SBIએ અમૃત કલશ FD સ્કીમની તારીખ લંબાવી, જાણો તમને કેટલો ફાયદો મળશે

SBI (સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા)એ અમૃત કલશ FD સ્કીમની તારીખ લંબાવવાનો નિર્ણ કર્યો છે. અગાઉ આ સ્કીમની છેલ્લી તારીખ 15 ઓગસ્ટ સુધી હતી. જોકે હવે તેને લંબાવીને 31 ડિસેમ્બર 2023 સુધી કરી છે. SBIએ પોતાની આ સ્કીમ 15 ફેબ્રુઆરીએ લોન્ચ કરી હતી.  SBI અમૃત કલશ FD સ્કીમના ફાયદાઓ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઇ) થાપણદારોને મોટી […]

Share:

SBI (સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા)એ અમૃત કલશ FD સ્કીમની તારીખ લંબાવવાનો નિર્ણ કર્યો છે. અગાઉ આ સ્કીમની છેલ્લી તારીખ 15 ઓગસ્ટ સુધી હતી. જોકે હવે તેને લંબાવીને 31 ડિસેમ્બર 2023 સુધી કરી છે. SBIએ પોતાની આ સ્કીમ 15 ફેબ્રુઆરીએ લોન્ચ કરી હતી. 

SBI અમૃત કલશ FD સ્કીમના ફાયદાઓ

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઇ) થાપણદારોને મોટી ભેટ આપી છે. એસબીઆઇ એ થાપણદારો માટેની ખાસ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ ( FD સ્કીમ) ‘અમૃત કલશ’ (SBI અમૃત કલશ યોજના) માં રોકાણ કરવાની છેલ્લી તારીખ ફરી એક વખત લંબાવી છે. 400 દિવસની મુદતવાળી FD સ્કીમ રોકાણકારોને અન્ય ઘણા ફાયદા સાથે સૌથી વધુ વળતર આપે છે. SBIના રોકાણકારો લાભ મેળવવા માટે આગામી 4 મહિના સુધી અમૃત કલશ યોજનામાં રોકાણ કરી શકે છે.

FD સ્કીમનો સમયગાળો

SBI અમૃત કલશમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 15 ઓગસ્ટ, 2023 સુધી હતી, જેને બેંકે 31 ડિસેમ્બર, 2023 સુધી લંબાવી છે. એટલે હવે આ સ્કીમમાં રોકાણ કરવા માટે રોકાણકારો પાસે હજુ ચાર મહિનાનો સમય મળશે. બેંકની વેબસાઈટ અનુસાર, કોઈ પણ વ્યક્તિ 400 દિવસની મુદત સાથે અમૃત કલશ સ્પેશિયલ સ્કીમમાં રોકાણ કરી શકે છે અને ખાતરીપૂર્વક વળતર મેળવી શકે છે.

સ્કીમ શરૂ કરાવી તો મળશે આટલું વળતર

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અનુસાર, બેંકની અમૃત કલશ સ્પેશિયલ FD સ્કીમમાં રોકાણ કરનારા સામાન્ય નાગરિકોને 7.10% વ્યાજ મળશે. તેમજ સિનિયર સિટીઝન \ વરિષ્ઠ નાગરિકોને 7.60 ટકા રિટર્ન મળશે. આ રોકાણ યોજના 31 ડિસેમ્બર 2023 સુધી રોકાણ માટે ખુલ્લી છે. આ સમયગાળા દરમિયાન કોઈપણ વ્યક્તિ આ યોજનામાં ઓનલાઈન અથવા ઑફલાઈન રોકાણ કરી શકે છે.

SBI બેંક અનુસાર, અમૃત કલશ FDના રોકાણકારોને માસિક, ત્રિમાસિક અને અર્ધવાર્ષિક વ્યાજ ચૂકવવામાં આવે છે. SBI અમૃત કલશની મેચ્યુરિટી પર TDS બાદ કર્યા પછી, વ્યાજના નાણાં ગ્રાહકના ખાતામાં જમા કરવામાં આવે છે.

SBIની વેબસાઈટ અનુસાર, અમૃત કલશ એફડીમાં 400 દિવસની અવધિ પહેલા જમા કરાયેલા નાણાં ઉપાડવાના કિસ્સામાં બેંક લાગુ દર કરતાં 0.50% થી 1 ટકા ઓછો વ્યાજદર દંડ તરીકે કાપી શકે છે. તેમજ અમૃત કલશ સ્કીમના બદલામાં રોકાણકારોને બેંક લોનની સુવિધા પણ આપે છે.

SBIની વિવિધ FD સ્કીમમાં 7 દિવસથી લઈને 400 દિવસ સુધીનો સમયગાળો મળી રહે છે. તેમાં 3%થી 6.5%નું વ્યાજ મળે છે. 

નોંધ: આ માહિતી માત્ર જાણકારી માટે છે કોઈ પણ સ્કીમ લેતા પહેલાં નાણાકીય નિષ્ણાતની સલાહ લો.