જાન્યુઆરી મહિનાના ત્રીજા સપ્તાહમાં થશે શ્રી રામ જન્મભૂમિ મંદિરનું ઉદ્ઘાટનઃ જાણો વધુ વિગતો!

અયોધ્યા ખાતે આગામી 21થી 24 જાન્યુઆરી, 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામ જન્મભૂમિ મંદિરનું રીતે ઉદ્ઘાટન થશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી મળતી માહિતી પ્રમાણે જાન્યુઆરી 2024ના ત્રીજા સપ્તાહમાં ઉદ્ઘાટન યોજાશે. સ્વામી ગોવિંદ ગિરીએ જણાવ્યું હતું કે, 21થી 23 જાન્યુઆરી વચ્ચેનું એક શુભ મુહૂર્ત નક્કી કરવામાં આવશે અને વડાપ્રધાન મોદીને તેની જાણ […]

Share:

અયોધ્યા ખાતે આગામી 21થી 24 જાન્યુઆરી, 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામ જન્મભૂમિ મંદિરનું રીતે ઉદ્ઘાટન થશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી મળતી માહિતી પ્રમાણે જાન્યુઆરી 2024ના ત્રીજા સપ્તાહમાં ઉદ્ઘાટન યોજાશે. સ્વામી ગોવિંદ ગિરીએ જણાવ્યું હતું કે, 21થી 23 જાન્યુઆરી વચ્ચેનું એક શુભ મુહૂર્ત નક્કી કરવામાં આવશે અને વડાપ્રધાન મોદીને તેની જાણ કરવામાં આવશે. 

આગામી 14મી જાન્યુઆરીથી જ રામ જન્મભૂમિ મંદિરના ઉદ્ઘાટન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવશે અને વડાપ્રધાન મોદી તરફથી તારીખની પુષ્ટી કરી દેવામાં આવે ત્યાર બાદ ઉદ્ઘાટનનો દિવસ નક્કી કરવામાં આવશે. 

અન્ય એક અહેવાલ પ્રમાણે સંભવતઃ આગામી 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરનું ઉદ્ઘાટન થશે અને રામલલ્લા ગર્ભગૃહમાં વિરાજમાન થશે. અયોધ્યા ખાતે ચાલી રહેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદી પણ આ કાર્યક્રમમાં સામેલ થશે અને રામ જન્મભૂમિ મંદિરનું ઉદ્ઘાટન કરશે. 

શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના એક સપ્તાહ પહેલાથી જ પૂજા શરૂ કરી દેવામાં આવશે. રામ જન્મભૂમિ મંદિરનો ગ્રાઉન્ડ ફ્લોર બનીને સંપૂર્ણપણે તૈયાર છે અને ગર્ભગૃહનું નિર્માણ પહેલેથી જ પૂર્ણ કરી દેવાયું છે. અયોધ્યાથી નિર્માણાધીન રામ જન્મભૂમિ મંદિરની અનેક તસવીરો સામે આવી છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના જનરલ સેક્રેટરી ચંપત રાય ઘણી વખત કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલી અપડેટ અને તસવીરો શેર કરતા રહે છે. 

ઉદ્ઘાટનમાં હાજરી આપશે વિશ્વભરના મહેમાનો

અયોધ્યામાં નિર્માણાધીન શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં રામલલ્લા બીરાજમાન થશે તે પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. પ્રભુ શ્રી રામના ભક્તો ખૂબ જ આતુરતાપૂર્વક અયોધ્યામાં બની રહેલા શ્રી રામ જન્મભૂમિ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગની રાહ જોઈ રહ્યા છે. મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમ માટે શ્રીરામ જન્મભૂમિ મંદિર તીર્થ ક્ષેત્ર તરફથી દેશભરના ધર્માચાર્યો ઉપરાંત વિશ્વના 160 દેશોના પ્રતિનિધિઓને આમંત્રણ પાઠવવામાં આવશે. 

સાધુ સંતોને આમંત્રણ પાઠવવામાં આવશે

ચંપત રાયે અગાઉ જણાવ્યું હતું કે, ટ્રસ્ટ અયોધ્યાના તમામ પ્રમુખ મઠોના સંતોને પણ આમંત્રણ પાઠવશે. શ્રીરામ જન્મભૂમિ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં 10 હજાર ખાસ મહેમાનો સિવાય અલગથી 25 હજાર સંતો પણ જોડાશે. ટ્રસ્ટ દ્વારા ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન મોટા પાયે ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવશે.

ડિસેમ્બર મહિના સુધીમાં અયોધ્યાના રામ જન્મભૂમિ મંદિરને ફાઈનલ ટચ આપી દેવામાં આવશે. રામ લલ્લાની પ્રતિમા કર્ણાટકના મૈસુર ખાતેથી લાવવામાં આવેલા પથ્થરોમાંથી તૈયાર કરવામાં આવી છે. રાજસ્થાનના મકરાના ખાતેના માર્બલથી પણ રામ લલ્લાની અન્ય એક મૂર્તિ બનાવવામાં આવી રહી છે.