Samsung Galaxyએ મહિલાઓ માટે ખાસ તાપમાન આધારિત ઘડિયાળ બજારમાં મૂકી

Samsung Galaxy એ  મહિલાઓ માટે ખાસ  શરીરના તાપમાન આધારિત  માસિક ચક્રના સાયકલ ટ્રેકરની સુવિધા ધરાવતી  Samsung Galaxy વોચ 5 બજારમાં ઉતારી છે. જેનાથી તેના હાલના માસિક ચક્રનાં કેલેન્ડર- આધારિત સાયકલ ટ્રેકીંગમાં નવી સુવિધા ઉમેરાઈ છે.  સેમસંગે દ્વારા તેની ગેલેક્સી વોચ 5 સિરીઝમાં એપલ વોચની માફક મહિલા આરોગ્ય ટ્રેકર રજૂ કર્યું છે. આ મોડેલમાં  ગેલેક્સી વોચ […]

Share:

Samsung Galaxy એ  મહિલાઓ માટે ખાસ  શરીરના તાપમાન આધારિત  માસિક ચક્રના સાયકલ ટ્રેકરની સુવિધા ધરાવતી  Samsung Galaxy વોચ 5 બજારમાં ઉતારી છે. જેનાથી તેના હાલના માસિક ચક્રનાં કેલેન્ડર- આધારિત સાયકલ ટ્રેકીંગમાં નવી સુવિધા ઉમેરાઈ છે. 

સેમસંગે દ્વારા તેની ગેલેક્સી વોચ 5 સિરીઝમાં એપલ વોચની માફક મહિલા આરોગ્ય ટ્રેકર રજૂ કર્યું છે. આ મોડેલમાં  ગેલેક્સી વોચ 5 પ્રો અને ગેલેક્સી વોચ 5 નો સમાવેશ થાય છે.

આ કાંડા ઘડિયાળમાં ઇન્ફ્રારેડ તાપમાન સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે માસિક ચક્ર અને શરીરની એકંદર સ્વાસ્થ્ય સ્થિતિની વધુ સારી જાણકારી આપે છે. 

જોકે આ Galaxy Watch 5 નવી માસિક ચક્ર ટ્રેકર સુવિધા હાલમાં ભારતમાં ઉપલબ્ધ નથી. કંપનીએ જાહેરાત કરી છે કે તેણે ત્વચાના તાપમાનના ફેરફારોને ટ્રેક કરવા માટે નેચરલ સાયકલ સાથે સંકલન કર્યું છે. 

દક્ષિણ કોરિયાની કંપની સેમસંગે તેની આ Samsung Galaxy વોચ 5 અને Samsung Galaxy વોચ 5 પ્રો પર નવા સાયકલ ટ્રેકિંગ ફીચરની વિગતો જાહેર કરી છે. 

આ ઘડિયાળમાં તાપમાન આધારિત ટ્રેકિંગ સુવિધાના ઉપયોગ માટે વપરાશકારે હેલ્થ એપ્લિકેશનમાં સાયકલ ટ્રેકિંગ સેક્શનમાં જઇ તેમની સાયકલ સંબંધિત વિગતો ઉમેરવાની રહેશે. એકવાર વિગતો  દાખલ કર્યા પછી તે ફીચર સેટિંગમાં જઇ સ્કીન ટેમ્પરેચર ટોગલ સાથે પ્રેડિક્ટ પીરિયડ ફીચર ચાલુ કરી શકે છે. 

 આ સ્માર્ટવોચ ત્વચા-તાપમાન સેન્સરનો ઉપયોગ કરીને વધુ અદ્યતન માસિક ધર્મ ટ્રેકિંગ પૂરું પાડે છે.  કંપની ઈન્ફ્રારેડ ટેમ્પરેચર સેન્સરનો ઉપયોગ વપરાશકર્તાઓને તેમના શરીરના તાપમાન અને માસિક ચક્ર વિશે વધુ વિગતવાર સમજ પ્રદાન કરવા માટે કરશે. તે ઓવ્યુલેશન વિગતો નક્કી કરવા માટે વપરાશકર્તાઓના શરીરનું તાપમાન અને અન્ય મુખ્ય પ્રજનન સૂચકાંકોનું વિશ્લેષણ કરશે. સેમસંગના જણાવ્યા અનુસાર ડેટાને કોડમાં રૂપાંતરિત કરીને વપરાશકારના  ડિવાઇસ પર સ્ટોર કરવામાં આવશે. નવી તાપમાન-આધારિત  માસિક ચક્ર સાયકલ ટ્રેકિંગ સુવિધા સેમસંગ હેલ્થ એપ દ્વારા ઉપયોગમાં લેવાશે. 

ગેલેક્સી વોચ 5 સિરીઝની આ ઘડિયાળ હાલમાં ઑસ્ટ્રિયા, બેલ્જિયમ, બલ્ગેરિયા, ક્રોએશિયા, સાયપ્રસ, ચેક રિપબ્લિક, ડેનમાર્ક, એસ્ટોનિયા, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, ગ્રીસ, હંગેરી, આઇસલેન્ડ, આયર્લેન્ડ, ઇટાલી, કોરિયા, લાતવિયા, લિથુઆનિયા, લક્ઝમબર્ગ, નેધરલેન્ડ, નોર્વે, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, સ્લોવેકિયા, સ્લોવેનિયા, સ્પેન, સ્વીડન, સ્વિટ્ઝર્લેન્ડ, યુકે અને યુ.એસના બજારમાં મુકાઇ છે. આ ઘડિયાળ ભારતના વપરાશકર્તાઑ માટે ક્યારે રજૂ કરાશે તે અંગે કોઈ માહિતી કંપની દ્વારા આપવામાં આવી નથી.