સ્માર્ટ રિંગ્સ હેલ્થ અને ફિટનેસ ટ્રેક કરવાની સાથે ડિજિટલ પેમેન્ટ પણ કરી દેશે

દરેક વ્યક્તિએ સ્માર્ટ ઘડિયાળ, કાંડામાં પહેરવામાં આવતા ઉપકરણો વિશે સાંભળ્યું છે ત્યારે ટેક્નોલોજી ક્ષેત્રે સ્માર્ટ રિંગ્સનું ઉત્પાદન વધ્યું છે જે તમને સમય જણાવવા, તમારા હૃદયના ધબકારાને મોનિટર કરવા અને ફોન કોલ્સ કરવા જેવું બધું જ કરી શકે છે. સ્માર્ટ રિંગ્સ, પહેરવા યોગ્ય ઉપકરણ જે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે. મોટાભાગે નાની સ્ટાર્ટઅપ કંપનીઓ દ્વારા […]

Share:

દરેક વ્યક્તિએ સ્માર્ટ ઘડિયાળ, કાંડામાં પહેરવામાં આવતા ઉપકરણો વિશે સાંભળ્યું છે ત્યારે ટેક્નોલોજી ક્ષેત્રે સ્માર્ટ રિંગ્સનું ઉત્પાદન વધ્યું છે જે તમને સમય જણાવવા, તમારા હૃદયના ધબકારાને મોનિટર કરવા અને ફોન કોલ્સ કરવા જેવું બધું જ કરી શકે છે. સ્માર્ટ રિંગ્સ, પહેરવા યોગ્ય ઉપકરણ જે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે. મોટાભાગે નાની સ્ટાર્ટઅપ કંપનીઓ દ્વારા સ્માર્ટ રિંગ્સ બનાવવામાં આવે છે. હાલમાં સ્માર્ટ રિંગ્સની માગ વધી છે 

સ્માર્ટ રિંગ્સનું માર્કેટ

એક અહેવાલ મુજબ, ગયા વર્ષે વૈશ્વિક સ્માર્ટ રિંગ્સ માર્કેટનું મૂલ્ય US$5 મિલિયન હતું. 2030 સુધીમાં તેનું મૂલ્ય US$23 મિલિયન થવાની અપેક્ષા છે.

જો કે સ્માર્ટ રિંગ અન્ય અપેક્ષિત પરંતુ આખરે સામૂહિક રીતે અપનાવેલ ગેજેટ્સ જેમ કે Google Glassના માર્ગે જશે કે કેમ તે કહેવું હજી ઘણું વહેલું છે, તેમ છતાં ગ્રાહકો માટે આવી ટેક્નોલોજીના ફાયદા અને ક્ષમતાઓને સમજવી તે હજુ પણ મહત્વપૂર્ણ છે.

સ્માર્ટ રિંગ્સ શું છે?

સ્માર્ટ રિંગ્સ આપણે આપણી આંગળીઓ પર પહેરીએ છીએ તે પરંપરાગત દાગીના જેવી જ દેખાય છે, પરંતુ તેમાં ટેક્નિકલ ફંક્શન્સ ઉમેરવામાં આવ્યા છે. હાલમાં બજારમાં ઉપલબ્ધ રિંગ્સ ચોક્કસ હાવભાવનો પ્રતિસાદ આપી શકે છે, વાઈબ્રેશન દ્વારા પહેરનારને સૂચનાઓ મોકલી શકે છે.

સ્માર્ટ ઘડિયાળોની જેમ, સ્માર્ટ રિંગ્સને સ્માર્ટફોનના રિપ્લેસમેન્ટ તરીકે જોવામાં આવતી નથી, પરંતુ તેના પૂરક તરીકે જોવામાં આવે છે.

સ્માર્ટ રિંગ્સના ફીચર્સ

સ્માર્ટ રિંગ્સના સૌથી સામાન્ય ઉપયોગોમાં હેલ્થ અને ફિટનેસ ડેટાનું નિરીક્ષણ કરવાનો સમાવેશ થાય છે, પરંતુ તેનો ઉપયોગ ડિજિટલ પેમેન્ટ્સ, ઓનલાઇન સુરક્ષા અને ઘર અથવા ઓફિસ જેવી જગ્યાઓના એક્સેસ નિયંત્રણ માટે પણ થઈ શકે છે તેઓ યુઝરને હલનચલન અને હાવભાવ દ્વારા એપ્લિકેશન્સને ઓપન અને બંધ કરવા માટે રિંગને પ્રોમ્પ્ટ કરવાની પણ મંજૂરી આપે છે.

વેવ ફોર વર્ક, જે સ્ટાર્ટઅપ કંપની જેન્કી ઈન્સ્ટ્રુમેન્ટ્સ દ્વારા બનાવવામાં આવ્યું છે, જે યુઝર્સને તેમની આંગળીઓ વડે Skype, Zoom, PowerPoint, Microsoft Teams અને Keynote જેવી એપ્લિકેશનને નિયંત્રિત કરવાની મંજૂરી આપે છે.

ટેક્નોલોજીના પ્રણેતાઓમાં GO2SLEEP, Oura, Motiv અને THIM જેવી નાની કંપનીઓનો સમાવેશ થાય છે, જેમણે ચોક્કસ કાર્યક્ષમતા સાથે સ્માર્ટ રિંગ્સનું ઉત્પાદન કર્યું છે.

મોટી બ્રાન્ડ્સ સ્માર્ટ રિંગ્સ બનાવી રહી છે 

આ ક્ષેત્રમાં અત્યાર સુધીમાં સૌથી અદ્યતન સ્પર્ધક Oura છે, જે આકર્ષક દેખાતી સ્માર્ટ રિંગ્સની શ્રેણી બનાવે છે જે અન્ય વસ્તુઓની સાથે ઊંઘ અને કસરતનું નિરીક્ષણ કરવામાં મદદ કરે છે. Oura તેમની સ્માર્ટ રિંગ લગભગ US$300થી શરૂ કરશે.

SAMSUNGએ 2022માં ઉપકરણ માટે પેટન્ટ રજીસ્ટર કરી હતી અને કોરિયન ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ ઈન્ફોર્મેશન સર્વિસ (KIPRIS) દ્વારા તેને “ગેલેક્સી રિંગ” માટે ટ્રેડમાર્ક આપવામાં આવ્યો હતો.

SAMSUNGએ જણાવ્યું હતું કે ઉપકરણ એકત્રિત કરવામાં આવેલી માહિતીને મેનેજ કરવા સિવાય, બાયોમેટ્રિક અને ફિઝિકલ ડેટાને ટ્રેક કરવા, શોધી કાઢવા, ઓળખવા, મોનિટર કરવા અને એકત્રિત કરવામાં સક્ષમ છે. સેમસંગ સંભવતઃ સેલ ફોન એપ્લિકેશન સાથે ગેલેક્સી રિંગને જોડી દેશે, જે તે હાલમાં ગેલેક્સી વોચ બેન્ડ સાથે કરે છે.