મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં SITએ હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો, હોનારત માટે ઓરેવા કંપની જવાબદાર

મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં હાઈકોર્ટમાં SIT (સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ) એ રિપોર્ટ રજૂ કર્યો છે. મોરબી બ્રિજ ધરાશાયી થવામાં ઓરેવા કંપની જવાબદાર હોવાનું SITની રિપોર્ટમાં ખુલાસો થયો છે. SITએ રિપોર્ટમાં જણાવ્યું છે કે ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલ, મેનેજર દિનેશ દવે અને મેનેજર દીપક પારેખ જેવી વ્યક્તિઓ આ ઘટના માટે જવાબદાર છે.  મોરબી બ્રિજ દુર્ઘટના કેસની […]

Share:

મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં હાઈકોર્ટમાં SIT (સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ) એ રિપોર્ટ રજૂ કર્યો છે. મોરબી બ્રિજ ધરાશાયી થવામાં ઓરેવા કંપની જવાબદાર હોવાનું SITની રિપોર્ટમાં ખુલાસો થયો છે. SITએ રિપોર્ટમાં જણાવ્યું છે કે ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલ, મેનેજર દિનેશ દવે અને મેનેજર દીપક પારેખ જેવી વ્યક્તિઓ આ ઘટના માટે જવાબદાર છે. 

મોરબી બ્રિજ દુર્ઘટના કેસની તપાસ માટે રાજ્ય સરકારે SITની રચના કરી હતી. મોરબી બ્રિજ દુર્ઘટના કેસને લઈને SITની ટીમે પાંચ હજાર પાનાંનો તપાસ રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કર્યો હતો. SITની રિપોર્ટમાં જણાવાયું હતું કે મોરબી બ્રિજ પર સહેલાણીઓ માટે નક્કી કરેલા દરની ટિકિટના વેચાણ ઉપર કોઈ નિયંત્રણ ન હોવાથી દુર્ઘટના સમયે બ્રિજ પર તેની ક્ષમતા કરતાં વધુ વ્યક્તિઓ હાજર હતા. 

વધુમાં, મોરબી બ્રિજના ઉદઘાટન પહેલા કોઈ ફિટનેસ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો ન હતો અને ઓરેવા કંપનીએ નગરપાલિકા પાસેથી ઈનપુટ માંગ્યા ન હતા. ટિકિટના વેચાણને પણ પ્રતિબંધ વિના મંજૂરી આપવામાં આવી હતી. SITના રિપોર્ટમાં મોરબી બ્રિજ પર સુરક્ષા સાધનો અને કર્મચારીઓની ચિંતાજનક અભાવને પણ રેખાંકિત કરવામાં આવી છે.

મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં SITની તપાસ

SITની રિપોર્ટમાં એવું પણ જણાવાયું હતું કે, મોરબી બ્રિજનું કામ દેવપ્રકાશ સોલ્યુશનને અપાયું હતું. જેની વિશ્વસનીયતા ચેક કરાઈ ન હતી. ટિકિટો કેટલી વેચવી તે નક્કી કરાયું ન હતું. ઓરેવા કંપનીનું મેનેજમેન્ટ મોરબી બ્રિજ ધરાશાયી થવા માટે જવાબદાર છે.

કોંગ્રેસના નેતા લલિત કગથરાએ દાવો કર્યો હતો કે સરકાર અધિકારીઓને બચાવી રહી છે. સરકાર નગરપાલિકાના અધિકારીઓને બચાવવાનો સરકાર પ્રયાસ કરી રહી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી જબરદસ્તીથી મોરબી બ્રિજ ચાલુ કરાવવામાં આવ્યો હતો. જયસુખ પટેલ નિર્દોષ છે. આ પાછળ સરકારી પ્રશાસન જવાબદાર છે.                

અગાઉ, SITના આંતરિક તપાસ રિપોર્ટમાં પણ મહત્વના ખુલાસા થયા હતા. હવે, આ રિપોર્ટમાં મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં ઓરેવા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલ અને મેનેજર સહિત વ્યક્તિઓને પણ જવાબદાર ગણવામાં આવ્યા છે.  

અહીં નોંધનીય છે કે મોરબીમાં મચ્છુ નદી પરનો બ્રિજ ગત વર્ષે 30 ઓક્ટોબર રવિવારની સાંજે ધરાશાયી થયો હતો. આ દુઃખદ ઘટનામાં સેંકડો લોકો નદીમાં પડી ગયા અને કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા હતા. સરકારી આંકડાઓ અનુસાર આ ઘટનામાં કુલ 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ બ્રિજની જાળવણી ઓરેવા કંપનીને સોંપવામાં આવી હતી. 

મોરબી બ્રિજ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો પિટિશન દાખલ કરી હતી. આ કેસમાં કુલ 10 જેટલા આરોપીઓની ધરપકડ કરાઈ હતી. અગાઉ ત્રણ સિક્યોરિટી ગાર્ડ અને બે ટિકિટ ચેકરને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતાં. હવે SITની રિપોર્ટને લઈને હાઈકોર્ટમાં આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે.