સુરત: ગત શુક્રવારે ઉધના ખાતે AAP (આમ આદમી પાર્ટી)ના દસ મ્યુનિસિપલ સભ્યો ભાજપમાં જોડાયા છે. આમાંના ચાર સભ્યોએ અગાઉ ભાજપને ટેકો આપવા ઘોષણા કરેલી, પણ શુક્રવારે તેઓએ આપમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે.
ફેબ્રુઆરી 2021માં જીતેલા કુલ AAP મ્યુનિસિપલ સભ્યોનો આંકડો 27 હતો, જે હવે ઘટીને 17 થયો છે. અલગ અલગ વોર્ડમાંથી છ મ્યુનિસિપલ સભ્યોએ શુક્રવારે ભાજપમાં જોડાવવાની ઘોષણા કરી જેમાં ઘનશ્યામ મકવાણા, ધર્મેન્દ્ર વાવળીયા, કિરણ ખોખાણી, અશોક ધામી, નિરાલી પટેલ, અને સ્વાતિ કયાડાનો સમાવેશ થાય છે. જયારે ભાવના સોલંકી, રૂટ ખેની, જ્યોતિકા લાઠીયા અને વિપુલ મોવલિયા અગાઉ આપમાંથી જુદા થયેલા પણ શુક્રવારે તેમણે સત્તાવાર રીતે રાજીનામાં આપેલ છે.
“કુલ દસ આપ મ્યુનિસિપલ સભ્યો ભાજપમાં જોડાયા છે, જેમાંના ચાર અગાઉ જોડાયેલા પણ આપમાંથી રાજીનામું આપેલ નહોતું તે હવે કાયદેસર આપીને ભાજપમાં જોડાયા છે” સુરતના ભાજપ પ્રમુખ નિરંજન જંઝમેરાએ જણાવ્યું હતું.
આપ સભ્યોનું કહેવાનું છે કે તેઓ સૌ પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ નીચે ભાજપ સરકાર દ્વારા થયેલા વિકાસથી ખુશ છે અને આ વિકાસને કારણે જ તેઓ ભાજપમાં જોડાયા છે.
“ભાજપ દેશમાં વિકાસનું કાર્ય કરે છે અને તેમાં જેને જોડાવવા રસ છે તેને અમે સ્વીકારીશું. તેઓએ નોંધ્યું હશે કે આપની નીતિઓ એમના પ્રદેશના વિકાસના કાર્યોમાં આડખીલીરૂપ હતી. “ રાજ્યના ગૃહ મંત્રીએ જણાવ્યુ હતું. હર્ષ સંઘવી પાર્ટીની ઓફિસ પર હાજર હતા અને તેમને આ જણાવેલ હતું.
“ભાજપને આમ આદમી પાર્ટીનો ડર સતાવે છે અને એટલે જ તેણે આપના સભ્યોને બીક બતાવી અને લાલચ આપી પોતાની પાર્ટીમાં જોડાવવા દબાણ કર્યું છે. દરેક સભ્યને રૂ. પચાસ લાખની ઓફર થઇ છે.” ગુજરાત આપ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું.
આ સાથે આપની સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષ તરીકેની સ્થિતિ ભયમાં મુકાઈ છે. હાલમાં સુરત શહેરમાં વિરોધ પક્ષ તરીકે આપ કોઈ મુશ્કેલીમાં નથી અને અમારી પાસે અમારી પૂરતી ઉમેદવારી છે તેવું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ કહ્યું હતું.
રાજનૈતિક વળાંકોને કારણે AAP અને ભાજપ સમાચારનું કેન્દ્ર બન્યા છે. કેટલાક સભ્યોની ભાજપમાં જોડાવવાની હલચલને કારણે સમીકરણો બદલાવવાની શક્યતાએ તર્કવિતર્કોને થયા છે. જો કે આપ નેતાઓએ આ અંગે નનૈયો ભણ્યો છે અને ભાજપ પર ભય બેસાડવાનો આરોપ મુક્યો છે.