મહાન યોધ્ધા શિવાજીની તલવાર જગદંબા યુકેથી ભારત લવાશે 

શિવાજીની અધિકૃત તલવાર ‘જગદંબા’ એક વર્ષ માટે યુ.કે.થી ભારત લવાશે અને આ માટેની તમામ પ્રક્રિયા મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા કરાઇ રહી છે.  યોદ્ધા રાજાના રાજ્યાભિષેકની 350મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે શિવાજી  દ્વારા તત્કાલીન પ્રિન્સ ઑફ વેલ્સને ભેટમાં આપેલી તલવાર ભારત લાવી શકાય તે માટે કેન્દ્ર સાથે વાતચીત કરી રહ્યું છે.  આ તલવાર વિષે પ્રાપ્ત માહિતી પ્રમાણે જગદંબા […]

Share:

શિવાજીની અધિકૃત તલવાર ‘જગદંબા’ એક વર્ષ માટે યુ.કે.થી ભારત લવાશે અને આ માટેની તમામ પ્રક્રિયા મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા કરાઇ રહી છે. 

યોદ્ધા રાજાના રાજ્યાભિષેકની 350મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે શિવાજી  દ્વારા તત્કાલીન પ્રિન્સ ઑફ વેલ્સને ભેટમાં આપેલી તલવાર ભારત લાવી શકાય તે માટે કેન્દ્ર સાથે વાતચીત કરી રહ્યું છે. 

આ તલવાર વિષે પ્રાપ્ત માહિતી પ્રમાણે જગદંબા તલવારમાં ઘણા હીરા અને માણેક જાડેલા છે અને તે શિવાજી   દ્વારા  આલ્બર્ટ એડવર્ડ, તત્કાલીન પ્રિન્સ ઓફ વેલ્સ અને બાદમાં રાજા એડવર્ડ VIIને  “મરાઠા પ્રમુખ શિવાજીના અવશેષ તરીકે” 1875-76 માં તેમની ભારતની મુલાકાત દરમિયાન આપવામાં આવી હતી. 

 મરાઠા યોદ્ધા રાજા છત્રપતિ શિવાજીની તલવાર, ‘જગદંબા’ પ્રખ્યાત મરાઠા શાસકના સિંહાસન પર આરોહણની 350મી વર્ષગાંઠની ઉજવણી માટે, લગભગ એક વર્ષ માટે યુકે ના એક સંગ્રહાલયમાંથી ટૂંક સમયમાં મહારાષ્ટ્ર પરત લાવવા પરાયાસ ચાલી રહ્યા છે. 

મહારાષ્ટ્ર રાજ્યના સાંસ્કૃતિક બાબતોના પ્રધાન સુધીર મુનગંટીવારે જણાવ્યું કે, મહારાષ્ટ્ર સરકારે લંડનના સેન્ટ જેમ્સ પેલેસમાંથી તલવાર મેળવવા માટે કેન્દ્ર સાથે વાતચીત શરૂ કરી છે. તેઓ આ માટે લંડનની મે મહિનામાં મુલાકાત લેશે. અમે આ તલવાર ઓછામાં ઓછા એક વર્ષ માટે રાજ્યમાં રાખવા ઈચ્છીએ છીએ અને આ માટે ત્યાંનાં અધિકારીઓને મળશે. આ માટે તેઓ વડા પ્રધાન ઋષિ સુનકનો અંગત રીતે સંપર્ક કરશે. 

આ તલવાર મહારાજ શિવાજીને  સ્પર્શી છે આથી તે અમારા માટે ખૂબ જ મૂલ્યવાન છે. 

અત્રે એ ઉલ્લેખનીય છે કે, છત્રપતિ શિવાજી ભારતના એક મહાન શાસકોમાંના એક હતા. તેમનો જન્મ 19મી ફેબ્રુઆરી 1630માં શિવનેરીના કિલ્લામાં થયો હતો. કેટલાક દસ્તાવેજો માં તેમનો જન્મ 1627ના વર્ષનો છે તેવો પણ ઉલ્લેખ છે.

માત્ર 16 વર્ષની ઉંમરે શિવાજી મહારાજે ટોમાના કિલ્લા પર પોતાનો કબજો કરી લીધો હતો અને હજુ તો 17 વર્ષના થાય ત્યાં સુધીમાં તો તેમણે રાઈગઢ અને કોનડના નો કીલ્લો સર કરી લીધો હતો.

મરાઠા રાજ્યના પાયાનો શ્રેય શ્રી છત્રપતિ શિવાજીને જ જાય છે. આ દિવસને એટલે કે શિવાજી જયંતીના દિવસને શિવ જયંતી પણ કહેવાય છે. મહારાષ્ટ્રમાં આ દિવસની ઉજવણી ખૂબ જ પરંપરાગત રીતે કરવામા આવે છે. મહારાષ્ટ્રમાં આ દિવસે જાહેર રજા હોય છે. શિવાજીને તેમની બહાદૂરી તેમજ તેમની યુદ્ધ જીતવાની રણનીતિના કારણે ખાસ યાદ કરવામાં આવે છે.