મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ ખરાબ, તંત્ર થયું સચેત

દેશમાં કોરોના વાયરસ ફરી માથું ઊંચકી રહ્યો છે. બીજી લહેર દરમિયાન આ રોગે જે હદે લાખો લોકોનો ભોગ લીધો હતો એ પછી કોઈ પણ સમયે ઉછાળો મારતા કોવિડ પ્રત્યે સરકાર ગંભીરતા રાખે છે. છેલ્લા કેટલાક દિવસથી ડરામણા આંકડા સામે આવી રહ્યા છે. કોરોના સંક્રમણના કેસમાં 46 ટકાનો તોતિંગ વધારો નોંધાયો છે. WHOના ટેકનિકલ લીડ વિભાગના […]

Share:

દેશમાં કોરોના વાયરસ ફરી માથું ઊંચકી રહ્યો છે. બીજી લહેર દરમિયાન આ રોગે જે હદે લાખો લોકોનો ભોગ લીધો હતો એ પછી કોઈ પણ સમયે ઉછાળો મારતા કોવિડ પ્રત્યે સરકાર ગંભીરતા રાખે છે. છેલ્લા કેટલાક દિવસથી ડરામણા આંકડા સામે આવી રહ્યા છે. કોરોના સંક્રમણના કેસમાં 46 ટકાનો તોતિંગ વધારો નોંધાયો છે. WHOના ટેકનિકલ લીડ વિભાગના ડો. મારિયા વેને કહ્યું કે કોવિડના નવા વેરિયન્ટ સમગ્ર વિશ્વમાં સતત આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 800થી વધુ વેરિઅન્ટ મળી ચુક્યા છે.દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૦૩૮ કેસ નોંધવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૨૧,૧૭૯ થઇ ગઇ છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે જ્યારે વધુ ૯ મોત નોંધવામાં આવતા કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને ૫,૩૦,૯૦૧ થઇ ગયો છે. દિલ્હી અને પંજાબમાં બે-બે મોત, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં એક-એક મોત અને કેરળમાં અગાઉના બે મોત નોંધવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૪,૪૭,૨૯,૨૮૪ થઇ ગઇ છે. કોરોનામાંથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને ૪,૪૧,૭૭,૨૦૪ થઇ ગઇ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કોરોના વેક્સિનના ૨૨૦.૬૬ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. 

આંકડા પરથી જણાય છે કે, મહારાષ્ટ્રમાં સ્થિતિ ખરાબ છે. મહારાષ્ટ્રમાં 186 ટકાનો ઉછાળો જોવા મળતા તંત્ર હરકતમાં આવી ગયું છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 562 નવા કોરોના સંક્રમિત જોવા મળ્યા છે, જ્યારે ત્રણ દર્દીઓના મોત થયા છે. રાહતની વાત એ છે કે 395 દર્દીઓ સાજા થયા છે. અગાઉ એટલે કે શનિવારે રાજ્યમાં સંક્રમણના 669 કેસ નોંધાયા હતા. હવે રાજ્યમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 3,488 થઈ ગઈ છે. આ સાથે સંક્રમિતોની સંખ્યા વધીને 81,45,342 થઈ ગઈ છે. તે જ સમયે, મૃતકોની સંખ્યા વધીને 1,48,444 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં, સરકારે સતારા જિલ્લામાં સરકારી કચેરીઓ અને ટ્રસ્ટની કચેરીઓ તેમજ કોલેજો અને બેંકોમાં માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. તમિલનાડુ સરકારે પણ સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને 1 એપ્રિલથી રાજ્યની હોસ્પિટલોમાં માસ્ક ફરજિયાત બનાવ્યા છે. 

કોરોના દર્દીઓની વધતી સંખ્યા વચ્ચે સરકાર પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે. આ કારણે ઘણા રાજ્યો અને કેન્દ્ર  શાસિત પ્રદેશોએ કોવિડ પ્રોટોકોલના નિયમો પર આગ્રહ કરવાનું શરુ કર્યું છે.