ITC બોર્ડે હોટેલ બિઝનેસનું ડિમર્જર મંજૂર કરતાં શેરનો ભાવ 4% ગગળ્યો

ભારતીય શેરબજારમાં ટોચ કંપનીમાની એક ITCએ સોમવારે જાહેરાત કરી કે તેના બોર્ડે હોટેલ બિઝનેસના ડિમર્જરને મંજૂરી આપી છે. આમ કરવાનું કારણ આ મલ્ટિબેગર સ્ટોરના 30 લાખ શેરધારકો માટે કિંમત અનલોક કરવાનો છે જે છેલ્લા 1 વર્ષથી નિફ્ટી ઈન્ડેક્સ પર શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યું છે.  કંપનીએ જણાવ્યું કે, તમામ વિચાર વિમર્શ કર્યા પછી બોર્ડે વ્યવસ્થાની યોજનાના […]

Share:

ભારતીય શેરબજારમાં ટોચ કંપનીમાની એક ITCએ સોમવારે જાહેરાત કરી કે તેના બોર્ડે હોટેલ બિઝનેસના ડિમર્જરને મંજૂરી આપી છે. આમ કરવાનું કારણ આ મલ્ટિબેગર સ્ટોરના 30 લાખ શેરધારકો માટે કિંમત અનલોક કરવાનો છે જે છેલ્લા 1 વર્ષથી નિફ્ટી ઈન્ડેક્સ પર શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યું છે. 

કંપનીએ જણાવ્યું કે, તમામ વિચાર વિમર્શ કર્યા પછી બોર્ડે વ્યવસ્થાની યોજનાના ભાગ રૂપે હોટેલ બિઝનેસના ડિમર્જરને સૈદ્ધાંતિક મંજૂરી આપી, જેમાં કંપની નવી એન્ટિટીમાં આશરે 40% હિસ્સો ધરાવે છે અને આશરે 60% બાકી શેરહોલ્ડિંગ કંપનીમાં તેમના શેરહોલ્ડિંગના પ્રમાણમાં કંપનીના શેરધારકો દ્વારા સુધી રાખવામાં આવશે. 

આ ઔપચારિક જાહેરાત પછી ITCના શેરમાં 4%નો ઘટાડો નોંધાયો. BSE પર તેની કિંમતમાં ઘટાડો નોંધાતા રોકાણકારો નાખુશ થયા. કોલકાતાની FMCG કંપનીએ 40% સ્ટેક્સ પોતાની પાસે રાખવાનો નિર્ણ લીધો છે, જે નવી સબસિડરી ITC હોટેલ્સ તરીકે ઓળખાશે. આ ડિમર્જર 14 ઓગસ્ટથી લાગુ થશે.

બોર્ડ મીટિંગ દરમિયાન, ડિરેક્ટર્સએ વિકાસની આગામી રણનીતિ રચવા તેમજ ભાગીદારો માટે મૂલ્ય નિર્માણમાં વધારો કરવા માટે હોટેલ બિઝનેસ માટે વિવિધ વૈકલ્પિક માળખાનું મુલ્યાંકન કર્યું હતું.  આ માટિંગમાં બોર્ડે નોંધ લીધી કે, કંપનીનો હોટેલ બિઝનેસ ઘણા વર્ષોથી સારો ચાલી રહ્યો છે અને ITCની સંસ્થાકીય શક્તિઓ, બ્રાન્ડ ઈક્વિટી અને સદભાવનાનો લાભ લેવાનું ચાલુ રાખીને બિઝનેસ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરીને શ્રેષ્ઠ મૂડી માળખા સાથે ઝડપથી વિકસતા હોસ્પિટાલિટી વેપારમાં એક અલગ એન્ટિટી તરકે તેના વિકાસના માર્ગને વિકસાવવા તૈયાર છે. 

આ નિર્ણયથી હોસ્પિટાલિટી બિઝનેસમાં કંપનીના  હિતની ખાતરી થશે, નવી એન્ટિટીને તેની વૃદ્ધિનેવેગ આપવા અને સતત મૂલ્યના નિર્માણના અનુસંધાનમાં લાંબાગાળાની સ્થિરતા અને વ્યૂહાત્મક સમર્થન પૂરું પાડશે તેમજ કંપની અને નવી એન્ટિટી વચ્ચે ક્રોસ સિનર્જીનો લાભ મળશે. 

ડિમર્જર નવી એન્ટિટીને યોગ્ય રોકાણકારો અને ભાગીદાપોને આકર્ષવામાં મદદ કરશે, જેમની રોકાણની વ્યૂહરચના અને જોખમ પ્રોફાઈલ હોસ્પિટાલિટી વેપાર સાથે વધારે રેખાકિંત કરશે. વધુમાં તે કંપનીના શેરધારકોને નવી એન્ટિટીમાં સીધો ભાગ આપીને સ્વતંત્ર બજાર સંચાલિત મુલ્યાંકન સાથે હોટેલ બિઝનેસનું મુલ્ય ખુલ્લુ મુકશે. 

છેલ્લા કેટલાક વર્ષોમાં ITCએ માલિકીની હોટેલ્સને બદલે મેનેજમેન્ટ કોન્ટ્રાક્ટ દ્વારા મિલકતો વસાવવા પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આમ કરીને કંપનીએ એસેટ રાઈટની વ્યૂહરચના અપનાવી છે. સ્ટેન્ડ અલોન એન્ટિટીમાં છેલ્લા 3 વર્ષમાં ઉમેરવામાં આવેલા આશરે અડધા રૂમ્સ મેનેજમેન્ટ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યા છે. 

ફાયનાન્સ એક્સપર્ટ જણાવે છે કે, ટ્રાવેલ એક્ટિવિટીમાં સુધારો કરીને અને ઉદ્યોગમાં કોઈ નવો મોટો રૂમ સપ્લાય ન હોવાને કારણે હોટેલ્સ કારોબાર એક સારા પોઈન્ટ પર છે, જેના કારણે વધુ ARR છે. જેફરીઝે ITC હોટેલ્સની એન્ટરપ્રાઈઝ વેલ્યુ પર 18,300 કરોડ રૂપિયાનો અંદાજો લગાવ્યો છે.