Surat: એક જ પરિવારના સાત સભ્યોએ સામુહિક આપઘાત કર્યો

Surat: ગુજરાતના સુરતમાં શનિવારે એક આઘાતજનક ઘટના બની હતી. જેમાં એક જ પરિવારના સાત સભ્યોએ સામુહિક આપઘાત (mass suicide) કર્યો હતો. સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં આ ઘટના બની હતી. તેમના મૃતદેહો એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યા હતા. આ ઘટના અંગે જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતની ટીમ સ્થળ ઉપર પહોંચીને આગળી કાર્યવાહી હાથધરી હતી. પોલીસે જણાવ્યું હતું […]

Share:

Surat: ગુજરાતના સુરતમાં શનિવારે એક આઘાતજનક ઘટના બની હતી. જેમાં એક જ પરિવારના સાત સભ્યોએ સામુહિક આપઘાત (mass suicide) કર્યો હતો. સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં આ ઘટના બની હતી. તેમના મૃતદેહો એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યા હતા. આ ઘટના અંગે જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતની ટીમ સ્થળ ઉપર પહોંચીને આગળી કાર્યવાહી હાથધરી હતી.

પોલીસે જણાવ્યું હતું કે તેઓને એક કથિત સુસાઈડ નોટ મળી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ આર્થિક તંગીને કારણે સામુહિક આપઘાત (mass suicide) કરી રહ્યા છે. ત્રણ બાળકો સહિત છ લોકોએ ઝેરી દવા પીધી હતી, જ્યારે અન્ય એક વ્યક્તિએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. સુરત (Surat)માં સામુહિક આપઘાતની ઘટનાની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો.

વધુ વાંચો… Mukesh Ambani: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી મળી

આ ઘટનામાં પતિ-પત્ની, માતા-પિતા, એક બાળક અને બે બાળકીઓના મોતથી સોલંકી પરિવારનો માળો વિખેરાયો હતો. સુરત (Surat)ના પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલા સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટના સી-2માં સોલંકી પરિવાર રહેતો હતો. મનિષ સોલંકી ફર્નિચરનો વ્યવસાય ધરાવતા હતા. જોકે મનિષ સોલંકીએ પરિવારના છ સભ્યો એટલે કે પત્ની, માતા-પિતા અને ત્રણ બાળકોને ઝેરી દવા આપ્યા બાદ પોતે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

Suratમાં એક જ પરિવારના 7 સભ્યોના આપઘાતથી ચકચાર 

આ ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ફર્નિચરના વ્યવસાય સાથે જોડાયેલા અને મોટા કોન્ટ્રાક્ટ રાખતાં મનિષ સોલંકી લાંબા સમયથી આર્થિક સંકડામણ અનુભવતા હતા. એક જ પરિવારના સાત લોકોના આપઘાતના સમાચાર સાંભળીને આસપાસના વિસ્તારના લોકો પણ દોડી આવ્યા હતા.

ડીસીપી આર પી બારોટે જણાવ્યું હતું કે, “સુરત (Surat)માં આજે બપોરે એક વ્યક્તિ, તેની પત્ની, તેના માતા-પિતા, દંપતીનો છ વર્ષનો પુત્ર તથા 10 અને 13 વર્ષની બે પુત્રીઓ સુરતના સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. અમે તેમના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.”

 37 વર્ષીય મનીષ સોલંકીની લાશ લટકતી હાલતમાં મળી આવી હતી. બાકીના છ લોકોના મૃતદેહ ઘરના પલંગ અને ફ્લોર પરથી મળી આવ્યા હતા.

સુસાઈડ નોટ મુજબ, ડીસીપી આર પી બારોટે જણાવ્યું હતું કે કોઈને ઉછીના આપેલા પૈસા પરત ન કરી શકવાને કારણે આર્થિક મુશ્કેલીના કારણે પરિવારે આ પગલું ભર્યું હતું.

સુરત (Surat)ના મેયર નિરંજન ઝાંઝમેરાએ જણાવ્યું હતું કે, “એવું લાગે છે કે મનીષ સોલંકીએ ફાંસી લગાવતા પહેલા તેના પરિવારના સભ્યોને ઝેર પીવડાવ્યું હતું. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી રહ્યા છે.”

અગાઉ, જૂન 2023માં સરથાણામાં સામુહિક આપઘાતની ઘટના બની હતી. ઝેરી દવા ગટગટાવી રત્નકલાકારના પરિવારે સામુહિક આપઘાત (mass suicide) કર્યો હતો. આ બનાવમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો હતો.