કુવૈતને 5 -4 થી હરાવી ભારતે SAFF ચેમ્પિયનશિપ 2023 ટાઇટલ જીત્યું

ભારતીય ફૂટબોલ ટીમે કુવૈતને રોમાંચક પેનલ્ટી શૂટઆઉટમાં 5-4થી હરાવીને SAFF ચેમ્પિયનશિપ 2023નું ટાઇટલ જીત્યું હતું. મંગળવારે બેંગલુરુના કાંતિરવા સ્ટેડિયમ ખાતે રમતમાં કુવૈતને હરાવીને  SAFF ચેમ્પિયનશિપ 2023નું ટાઇટલ જીતી નવમી વખત ચેમ્પિયન બન્યું છે. ટુર્નામેન્ટના 14 વર્ષના ઈતિહાસમાં ભારત નવ વખત ચેમ્પિયન બન્યું છે અને ચાર વખત રનર્સ અપ બન્યું છે. FIFA રેન્કિંગમાં 100મા સ્થાને રહેલા […]

Share:

ભારતીય ફૂટબોલ ટીમે કુવૈતને રોમાંચક પેનલ્ટી શૂટઆઉટમાં 5-4થી હરાવીને SAFF ચેમ્પિયનશિપ 2023નું ટાઇટલ જીત્યું હતું. મંગળવારે બેંગલુરુના કાંતિરવા સ્ટેડિયમ ખાતે રમતમાં કુવૈતને હરાવીને  SAFF ચેમ્પિયનશિપ 2023નું ટાઇટલ જીતી નવમી વખત ચેમ્પિયન બન્યું છે. ટુર્નામેન્ટના 14 વર્ષના ઈતિહાસમાં ભારત નવ વખત ચેમ્પિયન બન્યું છે અને ચાર વખત રનર્સ અપ બન્યું છે.

FIFA રેન્કિંગમાં 100મા સ્થાને રહેલા ભારતે 14 આવૃત્તિઓમાં તેમની નવમી SAFF ચેમ્પિયનશિપ 2023 જીતી છે. ગયા મહિને ઈન્ટરકોન્ટિનેન્ટલ કપ જીત્યા બાદ ભારતનો આ બીજો સિલ્વરવેર હતો.

રમત નિયત સમયે 1-1 થી સમાપ્ત થયા પછી અને વધારાના સમયમાં કોઈપણ ટીમ ગોલ કરી શકી હોવાથી ફાઈનલ પેનલ્ટીમાં આવી હતી. આખરી પેનલ્ટી પણ બંનેએ ગોલમાં ફેરવતા સ્કોર 4-4 થયો હતો. આ પછી સડન ડેથનો નિયમ અમલમાં મૂકવામાં આવ્યો હતો.  કુવૈતનો કેપ્ટન હજજિયા સડન ડેથમાં નિર્ણાયક સ્પોટકિક ચૂકી ગયો.

પ્લેયર ઓફ ધ યર લલિયાનઝુઆલા છાંગટે  નિયમન સમયે, ભારત માટે બરાબરી કરી હતી જ્યારે શબૈબ અલ ખાલ્દીએ કુવૈત ફૂટબોલ ટીમને પ્રારંભિક લીડ અપાવી હતી.

ભારતીય મુખ્ય કોચ ઇગોર સ્ટિમેક પર ટચલાઇન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને તેમણે સ્ટેન્ડ પરથી મેચ જોવી પડી હતી, તેમણે સેમિફાઇનલમાં લેબનોન સામે શરૂ થયેલી શરૂઆતના અગિયારમાંથી ત્રણ ફેરફારો કર્યા હતા જેમાં, આકાશ મિશ્રા અને નિખિલ પૂજારી ફુલ-બેક તરીકે લીધા હતા અને મહેતાબ સિંહની જગ્યાએ અગાઉની મેચમાં સસ્પેન્ડ કરવામાં આવેલા સંદેશ ઝિંગનને લીધો હતો. 

નિર્ધારિત 90 મિનિટ સુધી બંને ટીમો  1-1ના સ્કોર  સાથે બરાબારીમાં હતી. મેચનો ફર્સ્ટ હાફ 1-1થી સમાપ્ત થયો હતો. મેચમાં  2 ખેલાડીઓને રેફરી દ્વારા યલો કાર્ડ બતાવવામાં આવ્યા હતા. આથી વધારાનો 30 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. બંને ટીમો પાસે વધારાના સમયમાં મેચ જીતવાની ઘણી તકો હતી પરંતુ બંને ટીમો નિર્ણાયક ગોલ કરી શકી ન હતી. જેણે કારણે મેચનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટમાં લેવામાં આવ્યો હતો. પેનલ્ટી શૂટઆઉટમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલકીપર ગુરપ્રીત સિંહે કુવૈતના કેપ્ટન ખાલીદ અલ અબ્રાહિમનાં અંતિમ શોટને રોક્યો હતો. પેન લ્ટી શૂટઆઉટમાં બંને ટીમને પાંચ પાંચ ગોલ કરવાની પાંચ તક મળે છે, જે ટીમ તેમાં ચૂકી  જાય છે તે ટીમ મેચ હારી જાય છે.  સડન ડેથમાં ભારત તરફથી નૌરએં મહેશ સિંહે ગોલ કર્યો હતો. તે જ સમયે કુવૈતના કેપ્ટન ખાલીડના શોટને ભારતના ગોલકીપર ગુરપ્રીત સિંહે રોક્યો હતો જેણે ભારતને જીત અપાવી હતી.  ભારતીય ફૂટબોલ ટીમે ફાઇનલમાં જવા સેમિફાઇનલમાં લેબનોનને હરાવ્યું. જ્યારે ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન અને નેપાળને હરાવ્યું હતું.