બોમ્બે હાઈકોર્ટે સિંગલ મહિલાને આપી બાળક દત્તક લેવાની પરમિશન

બોમ્બે હાઈકોર્ટે સિંગલ કામકાજી મહિલાને બાળકને દત્તક લેવાની મંજૂરી આપતાં ટ્રાયલ કોર્ટના ચુકાદાને ઉથલાવી નાખ્યો છે. ભૂસાવળ ટ્રાયલ કોર્ટે મહિલાને તેની બહેનના બાળકને દત્તક લેવાની મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો હતો. ટ્રાયલ કોર્ટે એવો ચુકાદો આપ્યો હતો મહિલા કામકાજી હોવાથી તે બાળકની સારી રીતે સંભાળ નહીં લઈ શકે. ભુસાવળ કોર્ટના આ ચુકાદા સામે મહિલાએ હાઈકોર્ટમાં અરજી […]

Share:

બોમ્બે હાઈકોર્ટે સિંગલ કામકાજી મહિલાને બાળકને દત્તક લેવાની મંજૂરી આપતાં ટ્રાયલ કોર્ટના ચુકાદાને ઉથલાવી નાખ્યો છે. ભૂસાવળ ટ્રાયલ કોર્ટે મહિલાને તેની બહેનના બાળકને દત્તક લેવાની મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો હતો. ટ્રાયલ કોર્ટે એવો ચુકાદો આપ્યો હતો મહિલા કામકાજી હોવાથી તે બાળકની સારી રીતે સંભાળ નહીં લઈ શકે. ભુસાવળ કોર્ટના આ ચુકાદા સામે મહિલાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી જેની આજે સુનાવણી થતાં હાઈકોર્ટે આવો ચુકાદો જાહેર કર્યો હતો. 

જસ્ટિસ ગૌરી ગોડસેન એ જણાયું હતું કે, છૂટાછેડા લીધેલા કે સિંગલ પેરેન્ટ્સ જુવેનાઇલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ, 2015 મુજબ દત્તક લેવાને પાત્ર છે અને ડિસ્ટ્રિક્ટ કોર્ટનું કામ માત્ર એ જાણવાનું છે કે તમામ જરૂરી માપદંડો પૂરા થયા છે કે નહીં. કોર્ટે કહ્યું કે, સામાન્ય રીતે એકલ માતાપિતાને કામ કરતી વ્યક્તિઓ બનવાની ફરજ પાડવામાં આવે છે, કદાચ કેટલાક દુર્લભ અપવાદો સાથે. આમ, કલ્પનાની કોઈ પણ હદ સુધી એક માતાપિતાને તે અથવા તેણી કાર્યકારી વ્યક્તિ હોવાના આધારે દત્તક લેનારા માતાપિતા બનવા માટે ગેરલાયક ઠેરવી શકાય નહીં.કોર્ટે એક વર્કિંગ વુમન અને ગૃહિણી વચ્ચેની તુલના સામે સખત વાંધો ઉઠાવ્યો હતો કે “સક્ષમ કોર્ટ દ્વારા જૈવિક માતા ગૃહિણી હોવા અને સંભવિત દત્તક માતા (સિંગલ પેરેન્ટ) વર્કિંગ વુમન હોવા વચ્ચે કરવામાં આવેલી તુલના મધ્યયુગીન રૂઢિચુસ્તતાની માનસિકતાને પ્રતિબિંબિત કરે છે.” જ્યારે કાયદો એકલ માતાપિતાને દત્તક લેનારા માતાપિતા બનવા માટે પાત્ર તરીકે માન્યતા આપે છે, ત્યારે સક્ષમ અદાલતનો અભિગમ કાયદાના મૂળ હેતુને જ હરાવે છે.

હાઈકોર્ટે આદેશ રદ કરીને નોંધ્યું હતું કે જ્યુવેેનાઈલ જસ્ટિસ એક્ટમાં સિંગલ કે ડિવોર્સી વર્કિંગ વ્યક્તિ  બાળક દત્તક લેવા પાત્ર છે, જોકે એવી શરત છે કે  તે શારીરિક, આર્થિક અને માનસિક રીતે સ્વસ્થ અને સદ્ધર હોવી જોઈએ અને તેને દત્તક લેવા માટેની અને બાળકના ઉછેરની ઉત્કંઠા હોવી જોઈએ.અરજદારે બધા નિયમો અનુસર્યા છે અને ડિસ્ટ્રીક્ટ ચાઈલ્ડ વેલફેર ઓફિસરે તેને દત્તક લેવા યોગ્ય હોવાનો અહેવાલ આપ્યો હોવાની પણ ન્યા. ગોડસેએ નોંધ લીધી હતી. સિવિલ કોર્ટના આદેશને આધારહિન, ગેરકાયદે, વિકૃત, અન્યાયકારી અને અસ્વીકાર્ય ગણાવ્યો હતો. કોર્ટે આદેશ રદ કરીને અરજદાર મહિલા માટે બાળક દત્તક લેવાનો માર્ગ મોકળો કર્યો છે. આ કેસની વિગતો અનુસાર, મુંબઈની એક સિંગલ મહિલાએ તેની બહેનના સંતાનને દત્તક લેવા અરજી કરી હતી જોકે તે બાળકની સારી રીતે સંભાળ નહીં લઈ શકે તેવું માનીને ટ્રાયલ કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી જેને મહિલાએ હાઈકોર્ટમાં પડકારી હતી.