Shashi Tharoorને આગામી પેલેસ્ટાઈન સમર્થિત કાર્યક્રમના ગેસ્ટ લિસ્ટમાંથી હટાવાયા

Shashi Tharoor: મુસ્લિમ સંગઠન મહલ એમ્પાવરમેન્ટ મિશન (MEM) એ પેલેસ્ટાઈનના સમર્થનમાં યોજાનારા કાર્યક્રમ (pro-Palestine event)ના ગેસ્ટ લિસ્ટમાંથી કોંગ્રેસના સાંસદ શશિ થરૂરનું નામ હટાવી દીધું છે. શશિ થરૂરે 26 ઓક્ટોબરે પેલેસ્ટાઈનના સમર્થનમાં યોજાયેલ રેલીમાં વિવાદાસ્પદ ભાષણ આપ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.   કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે (Shashi Tharoor) 26 ઓક્ટોબરે કોઝિકોડમાં અન્ય મુસ્લિમ સંગઠન ઈન્ડિયન […]

Share:

Shashi Tharoor: મુસ્લિમ સંગઠન મહલ એમ્પાવરમેન્ટ મિશન (MEM) એ પેલેસ્ટાઈનના સમર્થનમાં યોજાનારા કાર્યક્રમ (pro-Palestine event)ના ગેસ્ટ લિસ્ટમાંથી કોંગ્રેસના સાંસદ શશિ થરૂરનું નામ હટાવી દીધું છે. શશિ થરૂરે 26 ઓક્ટોબરે પેલેસ્ટાઈનના સમર્થનમાં યોજાયેલ રેલીમાં વિવાદાસ્પદ ભાષણ આપ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.  

કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે (Shashi Tharoor) 26 ઓક્ટોબરે કોઝિકોડમાં અન્ય મુસ્લિમ સંગઠન ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML)ના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ કાર્યક્રમ પેલેસ્ટાઈનના સમર્થનમાં કરવામાં આવ્યો હતો. પોતાના ભાષણ દરમિયાન થરૂરે ઈઝરાયલ પર હમાસના હુમલાને આતંકવાદી ઘટના ગણાવી હતી.

કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટ (CPI- M) ના નેતા એમ સ્વરાજે કહ્યું કે, “શશી થરૂર (Shashi Tharoor) એવા વ્યક્તિ નથી કે જે શબ્દોના અર્થ જાણતા ન હોય. તે એવા વ્યક્તિ પણ નથી કે જેઓ અજાણ હતા કે ઈતિહાસ 7 ઓક્ટોબરે શરૂ થયો ન હતો.”

MEMના પ્રમુખ શજહાન શ્રીકાર્યમે જણાવ્યું હતું કે, “અમે શશી થરૂરને જાણ કરી છે કે અમે તેમને કાર્યક્રમ (pro-Palestine event)માંથી હટાવવાનો નિર્ણય લીધો છે.”  

ગાઝામાં મહિલાઓ અને બાળકો સહિત નાગરિકોની કથિત અંધાધૂંધ હત્યાની નિંદા કરવા ગુરુવારે કેરળના કોઝિકોડમાં IUML ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘણા IUML સમર્થકો રેલીમાં જોડાયા હતા, જેમાં શશી થરૂર (Shashi Tharoor) મુખ્ય અતિથિ તરીકે હાજર હતા.

વધુ વાંચો: જાણો 8 ભારતીયોને ફાંસીના ફંદામાંથી બચાવવા ભારત પાસે ઉપલબ્ધ વિકલ્પો વિશે

Shashi Tharoorએ હમાસના હુમલાને આતંકવાદી કૃત્ય ગણાવ્યું 

સંઘર્ષનો અંત લાવવાની આવશ્યકતા પર ભાર મૂકતા, કોંગ્રેસના સાંસદે પણ હમાસ દ્વારા ઈઝરાયલ પરના હુમલાની નિંદા કરી અને તેને ‘આતંકવાદી કૃત્ય’ ગણાવ્યું હતું.

શશી થરુરે (Shashi Tharoor) પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરી અને કહ્યું, “તેઓ હંમેશા પેલેસ્ટાઈનના લોકોની સાથે રહ્યા છે. તેઓ IUML રેલીમાં તેમના 32-મિનિટના ભાષણના 25-સેકન્ડના ભાગના પ્રચાર-પ્રસાર સાથે સહમત નથી.” 

તેમણે વધુમાં કહ્યું, “જો પેલેસ્ટિનિયન લોકોના માનવ અધિકારો માટેના મારા સમર્થનને નકારવા માટે આટલું જ જરૂરી છે, તો મારી પાસે કહેવા માટે વધુ કંઈ નથી.” 

શશિ થરૂરે IUML કાર્યક્રમમાં કહ્યું હતું, “આતંકવાદીઓએ 7 ઓક્ટોબરે ઈઝરાયલ પર હુમલો કર્યો હતો. તેઓએ 1400 લોકોને માર્યા હતા અને 200 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. જેના જવાબમાં ઈઝરાયલે અત્યાર સુધીમાં 6 હજાર લોકોની હત્યા કરી છે. તેઓએ ગાઝામાં ખોરાક, પાણી અને બળતણનો પુરવઠો કાપી નાખ્યો છે.

વધુ વાંચો:રાહુલ ગાંધી 2 દિવસના પ્રવાસ દરમિયાન નવી જાહેરાતો કરે તેવી શક્યતા

શશિ થરૂરે વધુમાં કહ્યું, “દરરોજ નિર્દોષ લોકોની હત્યા થઈ રહી છે. હોસ્પિટલો પર બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. માનવ અધિકારોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. તે આતંકવાદીઓએ નિઃશસ્ત્ર લોકોની હત્યા કરી ત્યારે સમગ્ર વિશ્વએ તેની નિંદા કરી. હવે દરેક વ્યક્તિ ઈઝરાયલના હુમલાની નિંદા કરી રહ્યો છે, જ્યારે બંને બાજુથી આતંકવાદી હુમલા થયા છે.”