સેન્સેક્સ તેના ઓલ ટાઈમ હાઇ સ્તરે : એચડીએફસી અને રિલાયન્સના શેરના ભાવ વધ્યા

સેન્સેક્સમાં આજે સવારથી તેજી જોવા મળી હતી અને આજે ભારતીય શેરબજારના બે સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે તોફાની તેજી જોવા મળી હતી અને તેને પગલે તે તેમના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા છે, જેની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી.  નિફ્ટી-50 ના બે મોટા શેર રિલાયન્સ અને HDFCના બંને શેરોમાં તેજી અને યુરોપના બજારો પણ મજબૂતીનું વલણ […]

Share:

સેન્સેક્સમાં આજે સવારથી તેજી જોવા મળી હતી અને આજે ભારતીય શેરબજારના બે સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે તોફાની તેજી જોવા મળી હતી અને તેને પગલે તે તેમના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા છે, જેની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી.  નિફ્ટી-50 ના બે મોટા શેર રિલાયન્સ અને HDFCના બંને શેરોમાં તેજી અને યુરોપના બજારો પણ મજબૂતીનું વલણ રહેતા ભારતીય શેરોમાં મજબૂતી જોવા મળી હતી. 

સતત બીજા દિવસે બીએસઈ સેન્સેક્સ 195.45 પોઇન્ટ વધીને તેના ઉચ્ચ સ્તરે 63,253એ સ્થિર થયો હતો.  દિવસ દરમિયાન, તે મહત્તમ 260.61 પોઇન્ટ વધીને  63,588.31 ની તેની સર્વોચ્ચ સપાટીને સ્પર્શ્યો હતો. ગયા વર્ષે પહેલી ડિસેમ્બરે સેન્સેક્સ તેના ઈન્ટ્રા-ડે હાઈ 63,583.07 પોઈન્ટએ પહોંચ્યો હતો એટલે કે, સેન્સેક્સે ઊંચાઈનો છ મહિના જૂનો રેકોર્ડ તોડી નાખવામાં સફળતા મેળવી છે. ભારતીય બજાર માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે. 

એનએસઈ નિફ્ટી એડવાન્સ 40.15 પોઈન્ટ ઉછળીને 18,856.85 પોઈન્ટના ઊંચા સ્તરે પહોંચ્યું હતું. દિવસ દરમિયાન તે 18875.90 પોઈન્ટના સ્તરે જઈને પાછું આવ્યું હતું. 

સેન્સેક્સમાં રહેલો પાવર ગ્રીડ 3.68%, એચડીએફસી બેન્ક 1.71%, એચડીએફસી 1.66 %, ટેક મહિન્દ્રા 1.13%, અને ટીસીએસ 0.94% વધ્યા હતા. આ સાથે જ રિલાયન્સ, વિપ્રો અને લાર્સન એન્ડ ટુબ્રોના શેરોમાં પણ તેજી જોવા મળી હતી.

તૂટેલા શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને આઇટીસી રહ્યા હતા. આ ઉપરાંત એક્સિસ બેન્ક, આઇટીસી, ઈન્ડસઇન્ડ બેન્ક તેમજ મારુતિ અને બજાજ ફાઈનાન્સના શેરના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. 

આ અંગે મહેતા ઇક્વિટીઝના ચેરમેન રાકેશ મહેતાએ જણાવ્યું કે, વિશ્વમાં અનેક મોરચે પડકારો હોવા છતાં પણ ભારતીય શેર બજારે સર્વોચ્ચ સપાટી હાંસલ કરી તે જોઈને આનંદ થાય છે. અમે આશા સાથે જૂનના ત્રિમાસિક પરિણામોની રાહ જોઈ રહ્યા છીએ અને લાગે છે કે તે અપેક્ષા પ્રમાણેના હશે. અન્ય ઇન્ડેક્સમાં જોઈએ તો, મિડકેપ શેરોમાં પણ તેજી યથાવત રહી હતી અને સતત સાતમા દિવસે રેકોર્ડ હાઈ પર ટ્રેડ કરી રહ્યા હતા. જેના પગલે બીસઈ મિડકેપ 0.68 % અને સ્મોલકેપ ઈન્ડેક્ષ 0.24% વધ્યા હતા.