સલમાન ખાનને ફરી મળી જાનથી મારી નાખવાની ધમકી

અભિનેતા સલમાન ખાનને અવારનવાર જાનથી મારી નાખવાની ધમકીઓ મળતી રહે છે. તેવામાં ફરી એક વખત અભિનેતાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ વખતે સલમાનને મારવા માટે તારીખ પણ જાહેર કરવામાં આવી છે. આ બાબતની જાણકારી મુંબઈ પોલીસ દ્વારા આપવામાં આવી છે. એક કોલરે પોલીસ કંટ્રોલને કોલ કરીને કહ્યું કે, તે પોતે આગામી 30 તારીખે […]

Share:

અભિનેતા સલમાન ખાનને અવારનવાર જાનથી મારી નાખવાની ધમકીઓ મળતી રહે છે. તેવામાં ફરી એક વખત અભિનેતાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ વખતે સલમાનને મારવા માટે તારીખ પણ જાહેર કરવામાં આવી છે. આ બાબતની જાણકારી મુંબઈ પોલીસ દ્વારા આપવામાં આવી છે. એક કોલરે પોલીસ કંટ્રોલને કોલ કરીને કહ્યું કે, તે પોતે આગામી 30 તારીખે સલમાન ખાનને મારી નાખશે. ધમકી આપનારે પોતાની ઓળખ રાજસ્થાન જોધપુરનો રહેવાસી રોકી ભાઈ તરીકે આપી છે.

હાલ આ મામલે મુંબઈ પોલીસ આગળની તપાસ કરી રહીં છે અને પોલીસ કોલરને શોધી રહીં છે. આ ધમકી એવા સમયે આપવામાં આવી છે જ્યારે સલમાન ખાન તેની આગામી ફિલ્મ ‘કિસી કા ભાઈ, કિસી કી જાન’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકીઓ મળ્યા બાદ સલમાન ખાને બુલેટ પ્રુફ ગાડી ખરીદી હતી. આ પહેલા સલમાન ખાનને ગોલ્ડી બરાડ તરફથી પણ ધમકીભર્યો ઈ-મેઈલ મોકલવામાં આવ્યો હતો. બાદમાં જાણવા મળ્યું હતું કે, આ ઈ-મેઈલનું કનેક્શન યુકે સાથે હતું જેમાં ઈ-મેઈલમાં દર્શાવેલ નંબર યુકેનો હતો.

ઘણા વર્ષો પછી આગામી ઈદના દિવસે સલમાન ખાનની ‘કિસી કા ભાઈ, કિસી કી જાન’ ફિલ્મ
રિલીઝ થવા જઈ રહીં છે. સલમાન ખાન અને ઈદ વચ્ચે એક ખાસ કનેક્શન છે. મહત્વનું છે કે અભિનેતા પોતાના ચાહકો માટે આ ખાસ દિવસ ઈદની રજાને મજેદાર બનાવવા માટે ઘણીવાર આ દિવસે જ ફિલ્મો રિલીઝ કરે છે. આ દિવસે સલમાન ખાનને પોતાના ચાહકોને ક્યારેય નિરાશ નથી કર્યા. ઈદ પર રિલીઝ થયેલી અભિનેતાની ફિલ્મોએ પહેલા જ દિવસે બમ્પર કમાણી કરી છે. હવે સલમાન ખાન એટલે કે દરેકનો ફેવરિટ ભાઈજાન ઈદ પર ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ લઈને આવી રહ્યાં છે. ફેન્સ આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે ત્યારે આ પ્રકારની ધમકી સૌનું ધ્યાન દોરી જાય છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર યૂ-ટ્યૂબ ઉપર રિલીઝ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં આ ટ્રેલરને લગભગ 30 મિલિયન લોકો જોઈ ચૂક્યા છે. ફિલ્મ ક્રિટિક પણ આ ફિલ્મને લઈને અલગ-અલગ અનુમાન કરી રહ્યાં છે. હવે આ ફિલ્મ ખરેખરમાં કેવું પ્રદર્શન કરશે આ બાબત તો ઈદ પર ફિલ્મની રિલીઝ પછી જ ખ્યાલ આવશે.