200 કલાકની લાંબી વાતચીતના દાવાને લઈ, ભારતના G20 શેરપાથી અભિભૂત થયા શશિ થરૂર

કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે G20 સમિટમાં સર્વસંમતિ ઘોષણા પત્રની સ્વીકૃતિ મામલે ભારતના શેરપા અમિતાભ કાંતની પ્રશંસા કરી હતી. શશિ થરૂરે કહ્યું હતું કે, G20 સમિટમાં રશિયા-યુક્રેન યુદ્ધ પર પ્રમુખ મતભેદોને દૂર કરીને સર્વસંમતિથી ઘોષણા પત્ર સ્વીકાર કરવામાં આવ્યું તેથી ભારતે એક મોટી જીત હાંસલ કરી છે. આ દેશ માટે ગર્વની બાબત છે. સંયુક્ત સચિવ ઈ […]

Share:

કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે G20 સમિટમાં સર્વસંમતિ ઘોષણા પત્રની સ્વીકૃતિ મામલે ભારતના શેરપા અમિતાભ કાંતની પ્રશંસા કરી હતી. શશિ થરૂરે કહ્યું હતું કે, G20 સમિટમાં રશિયા-યુક્રેન યુદ્ધ પર પ્રમુખ મતભેદોને દૂર કરીને સર્વસંમતિથી ઘોષણા પત્ર સ્વીકાર કરવામાં આવ્યું તેથી ભારતે એક મોટી જીત હાંસલ કરી છે. આ દેશ માટે ગર્વની બાબત છે.

સંયુક્ત સચિવ ઈ ગંભીર અને કે નાગરાજ નાયડુ સહિત અનેક રાજદ્વારીઓના એક દળે 300 દ્વિપક્ષીય બેઠકો કરી હતી અને G20 સમિટના પ્રથમ દિવસે જ સર્વસંમતિ સાધવા માટે વિવાદાસ્પદ યુક્રેન સંઘર્ષ મામલે પોતાના સમકક્ષોને 15 ડ્રાફ્ટ વહેંચ્યા હતા. શેરપા અમિતાભ કાંતે જણાવ્યું કે, “સમગ્ર G20 સમિટનો સૌથી જટિલ હિસ્સો ભૂરાજનૈતિક પેરેગ્રાફ (રશિયા-યુક્રેન) પર સામાન્ય સહમતી બનાવવાનો હતો. તે 200 કલાકથી પણ વધારે સમય સુધીની સતત વાતચીત, 300 દ્વિપક્ષીય બેઠકો, 15 ડ્રાફ્ટ સાથે પાર પાડવામાં આવ્યો. શેરપા અમિતાભ કાંતે આમાં નાયડુ અને ગંભીરે તેમને ખૂબ સહયોગ આપ્યો હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.”

એક રાત પહેલાની જટિલ વાતચીતથી મળી સફળતા

એક રાત પહેલાના કઠિન સમજૂતી વાર્તાલાપ બાદ ભારતને એ સફળતા મળી છે જેના માટે વડાપ્રધાન મોદીની ટીમ G20 અધ્યક્ષતા મળી ત્યારથી જ દિવસ રાત પરિશ્રમ કરી રહી હતી. હકીકતે શુક્રવારની સાંજ સુધી યુક્રેન મુદ્દાને લઈ દિલ્હી ઘોષણા પત્ર પર સામાન્ય સહમતીનો મુદ્દો અટવાયેલો હતો. શિખર સમિટમાંથી એકજૂથ નિવેદન સામે આવી શકશે કે નહીં તે પણ સવાલ થઈ રહ્યો હતો. પરંતુ બાદમાં ભારતીય ટીમે ચીન, રશિયા અને પશ્ચિમના દેશોના પ્રતિનિધિઓ સાથે ફરી વાર્તાલાપ શરૂ કર્યો હતો. 

ભારતને તેમાં બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા અને ઈન્ડોનેશિયાનો સંપૂર્ણ સહયોગ મળ્યો હતો. આ પ્રયાસોથી ભારતને યુક્રેન મામલે તૈયાર અનુચ્છેદને લઈ ચીનને સહમત કરવાની સફળતા મળી હતી. બાદમાં યુરોપીય દેશોએ પણ આ મામલે સહમતી દર્શાવી હતી. 

જ્યારે તમે IASનો વિકલ્પ…

આ વાતચીતને આધાર બનાવીને કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે X (ટ્વિટર) પોસ્ટ દ્વારા ભારતીય શેરપા અમિતાભ કાંતને શુભેચ્છા પાઠવી હતી. શશિ થરૂરે જણાવ્યું કે, એમ લાગે છે કે જ્યારે તમે IAS બનવાનો વિકલ્પ પસંદ કર્યો તો IFSએ એક પ્રતિષ્ઠિત રાજદ્વારી ગુમાવ્યો. શશિ થરૂરે આ પળને ભારત માટે ગર્વની ગણાવી હતી. 

જાણો G20 શેરપા વિશે

G20 સમિટમાં જેટલા પણ દેશ સામેલ થઈ રહ્યા છે તેઓ પોતાના દેશ તરફથી એક શેરપા નિયુક્ત કરે છે. સદસ્ય દેશોના શેરપા G20 સમિટ દરમિયાન પોતપોતાના દેશને પ્રદર્શિત કરે છે. આ સંમેલનમાં તેઓ પોતાના નેતાઓની મદદ કરે છે. સાથે જ પોતાના દેશના નીતિગત નિર્ણયો અંગે તમામ સદસ્ય દેશોને અવગત પણ કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો શેરપાનું પદ એક રાજદૂતના પદની સમકક્ષ હોય છે. શેરપાની નિયુક્તિ સદસ્ય દેશોની સરકાર દ્વારા કરવામાં આવે છે. ભારતે અમિતાભ કાંતની શેરપા તરીકે નિયુક્તિ કરી છે.