Terrorism) મામલે ભારત આકરૂં વલણ અપનાવે છે કારણ કે, ભારત આતંકવાદનું  એક મોટું પીડિત છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જયશંકરની આ ટિપ્પણી સંયુક્ત રાષ્ટ્રમાં બંને વચ્ચે માનવીય આધાર પર તાત્કાલિક સંઘર્ષ વિરામ લાગુ કરવાના પ્રસ્તાવના અનુસંધાને છે. 

આ પ્રસ્તાવમાં હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલાની ટીકા નહોતી કરવામાં આવી અને આ કારણે જ ભારતે તે પ્રસ્તાવથી અંતર જાળવ્યું હતું. જોકે ભારતના આ વલણની વિપક્ષના નેતાઓએ ભારે ટીકા કરી હતી. ત્યારે હવે વિદેશ મંત્રી એસ જયશંકરે (S Jaishankar) આ મામલે પોતાની પ્રતિક્રિયા જાહેર કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ભારત આતંકવાદ (Terrorism) મામલે આકરૂં વલણ અપનાવે છે કારણ કે, તે આતંકવાદનું એક મોટું પીડિત રહ્યું છે.

વધુ વાંચો:  PM Modiએ મા અંબાની આરાધના સાથે ગુજરાત પ્રવાસનો આરંભ કર્યો

આતંકવાદ મામલે નિરંતર વલણ જરૂરી

વિદેશ મંત્રીએ રવિવારના રોજ ભોપાલ ખાતે ટાઉન હોલમાં સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, “આજે એક સારી સરકાર અને મજબૂત શાસન પોતાના લોકો માટે ઉભા છે. જે રીતે ઘરમાં સુશાસન જરૂરી છે તે જ રીતે વિદેશોમાં યોગ્ય નિર્ણય આવશ્યક છે. અમે આતંકવાદ મામલે આકરૂં વલણ અપનાવીએ છીએ કારણ કે અમે તેના મોટા પીડિત રહ્યા છીએ.”

વધુમાં જણાવ્યું હતું કે, જો આતંકવાદ (Terrorism)ની અસર અમારા પર થાય ત્યારે અમે તેને ગંભીર વાત ગણાવીએ અને બીજા પર પડે તો તેને ગંભીર ન ગણીએ તો અમારી વિશ્વસનીયતા ન રહે. આપણે આપણું એક નિરંતર વલણ જાળવી રાખવું જ પડે.

વધુ વાંચો: Cyber Fraudનો શિકાર બન્યો વ્યક્તિ, બોગસ લિંકે 2.4 લાખ ખંખેર્યા

જાણો કયા પ્રસ્તાવથી ભારત રહ્યું દૂર

સંયુક્ત રાષ્ટ્રમાં જોર્ડન દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવમાં ભારત નહોતું જોડાયું. તે પ્રસ્તાવમાં ગાઝામાં ઈઝરાયલી દળો અને હમાસના આતંકવાદીઓ વચ્ચે તાત્કાલિક, ટકાઉ અને સતત માનવીય સંઘર્ષ વિરામની માગણી કરવામાં આવી હતી. ભારતે કેનેડાના પ્રસ્તાવને ટેકો આપ્યો હતો જેમાં હમાસ દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલાની ટીકા કરવા કરવામાં આવી હતી. 

મહાસભાએ જોર્ડનના નેતૃત્વવાળા પ્રસ્તાવને સ્વીકાર્યો હતો જેના પક્ષમાં 120 મત પડ્યા હતા, વિપક્ષમાં 14 મત પડ્યા હતા અને 45 વોટ અનુપસ્થિત હતા. આ પ્રસ્તાવમાં સામેલ ન થનારા 45 દેશોમાં આઈસલેન્ડ, ભારત, પનામા, લિથુઆનિયા અને ગ્રીસ પણ હતા. 

Tags :